Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

FACEBOOK ના પ્રેમનો આવ્યો લોહિયાળ અંત! બોયફ્રેંડની લાશના સગીરાએ કર્યા 17 કટકા

સોશિયલ મીડિયા ઉપર મિત્રતા અને ત્યાર બાદ તેનો ઘાતક અંજામ, આવા કિસ્સાઓ વિશે આપણે અત્યાર સુધીમાં ઘણી વખત સાંભળ્યું છે. પરંતુ હવે એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેના વિશે સાંભળીને હ્રદય કંપી જશે. છત્તીસગઢમાંથી હવે આ ચોંકાવનારો કિસ્સો સામે...
04:34 PM Jul 13, 2024 IST | Harsh Bhatt

સોશિયલ મીડિયા ઉપર મિત્રતા અને ત્યાર બાદ તેનો ઘાતક અંજામ, આવા કિસ્સાઓ વિશે આપણે અત્યાર સુધીમાં ઘણી વખત સાંભળ્યું છે. પરંતુ હવે એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેના વિશે સાંભળીને હ્રદય કંપી જશે. છત્તીસગઢમાંથી હવે આ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક 26 વર્ષીય યુવક અને સગીર યુવતી ફેસબુકમાં મિત્ર બને છે. યુવતી ચેટિંગ કર્યા બાદ યુવકને સાઉદી અરેબિયાથી ભારત બોલાવે છે અને યુવકનું ગળું કાપીને હત્યા કરી નાખી. આટલું જ નહીં, મૃતદેહના 17 ટુકડા કરી કોથળા અને બોરીઓમાં ભરીને ડેમમાં ફેંકી દેવામાં આવ્યા હતા. ચાલો જાણીએ હું છે સમગ્ર બાબત

FACEBOOK પરની મિત્રતા પ્રેમમાં ફેરવાઇ

 

 

 

 

 

 

 

 

 

 

 

 

યુવકની લાશના ટુકડા ગોપાલપુર ડેમમાંથી મળી આવ્યા હતા. મૃતકની ઓળખ 26 વર્ષીય મોહમ્મદ વસીમ અંસારી તરીકે થઈ છે, જે ઝારખંડના રાંચીના કાંટાટોલાનો રહેવાસી છે, જે છેલ્લા અઢી વર્ષથી સાઉદી અરેબિયામાં કામ કરતો હતો. સગીર યુવતીનો અહી પહેલા જ પ્રેમી હતો, જેની સાથે તે લીવ ઇનમાં રહેતી અને આ સગીર યુવતીએ તેના આ પ્રેમી સાથે મળીને જ યુવકની હત્યાનો ગુનો આચર્યો હતો.પોલીસે યુવતીના તેના લિવ-ઇન પાર્ટનરની ઓળખ આરોપી રઝા ખાન તરીકે કરી છે, જે બંસ્ટાલ ચૈતમા કોરબા છત્તીસગઢના રહેવાસી છે.

યુવકને સાઉદી અરેબિયાથી બિલાસપુર બોલાવવામાં આવ્યો

સગીર યુવતી અને રઝા ખાન બંને ઓડિશામાંથી પકડાયા છે, જ્યાં તેઓ છુપાયેલા હતા. પૂછપરછ દરમિયાન તેણે પોતાનો ગુનો કબૂલી લીધો છે. તેમની પાસેથી મૃતકની ચેઈન, મોબાઈલ અને 3 લાખ રૂપિયા મળી આવ્યા છે. બંને આરોપીઓએ પૂછપરછ દરમિયાન જણાવ્યું કે કાવતરાના ભાગરૂપે તેઓએ ઓનલાઈન મારફતે ચિકન કાપવા માટે ચાકુ મંગાવ્યો હતો. મોહમ્મદ વસીમ અંસારીને સાઉદી અરેબિયાથી બિલાસપુર બોલાવવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર, ચૈતમા ગામમાં રહેતી 16 વર્ષની યુવતીએ FACEBOOK પર ઝારખંડના વસીમ અંસારી (26) સાથે મિત્રતા કરી હતી.

ગળું કાપી કરી હત્યા, ત્યાર બાદ મૃતકના 17 ટુકડા કર્યા

તેમની આ મિત્રતા સમય જતા પ્રેમમાં બદલાઈ હતી. વસીમ અઢી વર્ષ પહેલા સાઉદી અરેબિયા ગયો હતો અને ત્યાંથી તેની ગર્લફ્રેન્ડ માટે ગિફ્ટ મોકલવા લાગ્યો હતો. યુવતીએ યુવકને ત્યારબાદ લૂંટવા માટે આ સમગ્ર યોજના બનાવી હતી. યુવક જ્યારે ભારત આવ્યો ત્યારે સગીર યુવતી તેને કારમાં પોતાના ઘરે લાવી હતી. જ્યાં તેનો પ્રેમી રઝાક ખાન પહેલેથી જ હાજર હતો. બંનેએ વસીમને માર માર્યો હતો. તેની પાસેથી ચેઈન અને મોબાઈલ ઝૂંટવી લીધો હતો. મોબાઈલનો પાસવર્ડ જાણી તેના ખાતામાં 3 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા. વસીમનું ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી અને તેની લાશના ટુકડા કરી ડેમમાં ફેંકી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ બંને ઓડિશા ભાગી ગયા હતા.આ ઘટના 9મી જુલાઈની રાત્રે અંજામ આપવામાં આવી હતી.

આ પણ વાંચો :  Indian Judicial Code, 2023 (BNS)-ન્યાયિક પ્રણાલીમાં નવી ક્રાંતિ

Tags :
CHATTISHGADHCrime NewsFacebookGujarat FirstMurderSAUDI AREBIA
Next Article