BJP સરકારની આ યોજના માટે ભાગદોડ, મહિલાઓને મળશે 50 હજાર રોકડા
- મહિલાઓને મળશે 5 લાખ રૂપિયા સુધીની સહાય
- PM મોદી આવતી કાલે કરશે સુભદ્રા યોજનાનું લોન્ચિંગ
- ઓડિશામાં સરકાર આવ્યા બાદ ભાજપ સરકારનો માસ્ટર સ્ટ્રોક
નવી દિલ્હી : 17 સપ્ટેમ્બર 2024 ના રોજ વડાપ્રધાન ઓડિશાની મુલાકાતે જઇ રહ્યા છે. તેઓ રાજ્ય સરકારની સુભદ્રા યોજનાની શરૂઆત કરશે. આ યોજના અંતર્ગત પાત્ર મહિલાઓને પાંચ વર્ષમાં 50 હજાર રૂપિયાની સહાય ચુકવવામાં આવશે.
આ પણ વાંચો : J&K Congress Manifesto : Congress એ જાહેર કર્યો મેનિફેસ્ટો, અનેક મોટા નેતાઓ રહ્યા હાજર
PM મોદી કરાવશે સુભદ્રા યોજનાનું લોન્ચિંગ
ઓડિશાના વડાપ્રધાન મોદી મહિલાઓ માટે અત્યાર સુધીની સૌથી મોટી રાજ્ય સરકાર દ્વારા પોષિત યોજનાનું લોન્ચિંગ કરવા માટે જઇ રહ્યા છે. પોતાના જન્મ દિવસ પ્રસંગે વડાપ્રધાન મોદી સુભદ્રા યોજનાનો શુભારંભ કરાવશે. આ અગાઉ રાજ્યમાં આંગણવાડી અને જનસેવા કેન્દ્રોની બહાર મહિલાઓની લાંબી લાંબી લાઇનો લાગી રહી છે. આ યોજનાનો લાભ લેવા માટે લોકો આધારને મોબાઇલ સાથે લિંક કરી રહ્યા છે. પરિસ્થિતિ એવી છે કે અનેક સ્થળો પર ટોળાને કાબુમાં રાખવી મુશ્કેલ થઇ રહી છે. ભાગદોડ જેવી સ્થિતિ સર્જાઇ રહી છે. જેના કારણે પોલીસને સમગ્ર મામલો સંભાળવાની ફરજ પડી છે.
આ પણ વાંચો : 303 માંથી 240 પર કઇ રીતે આવ્યું ભાજપ, ગડકરીએ સીટ ઘટવા અંગે કર્યો ઘટસ્ફોટ
શું છે સુભદ્રા યોજના?
ગત્ત મહિને રાજ્ય સરકારે જાહેરાત કરી હતી કે, રાજ્યમાં 21 થી 60 વર્ષ સુધીની 1 કરોડ મહિલાઓને યોજનાનો લાભ મળશે. આ યોજના અંતર્ગત પાંચ વર્ષમાં મહિલાઓને 50 હજાર રૂપિયા ચુકવવામાં આવશે. એક વર્ષમાં બે હપ્તામાં મહિલાઓને 10 હજાર રૂપિયા મળશે જે આધાર સાથે લિંક થયેલા બેંક એકાઉન્ટમાં ડીટીબી દ્વારા ટ્રાન્સફર કરવામાં આવશે. 5000 રૂપિયાનો હપતો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અને 5000 રૂપિયાનો બીજો હપતો રક્ષાબંધનના દિવસે મહિલાઓના એકાઉન્ટમાં જમા થશે.
ପ୍ରତିଶ୍ରୁତି ପୂରଣ ହେଉଛି। ମହିଳା ସଶକ୍ତିକରଣ ଦିଗରେ ଓଡ଼ିଶା ଆଗକୁ ବଢ଼ୁଛି। ମାନ୍ୟବର ପ୍ରଧାନମନ୍ତ୍ରୀ ଶ୍ରୀ @narendramodi ଆସନ୍ତାକାଲି 'ସୁଭଦ୍ରା' ଯୋଜନା ହିତାଧିକାରୀଙ୍କୁ ସହାୟତା ରାଶି ପ୍ରଦାନ ବ୍ୟବସ୍ଥାର ଶୁଭାରମ୍ଭ କରିବାକୁ ଯାଉଛନ୍ତି। #SubhadraYojana #ସୁଭଦ୍ରା #ବିକଶିତଓଡ଼ିଶା pic.twitter.com/YLqeu2SDKl
— CMO Odisha (@CMO_Odisha) September 16, 2024
આ પણ વાંચો : માત્ર 'મુરલી' જ નહીં 'સુદર્શન' ચક્રનો પણ ઉપયોગ કરવો પડશે - UP ના CM યોગીએ આવું કેમ કહ્યું?
ભુવનેશ્વરમાં લોન્ચિંગ માટેની તડામાર તૈયારીઓ શરૂ
ભુવનેશ્વરમાં આ યોજનાના લોન્ચિંત માટેની મોટી તૈયારીઓ થઇ રહી છે. ભુવનેશ્વરમાં આ યોજનાની લોન્ચિંગ માટે મોટી તૈયારી કરવામાં આવી છે. અધિકારીઓનું કહેવું છે કે, યોજના શરૂ થતા પહેલા 60 લાખ લોકોએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. સુભદ્રા પોર્ટલની શરૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત યોજના પ્રચાર માટે સરકાર પણ પ્રયાસો કરી રહી છે. સરકાર દ્વારા સુભદ્રા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. માંઝી સરકારે આ યોજના માટે પાંચ વર્ષમાં 55825 કરોડ રૂપિયાના ખર્ચ કરવાનું આયોજન કર્યું છે.
આ પણ વાંચો : Arvind Kejriwal આવતીકાલે CM પદેથી રાજીનામું આપશે, LG પાસે માંગ્યો સમય
મહિલાઓનું સમર્થન પ્રાપ્ત કરવા મોદી સરકારનો માસ્ટર સ્ટ્રોક
બીજેડી સરકાર કાલિયા યોજના હેઠળ 12 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરતી હતી. ચૂંટણી પહેલા ભાજપે મહિલાઓને 50 હજાર કરોડ રૂપિયાનો લાભ આપવાનું વચન આપ્યું હતું. એક અંદાજ અનુસાર નવીન પટનાયકને મહિલાઓનું ખુબ જ સમર્થન હતું. જો કે આ વખતે ભાજપે જીત પ્રાપ્ત કરી લીધી છે. બીજેડીની પ્રમિલા મલિકે આ યોજનાની ટીકા કરતા જણાવ્યું કે, 10 હજાર રૂપિયાની રકમ અપુરતી છે. 5 હજાર રૂપિયામાં કોઇ ધંધો શરૂ થઇ શકે છે. ભાજપે લોકોને ઠગવાનું શરૂ કર્યું છે અને તેમણે માત્ર મત કરવા માટે જ હથકંડુ અપનાવ્યું છે.
આ પણ વાંચો : Bhopal માં રાણી કમલાપતિની પ્રતિમાનું અપમાન, સાંસદે કહ્યું- કાર્યવાહી કરાશે...