Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Fake SBI: દેશમાં ફરી એકવાર નકલી બેંક મળી, અનેક લોકો રોયા

Fake SBI: દેશમાંથી ઘણી વખત અપરાધ સંબંધિત વિચિત્ર કિસ્સાઓ સામે આવે છે. હવે આવો જ એક કિસ્સો Tamilnadu  માંથી સામે આવ્યો છે. જ્યાં ત્રણ લોકોએ મળીને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (Fake SBI) ની શાખા ખોલી હતી. આ નકલી SBI ને...
fake sbi  દેશમાં ફરી એકવાર નકલી બેંક મળી  અનેક લોકો રોયા

Fake SBI: દેશમાંથી ઘણી વખત અપરાધ સંબંધિત વિચિત્ર કિસ્સાઓ સામે આવે છે. હવે આવો જ એક કિસ્સો Tamilnadu  માંથી સામે આવ્યો છે. જ્યાં ત્રણ લોકોએ મળીને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (Fake SBI) ની શાખા ખોલી હતી. આ નકલી SBI ને તેઓ છેલ્લા ત્રણ મહિનાથી તેઓ ચલાવી રહ્યા હતા. જો કે, Tamilnadu Police એ નકલી SBI ને બનાવનારા આરોપીઓની ધરપકડ કરી છે.

Advertisement

Tamilnadu Police એ જણાવ્યું કે પનરુતિમાં અસામાન્ય ગુનામાં ભાગ લેવા બદલ ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણેય લોકો છેલ્લા ત્રણ મહિનાથી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ની ડુપ્લિકેટ શાખા ચલાવી રહ્યા હતા. તે ઉપરાંત ધરપકડ કરાયેલા લોકોમાં પૂર્વ બેંક કર્મચારીનો પુત્ર પણ સામેલ છે.

Fake SBI

Fake SBI

Advertisement

ત્રણેય ગુનેગારો શું કરે છે?

એક અહેવાલ મુજબ, પોલીસે જણાવ્યું કે ગુનાહિત પ્રવૃત્તિનો માસ્ટરમાઇન્ડ કમલ બાબુ હતો. બાબુના માતા-પિતા બંને બેંકના ભૂતપૂર્વ કર્મચારી હતા. તેના પિતાનું 10 વર્ષ પહેલા અવસાન થયું હતું, જ્યારે તેની માતા બે વર્ષ પહેલા બેંકમાંથી નિવૃત્ત થઈ હતી. પનરુતિમાં એક વ્યક્તિ Printing Pres ચલાવે છે. ત્રીજો વ્યક્તિ રબર સ્ટેમ્પ છાપતો હતો.

Printing Press દ્વારા ચલણ છાપવામાં આવતા હતા

આ ત્રણમાંથી જે એક વ્યક્તિ Printing Press ચલાવતો હતો. ત્યાંથી તમામ નકલી ચલણ અને બેંક સંબંધિત અન્ય દસ્તાવેજો છાપવામાં આવતા હતા. આ સાથે બેંક સ્ટેમ્પ વગેરે રબર સ્ટેમ્પની દુકાનમાંથી બનાવવામાં આવતા હતાં. તેથી કોઈ પણ વ્યક્તિને નકલી હોવાની શંકા ન જાય.

Advertisement

Fake SBI

Fake SBI

તે કેવી રીતે બહાર આવ્યું?

આ સમગ્ર કૌભાંડ ત્યારે બહાર આવ્યું જ્યારે એક વ્યક્તિ દ્વારા નકલી SBI ની સામે લાંબી લાઈન જોઈને અન્ય SBI બેંકના મેનેજરને ફરિયાદ કરી હતી. ત્યારે આ નકલી SBI બેંકની શાખા વિશે જાણીને સૌ લોકો હેરાન થઈ ગયા હતા. ત્યારે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી હતી.

SBI ની વધુ બે શાખાઓ પહેલેથી જ હાજર હતી

આ ત્રણેય લોકોની હિંમત એટલી હતી કે પનરુતિમાં પહેલાથી જ  SBI બે શાખાઓ હાજર હતી. તેમ છતાં તેમના દ્વારા આ વિસ્તારમાં વધુ એક નકલી SBI ને બનાવવામાં આવી હતી. તો બીજી તરફ મેનેજરને SBI ની માત્ર બે શાખાઓ વિશે પણ ખબર હતી. નવી ત્રીજી શાખા તેમના કાગળોમાં ક્યાંય ન હતી. આ અંગે વરિષ્ઠ અધિકારીઓને જાણ થતાં તેઓએ સ્થળની મુલાકાત લીધી હતી. આ પછી અધિકારીઓએ પોલીસને જાણ કરી હતી.

આ પણ વાંચો: Share Market: શેર માર્કેટમાં અનિલ અંબાણીની કંપનીનો રેકોર્ડ બ્રેક ઉછાળો

Tags :
Advertisement

.