હોસ્પિટલના ચોથા માળે પોલીસની ફિલ્મી સ્ટાઈલમાં Entry, જાણો કારણ
ઋષિકેશ AIIMSમાં દાખલ દર્દીઓમાં એ સમયે હોબાળો મચી ગયો જ્યારે પોલીસનું એક વાહન ફિલ્મી સ્ટાઈલ (Cinematic Style) માં હોસ્પિટલની અંદર (In Hospital) પ્રવેશ્યું હતું. આ ઘટના મંગળવારની છે. તમે જાણીને ચોંકી જશો કે આવું પોલીસ (Police) દ્વારા કેમ કરવામાં આવ્યું હતું. એક છેડતીના આરોપી નર્સિંગ ઓફિસર (Nursing Officer) ને કસ્ટડીમાં લેવા માટે પોલીસ દ્વારા આ કરવામાં આવ્યું હતું. અધિકૃત પોલીસ વાહન (Official Police Vehicle) એઈમ્સના મેડિકલ બિલ્ડિંગ (AIIMS medical building) ના ચોથા માળે પહોંચ્યું હતું એટલું જ નહીં, પણ પાછા ફરતી વખતે ઈમરજન્સી જેવા અત્યંત સંવેદનશીલ વિસ્તાર (highly sensitive emergency area) માંથી આ વાહન પસાર થયું હતું.
આરોપીને પકડવા પોલીસ વાહન સાથે પહોંચી હોસ્પિટલના ચોથા માળે
ઋષિકેશ એઈમ્સ (AIIMS Rishikesh) નો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે પોલીસ દર્દીઓની વચ્ચે કાર લઈને ઈમરજન્સી વોર્ડ (Emergency Ward) માં પ્રવેશી હતી. વાસ્તવમાં અહીં મહિલા ડોક્ટરની છેડતી (molestation of a female doctor) બાદ હોબાળો મચી ગયો હતો. ફરિયાદ મળતા પોલીસ હોસ્પિટલ પહોંચી હતી. આરોપીને પકડવા માટે પોલીસ કાર લઈને હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં દાખલ થઈ હતી. હોસ્પિટલના વોર્ડમાં દર્દીઓની વચ્ચે પોલીસની ગાડી લઈ જવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જણાવી દઇએ કે, પોલીસનું વાહન મેડિકલ બિલ્ડિંગના ચોથા માળે પહોંચ્યું હતું. આશ્ચર્યજનક રીતે, વાહનને બહાર કાઢવાને બદલે, AIIMSના અધિકારીઓ અને તૈનાત સુરક્ષા કર્મચારીઓ ઇમરજન્સીમાં ગંભીર દર્દીઓના સ્ટ્રેચરને હટાવતા જોવા મળ્યા હતા. જેના કારણે ઈમરજન્સીમાં અરાજકતા સર્જાઈ હતી. આ સમગ્ર મામલાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
ડોક્ટરની છેડતીના આરોપીને પકડવા ઋષિકેશ AIIMSના વોર્ડમાંમાં પોલીસ વાન હંકારી | Gujarat First@GujaratFirst @aiimsrishi @mansukhmandviya @MoHFW_INDIA @uttarakhandcops @ukcmo @pushkardhami #Doctor #GujaratFirst #AIIMS #Rushikesh #RushikeshAIIMS #Police #Policevan pic.twitter.com/iX4wQSj6gX
— Gujarat First (@GujaratFirst) May 23, 2024
સમગ્ર ઘટના પર પોલીસે શું કહ્યું?
સમગ્ર ઘટના પર પોલીસનું કહેવું છે કે આરોપી નર્સિંગ ઓફિસર સતીશ કુમાર મૂળ રાજસ્થાનનો છે. તેની સામે સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. આ સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે. ઉત્તરાખંડ મહિલા આયોગના અધ્યક્ષ કુસુમ કંડવાલે પણ આ ઘટના અંગે AIIMS વહીવટીતંત્રને મળ્યા હતા અને આ મામલે તપાસ અને આરોપીઓ સામે કાર્યવાહીની માંગ કરી હતી. ઘટના અંગે પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, 21 મેના રોજ પીડિત ડોક્ટરે કોતવાલી ઋષિકેશમાં લેખિત ફરિયાદ આપી હતી કે 19 મેના રોજ ટ્રોમા ઓટી કોમ્પ્લેક્સ એઈમ્સના નર્સિંગ ઓફિસર સતીશ કુમારે તેને શારીરિક રીતે હેરાન કરી અને ધમકી આપી હતી. ફરિયાદના આધારે તાત્કાલિક ગુનો નોંધી આરોપી સામે કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસની આ કાર્યવાહી પર ઉઠ્યા સવાલ
કહેવામાં આવી રહ્યું છે કે, 21 મેના રોજ મહિલા ડોક્ટરે ફરિયાદ કરી હતી કે આરોપી નર્સિંગ ઓફિસરે ઓપરેશન થિયેટરમાં તેની સાથે છેડતી કરી હતી. જે બાદ AIIMSના ડોક્ટરો આરોપીઓની ધરપકડની માંગ સાથે હડતાળ પર ઉતરી ગયા હતા. આ અંગે કાર્યવાહી કરતા પોલીસ આરોપી સતીશ કુમારની ધરપકડ કરવા AIIMS હોસ્પિટલ પહોંચી ગયા હતા. આરોપી રાજસ્થાનનો રહેવાસી હોવાનું સામે આવી રહ્યું છે. આરોપીએ મહિલા ડોક્ટરને અશ્લીલ SMS પણ મોકલ્યા હતા. જોકે, આરોપીને પકડવા માટે પોલીસે જે રીતે દર્દીઓના જીવ જોખમમાં મુક્યા તેની આકરી ટીકા થઈ રહી છે. સોશિયલ મીડિયા પર પોલીસ પર સવાલો ઉભા થઈ રહ્યા છે.
આ પણ વાંચો - Uttarakhand Cloudburst: પૌરી અને ઉત્તરકાશીમાં ચોમાસાની ઋતુ પહેલા વાદળ ફાટ્યું, લોકો ત્રાહિમામ પોકરી ઉઢ્યા
આ પણ વાંચો - Delhi : ગૃહ મંત્રાલયને નોર્થ બ્લોકમાં બોમ્બની ધમકીનો મેલ મળ્યો, સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર…