BJP ના ધારાસભ્ય પર ફાયરિંગ, જમીને પત્ની સાથે વોક પર નિકળ્યા હતા MLA
- ધારાસભ્યએ યુવકોને ટપાર્યા હતા
- યુવકોએ અચાનક ધડાધડ ફાયરિંગ કર્યું
- ધારાસભ્યનો ગનર આવે તે પહેલા યુવકો ફરાર
લખીમપુર ખીરી : પત્ની સાથે નાઇટ વોક પર નિકળેલા ભાજપના ધારાસભ્ય સૌરભ સિંહ સાથે વિવાદ થયા બાદ બે યુવકોએ હવામાં ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગની માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. ત્યાર બાદ સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. પોલીસ આસપાસના સીસીટીવી ચેક કરી રહી છે.યુવકોની ઓળખ કરવામાં આવી રહી છે. જે સમયે ઘટના બની ત્યારે ધારાસભ્યનો ગનર તેમનાથી થોડા અંતરે ચાલી રહ્યો હતો.
શિવ કોલોની વિસ્તારમાં ધડાધડ ફાયરિંગ
મામલો બુધવારે મોડી રાત્રે શહેરના શિવ કોલોનીની વિસ્તારનો છે. લખીમપુરના કસ્તા ધારાસભ્ય સૌરભ સિંહ સોનુ રાત્રે ભોજન કર્યા બાદ પોતાની પત્ની સાથે આંટો મારવા માટે નિકળ્યા હતા. ઘરની નજીક જ શંકાસ્પદ હાલતમાં બે યુવકો દેખાયા હતા. જેથી ધારાસભ્યએ તેમને ટપાર્યા હતા. જો કે ધારાસભ્ય સાથે બોલાચાલી બાદ બે યુવકો પૈકી એકે હવામાં ફાયરિંગ કર્યું હતું. ત્યાર બાદ બંન્ને નાસી છુટ્યા હતા.
આ પણ વાંચો : Gujarat ભાજપ સંગઠન સરચનાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા
પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ
ઘટના અંગે માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. ધારાસભ્ય દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી. હાલ તો પોલીસ સમગ્ર વિસ્તારના સીસીટીવી ચેક કરી રહી છે. જો કે હજી સુધી બંન્ને યુવકોની કોઇ જ ઓળખ થઇ શકી નથી.
ધારાસભ્યના ઘરથી 100 મીટર અંતરે ઘટના
ધટના બાદ ધારાસભ્ય સૌરભે જણાવ્યું કે, અમે લોકો રોજ ફરવા નિકળીએ છીએ. આ પ્રકારનું ભોજન લીધા બાદ પત્ની સાથે ફરવા માટે નિકળીએ છીએ. આશરે 100 મીટર દૂર બે યુવકો ઉભા હતા. ધારાસભ્યએ જ્યારે તેને ટોક્યા તો તેઓ વિવાદ કરવા લાગ્યા હતા. ત્યાર બાદ ધારાસભ્યની સામે હવામાં ફાયરિંગ કરી દીધું. તેનો ગનર થોડા જ અંતરે ઉભો હતો. ફાયરિંગ બાદ બંન્ને યુવકો બાઇક પરથી ફરાર થઇ ગયા. ધારાસભ્યએ પોલીસને કડકાઇથી વર્તવા માટે જણાવ્યું છે. ધારાસભ્યએ પોલીસને ફરિયાદ પણ કરી છે.
આ પણ વાંચો : વિકાસની ગુલબાંગો વચ્ચે 37 લાખ એડમિશન ઘટ્યા, વિદ્યાર્થીઓની સંખ્યામાં 16 લાખનો ઘટાડો