Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Forest Department: BJP સાંસદ પ્રતાપ સિમ્હાના ભાઈની થઈ ધરપકડ

Forest Department ના અધિકારીઓએ BJP સાંસદ પ્રતાપ સિમ્હાના ભાઈ વિક્રમ સિમ્હાની ઝાડ કાપવા બદલ ધરપકડ કરી છે. એક રિપોર્ટ અનુસાર, વિક્રમ સિંહા પર કરોડો રૂપિયાના 126 વૃક્ષો કાપવાનો આરોપ છે. બેંગલુરુના મલ્લેશ્વરમ સ્થિત અરણ્ય ભવનમાં વિક્રમની પૂછપરછ કરવામાં આવી રહી...
11:19 AM Dec 31, 2023 IST | Aviraj Bagda
BJP MP Pratap Simha's brother Vikram Simha arrested for cutting trees

Forest Department ના અધિકારીઓએ BJP સાંસદ પ્રતાપ સિમ્હાના ભાઈ વિક્રમ સિમ્હાની ઝાડ કાપવા બદલ ધરપકડ કરી છે. એક રિપોર્ટ અનુસાર, વિક્રમ સિંહા પર કરોડો રૂપિયાના 126 વૃક્ષો કાપવાનો આરોપ છે. બેંગલુરુના મલ્લેશ્વરમ સ્થિત અરણ્ય ભવનમાં વિક્રમની પૂછપરછ કરવામાં આવી રહી છે.

તાજેતરમાં Forest Department ના અધિકારીઓને ફરિયાદ મળી હતી કે હાસનના નંદાગોદનાહલ્લીમાં 10 એકર જમીન પર કરોડો રૂપિયાના 126 વૃક્ષો કાપવામાં આવ્યા છે. જો કે દીપક નામના વ્યક્તિની ફરિયાદના આધારે વન વિભાગના અધિકારીઓ એક્શનમાં આવ્યા અને આ મામલે તપાસ કરવા માટે કોર્ટ પાસે મંજૂરી માંગી હતી. કોર્ટની પરવાનગી મળ્યા બાદ Forest Department ના અધિકારીઓએ આ કાર્યવાહી કરી હતી.

આ મામલે વિક્રમ સિમ્હા કહે છે કે “આગામી વર્ષે યોજાનારી Lok Sabha Election ને ધ્યાનમાં રાખીને મારા સાંસદ ભાઈને નિશાન બનાવવા માટે વિરોધીઓ દ્વારા આ એક કાવતરું ઘટવામાં આવ્યું છે. વન વિભાગ દ્વારા જે જમીનની વાત કરવામાં આવી રહી છે, તે જમીન પર એક પણ વૃક્ષ ઉગ્યું જ નથી. મેં તે જમીન પર આદુ ઉગાડવા માટે 24 મી જુલાઈ 2023 થી એક વર્ષ માટે કરાર કર્યો હતો. મને ખબર નથી કે તે જમીન પર એક વૃક્ષ હતું અને તેને કાપી નાખવામાં આવ્યું હતું. આ સંપૂર્ણપણે Political ષડયંત્ર છે.”

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

આ પણ વાંચો: Odisha Election: શું ચૂંટણી પહેલાં BJP અને BJD વચ્ચે ગઠબંધન થઈ શકે છે ?

Tags :
forest departmentforetsGujarat FirstMP Pratap SimhaTreevikram simha
Next Article