ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Pahalgam Terrorist Attack બાદ પાકિસ્તાનમાં ફફડાટ,પાકિસ્તાનમાં હાઈએલર્ટ જાહેર

પહલગામ હુમલા બાદ પાકિસ્તાનમાં ફફડાટ સમગ્ર પાકિસ્તાનમાં હાઈએલર્ટ જાહેર કરાયું પાકિસ્તાની સેનાએ LoC તરફ એલર્ટ આપ્યું જવાબી કાર્યવાહીના ડરે પાકિસ્તાનમાં ગભરાટ આતંકી હુમલામાં 26 મોત, 17 લોકો ઘાયલ   Pahalgam Terrorist Attack: મંગળવારે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને (Pahalgam...
03:42 PM Apr 23, 2025 IST | Hiren Dave
પહલગામ હુમલા બાદ પાકિસ્તાનમાં ફફડાટ સમગ્ર પાકિસ્તાનમાં હાઈએલર્ટ જાહેર કરાયું પાકિસ્તાની સેનાએ LoC તરફ એલર્ટ આપ્યું જવાબી કાર્યવાહીના ડરે પાકિસ્તાનમાં ગભરાટ આતંકી હુમલામાં 26 મોત, 17 લોકો ઘાયલ   Pahalgam Terrorist Attack: મંગળવારે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને (Pahalgam...
featuredImage featuredImage
High alert in Pakistan

 

Pahalgam Terrorist Attack: મંગળવારે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને (Pahalgam Terrorist Attack)કારણે સમગ્ર દેશમાં છે. આ હુમલામાં અત્યાર સુધીમાં 28 લોકોના મોત થયા છે જ્યારે 17 લોકો ઘાયલ થયાના અહેવાલ છે. દરમિયાન, પાકિસ્તાની સેનાએ નિયંત્રણ રેખાની પોતાની બાજુમાં હાઇ એલર્ટ જારી કર્યું છે.પાકિસ્તાની સેનાએ આ વર્ષે અત્યાર સુધીમાં ત્રણ વખત જમ્મુ-કાશ્મીરમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. આ સમયગાળા દરમિયાન, ભારતીય સેના સાથેની એન્કાઉન્ટરમાં પાંચ આતંકવાદીઓ માર્યા ગયા.

પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં 42 આતંકવાદી લોન્ચ પેડ સક્રિય

ગુપ્તચર સૂત્રોના જણાવ્યા અનુસાર, નિયંત્રણ રેખા નજીક પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં 42 આતંકવાદી લોન્ચ પેડ સક્રિય છે. આ લોન્ચ પેડ્સ પર ૧૧૦ થી ૧૩૦ આતંકવાદીઓ હાજર હોવાનું કહેવાય છે. કાશ્મીર ખીણમાં 70 થી 75 આતંકવાદીઓ સક્રિય છે. જમ્મુના રાજૌરીમાં 60 થી 65 આતંકવાદીઓ સક્રિય છે. આ બધા આતંકવાદીઓ પાકિસ્તાની છે.

 

17 આતંકવાદીઓ LoC અને IB પરથી ઘૂસણખોરીનો પ્રયાસ

પાકિસ્તાને આ આતંકવાદી સંગઠનોમાં ફક્ત ચાર સ્થાનિક યુવાનોની ભરતી કરી છે. ભારતીય સુરક્ષા દળો દર પાંચમા દિવસે એક આતંકવાદીને મારી રહ્યા છે. અત્યાર સુધીમાં માર્યા ગયેલા 75 આતંકવાદીઓમાંથી મોટાભાગના વિદેશી હતા. આમાંથી 17 આતંકવાદીઓ LoC અને IB પરથી ઘૂસણખોરીનો પ્રયાસ કરતી વખતે માર્યા ગયા હતા જ્યારે 26 આતંકવાદીઓ એન્કાઉન્ટર દરમિયાન માર્યા ગયા હતા.

આ પણ વાંચો- J&K Pahalgam Attack : આતંકી હુમલામાં 3 ગુજરાતીઓનાં મોત, મૃતદેહો-પ્રવાસીઓને મુંબઈ લવાશે

બારામુલ્લામાં સૌથી વધુ આતંકવાદીઓ માર્યા ગયા

ઉપલબ્ધ માહિતી અનુસાર, જમ્મુ, ઉધમપુર, કઠુઆ, ડોડા અને રાજૌરીના પાંચ જિલ્લાઓમાં 42 બિન-સ્થાનિક આતંકવાદીઓ માર્યા ગયા હતા. ખીણની વાત કરીએ તો, બારામુલ્લા, બાંદીપોરા, કુપવાડા અને કુલગામ જિલ્લામાં વિદેશી આતંકવાદીઓ માર્યા ગયા. જમ્મુ અને કાશ્મીરના 9 જિલ્લાઓમાંથી, બારામુલ્લામાં સૌથી વધુ આતંકવાદીઓ માર્યા ગયા. બારામુલ્લામાં, મોટાભાગના વિદેશી આતંકવાદીઓ ઉરી સેક્ટરના સબુરા નાલા વિસ્તારમાં માર્યા ગયા હતા. જ્યારે બારામુલ્લાના ચક ટપ્પર અને હાંડીપોરા વિસ્તારોમાં કેટલાક માર્યા ગયા.

આ પણ વાંચો- J&K Pahalgam Attack : પહેલગામમાં પ્રવાસીઓ પર હુમલો કરનારા 4 આતંકીઓની તસવીર જાહેર

સ્થાનિક આતંકવાદીઓની સંખ્યામાં મોટો ઘટાડો

આ આંકડા દર્શાવે છે કે જમ્મુ અને કાશ્મીરમાં સક્રિય સ્થાનિક આતંકવાદીઓની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે, જેના કારણે હવે ફક્ત પાકિસ્તાની આતંકવાદીઓ જ સક્રિય છે. તમને જણાવી દઈએ કે મંગળવારે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં અત્યાર સુધીમાં 28 લોકોના મોત થયા છે જ્યારે 17 લોકો ઘાયલ થયા છે. આ હુમલો પહેલગામની બૈસરન ખીણમાં કરવામાં આવ્યો હતો, જેમાં આતંકવાદીઓએ પસંદગીના લોકોને નિશાન બનાવ્યા હતા

Tags :
j&k terror attackjammu and kashmir terror attackjammu kashmir terror attackjammu kashmir terror attack news todayjammu kashmir terror attack todayJammu Kashmir Terrorist Attackjammu terror attackJammuKashmirJammuKashmirAttackkashmir terror attackPahalgampahalgam attack todaypahalgam terror attackpahalgam terror attack updatepahalgam terrorist attackPahalgamTerrorAttackPakistanterror attackterror attack in jammuterror attack in jammu and kashmirterror attack in jammu and kashmir todayTerror Attack in Kashmirterror attack in pahalgamTerrorAttackOnHinduTerrorHasOnlyReligionTerrorist attack