ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમ
Advertisement

કર્ણાટકમાં ગમખ્વાર અકસ્માત, શાકભાજી ભરેલો ટ્રક પલટી જતાં 14 લોકોના થયા મોત, 16 ઈજાગ્રસ્ત

Accident in Karnataka : કર્ણાટકથી ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં એક ગમખ્વાર અકસ્માત થયો છે. મળતી માહિતી અનુસાર, શાકભાજીથી ભરેલો ટ્રક પલટી જતા આ મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ અકસ્માતમાં 14 લોકોના મોત થયા છે.
09:46 AM Jan 22, 2025 IST | Hardik Shah
featuredImage featuredImage
Karnataka Road Accident

Accident in Karnataka : કર્ણાટકથી ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં એક ગમખ્વાર અકસ્માત થયો છે. મળતી માહિતી અનુસાર, શાકભાજીથી ભરેલો ટ્રક પલટી જતા આ મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ અકસ્માતમાં 14 લોકોના મોત થયા છે. જ્યારે 16 જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

શાકભાજી ભરેલો ટ્રક પલટી જતા સર્જાઈ દુર્ઘટના

કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લામાં યાલાપુરા હાઇવે પર એક મોટો માર્ગ અકસ્માત થયો છે. મળી રહેલી માહિતી અનુસાર, શાકભાજીથી ભરેલો ટ્રક કે જેમા 40 વેપારીઓ સવાર હતા, જેઓ શાકભાજી-ફળ વેચવા જઇ રહ્યા હતા. અકસ્માતમાં 40 વેપારીઓમાંથી 14 ના મોત જ્યારે 16 ઘાયલ થયા છે. અકસ્માત ઉત્તર કન્નડના ચેલ્લાપુર પાસે સર્જાયો હતો. મળી રહેલી માહિતી અનુસાર, ગુલાપુરામાં, શાકભાજી લઈ જતી એક ટ્રકે કાબુ ગુમાવ્યો અને ટ્રિપર સાથે અથડાઈ ગઈ, જેના કારણે ટ્રક સંપૂર્ણપણે નાશ પામ્યો. આ અકસ્માત સવારે લગભગ 4 વાગ્યે થયો હતો.

પોલીસે શું કહ્યું?

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, બુધવારે વહેલી સવારે શાકભાજીનો ટ્રક ૫૦ મીટર ઊંડી ખાડીમાં પડી ગયો હતો. પીડિતો, બધા ફળ વિક્રેતાઓ, સાવનુરથી નીકળ્યા હતા અને ફળો વેચવા માટે યલાપુરા મેળા તરફ જઈ રહ્યા હતા. ઉત્તરા કન્નડના પોલીસ અધિક્ષક એમ નારાયણે જણાવ્યું હતું કે તેઓ સાવનુર-હુબલી રોડ પર મુસાફરી કરી રહ્યા હતા અને આ અકસ્માત જંગલ વિસ્તારમાં થયો હતો. નારાયણે મીડિયાને જણાવ્યું, 'સવારે લગભગ 4 વાગ્યે, ટ્રક ડ્રાઈવર બીજા વાહનને રસ્તો આપતી વખતે ટ્રકને ડાબી બાજુ વળાવી અને લગભગ 50 મીટર ઊંડી ખીણમાં પડી ગઇ.' તેમણે કહ્યું કે ખીણમાં રસ્તા પર કોઈ સલામતી દિવાલ નહોતી. અધિકારીએ જણાવ્યું કે, "નવ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને 20 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા." ઘાયલોને હુબલીની KIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : Chhattisgarh : એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ 16 થી વધુ નક્સલીઓને ઠાર માર્યા

Tags :
9 deaths injured police investigation rescue ops latest updatesAccidentAccident in KarnatakaGujarat FirstGUJARAT FIRST NEWSHardik ShahKarnatakakarnataka newsKarnataka Road Accidentvegetable truck collides with tripper in Uttar Kannada District