Mahakumbh માં આજે ફરી લાગી આગ, સેક્ટર 16 માં કિન્નર અખાડા પાસે મચી અંધાધૂંધી
- મહાકુંભમાં વધુ એક આગની ઘટના
- કિન્નર અખાડાની સામે તંબુમાં લાગી આગ
- મહાકુંભમાં સોમવારે ફરીથી આગ
- શ્રી હરિ દિવ્ય સાધના પીઠના શિબિરમાં આગ
- લોકોએ રેતી અને પાણીથી આગ ઓલવવી પડી
- મહાકુંભના તંબુમાં આગથી કોઈ જાનહાનિ નહીં
- સેક્ટર 19 પછી સેક્ટર 16 માં લાગી આગ
- ફાયર બ્રિગેડની ઝડપી કાર્યવાહીથી મોટી દુર્ઘટના ટળી
Mahakumbh : રવિવારે મહાકુંભ નગરના સેક્ટર 19 માં બનેલી મોટી આગની ઘટનાના બીજા દિવસે, સોમવારે સવારે સેક્ટર 16 માં કિન્નર અખાડાની સામે પ્રતાપગઢ સ્થિત શ્રી હરિ દિવ્ય સાધના પીઠના શિબિરમાં આગ લાગી હતી, જેને સ્થાનિક લોકોએ પાણી અને રેતી નાખીને શાંત કરી હતી. એક અધિકારીએ આ માહિતી આપી હતી.
આજે ફરી મહાકુંભમાં લાગી આગ
ફાયર વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ફાયર સ્ટેશન અન્ના ક્ષેત્ર હેઠળના ટાવર પર તૈનાત કર્મચારીઓએ સવારે 9.30 વાગ્યે કિન્નર અખાડાની સામે ધુમાડો નીકળતો જોયો હતો અને કંટ્રોલ રૂમને તેની જાણ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, આ માહિતી મળતાં જ, આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલી ફાયર બ્રિગેડની ગાડીને તાત્કાલિક ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે, શ્રી હરિ દિવ્ય સાધના પીઠ પ્રતાપગઢ સંગમ લોઅર રોડ પર આગ લાગી હતી, જેને ત્યાં હાજર લોકોએ રેતી અને પાણીથી પહેલાથી જ ઓલવી નાખી હતી. તેમણે કહ્યું કે, નિરીક્ષણ દરમિયાન જાણવા મળ્યું કે એક તંબુમાં આગ લાગી હતી અને કોઈ જાનહાનિ થઈ નથી.
રવિવારે બની હતી આગની ઘટના
ઉલ્લેખનીય છે કે રવિવારે સેક્ટર 19 માં એક કેમ્પમાં સ્ટ્રોમાં આગ લાગી હતી અને તે ઝડપથી ફેલાઈ ગઈ હતી, જેમાં લગભગ 18 કેમ્પ બળીને ખાખ થઈ ગયા હતા. જોકે, ફાયર બ્રિગેડના કર્મચારીઓએ આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો અને કોઈ જાનહાનિ થઈ ન હોતી. ગીતા પ્રેસ અને અખિલ ભારતીય ધર્મ સંઘ દ્વારા કલ્પવાસીઓ માટે સ્થાપિત આ શિબિરમાં આગ ઓલવવા માટે લગભગ 15-16 વાહનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : Mahakumbh 2025: પ્રયાગરાજ મહાકુંભ મેળા ક્ષેત્રમાં ભયંકર આગ, ફાયર બ્રિગેડની ઘટના સ્થળે