Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Farmers Protest Delhi: દિલ્હીમાં 144 લાગુ કરવામાં આવી, ખેડૂત-સરકારની ફરી એકવાર જંગ શરૂ

Farmers Protest Delhi: ત્યારે ફરી એકવાર દિલ્હી સલતનતના ખૂણે-ખૂણે ખેડૂતોનો હુંકાર ગુંજવાનો છે. કારણ કે... ખેડૂતોનો એક વિશાળ કાફલો 8 ફેબ્રુઆરીના રોજ દિલ્હીમાં આંદોલનને ચીમકી આપવાના છે. દિલ્હીમાં 144 લાગુ કરવામાં આવી પોલીસ દ્વારા સમગ્ર દિલ્હીમાં એલર્ટ જારી જમીન માટે...
farmers protest delhi  દિલ્હીમાં 144 લાગુ કરવામાં આવી  ખેડૂત સરકારની ફરી એકવાર જંગ શરૂ

Farmers Protest Delhi: ત્યારે ફરી એકવાર દિલ્હી સલતનતના ખૂણે-ખૂણે ખેડૂતોનો હુંકાર ગુંજવાનો છે. કારણ કે... ખેડૂતોનો એક વિશાળ કાફલો 8 ફેબ્રુઆરીના રોજ દિલ્હીમાં આંદોલનને ચીમકી આપવાના છે.

Advertisement

  • દિલ્હીમાં 144 લાગુ કરવામાં આવી
  • પોલીસ દ્વારા સમગ્ર દિલ્હીમાં એલર્ટ જારી
  • જમીન માટે વધુ સારા વળતરની માંગ

દિલ્હીમાં 144 લાગુ કરવામાં આવી

Noida અને Greater Noida ના 160 ગામોના ખેડૂતો આવતીકાલે મોટો વિરોધ પ્રદર્શન કરવા જઈ રહ્યા છે. એક અહેવાલ મુજબ, લગભગ હજારો ખેડૂતો સંસદની સામે ધરણા કરવા જશે. ખેડૂતોના વિરોધની યોજનાને ધ્યાનમાં રાખીને સમગ્ર વિસ્તારમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. તેને જોતા Delhi NCR ના ઘણા વિસ્તારોમાં ઘણા રસ્તાઓ પર રોડ બ્લોક થવાની આશંકા છે.

પોલીસ દ્વારા સમગ્ર દિલ્હીમાં એલર્ટ જારી

Advertisement

જો નોઈડા, ગ્રેટર નોઈડા ઓથોરિટી અને NTPC તરફથી તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો ખેડૂતોએ સંસદને ઘેરવાની જાહેરાત કરી છે. તેને જોતા દિલ્હી ટ્રાફિક પોલીસે એલર્ટ જાહેર કર્યું છે. દિલ્હી ટ્રાફિક પોલીસના એલર્ટ અનુસાર, 8 મી ફેબ્રુઆરીએ સોનિયા વિહાર, ડીએનડી, ચિલ્લા, ગાઝીપુર, સભાપુર, અપ્સરા અને લોની બોર્ડરથી જોડાયેલા રસ્તાઓ પર ભારે ટ્રાફિક જામની શક્યતા છે.

જમીન માટે વધુ સારા વળતરની માંગ

Noida અને Greater Noida માં ખેડૂત જૂથો સ્થાનિક વિકાસ સત્તાવાળાઓ દ્વારા સંપાદિત તેમની જમીનના બદલામાં ઊંચા વળતર અને વિકસિત પ્લોટની માંગ સાથે ડિસેમ્બર 2023 થી વિરોધ કરી રહ્યા છે. તેમની માંગણીઓને દબાવવા માટે 8 ફેબ્રુઆરીએ દિલ્હીમાં સંસદ સુધી કૂચ કરવાની અપીલ કરી છે. જમીન સંપાદનથી પ્રભાવિત ખેડૂતો ગ્રેટર નોઈડા ઓથોરિટી ખાતે અનિશ્ચિત મુદતની હડતાળ પર બેઠા છે.

Advertisement

આ પણ વાંચો: JDU MLAs disappeared: Tejashwi Yadav સાથે બિહારમાં રમાયેલા દાવનો તેમની પત્નીએ કર્યો મોટો ખુલાસો

Tags :
Advertisement

.