UP માં 5 વર્ષ પછી વીજળીના બિલમાં વધારો, 3.45 કરોડ ગ્રાહકોને થશે અસર
- UP માં વીજળીના બિલમાં 1.24 ટકાનો વધારો
- યુપીના 3.45 કરોડ ગ્રાહકો માટે વીજળી મોંઘી થઈ
- આ વધારો 'ફ્યુઅલ ચાર્જ'ના નામે કરવામાં આવ્યો
UP Electricity rates increases: ઉત્તર પ્રદેશમાં હવે દર મહિને વીજળીનું બિલ કેટલું વધશે, તે એ વાત પર નક્કી કરવામાં આવશે કે તે મહિને વીજળી કંપનીઓએ કેટલું મોંઘુ ઇંધણ ખરીદ્યુ. રાજ્યમાં લગભગ 3.45 કરોડ ગ્રાહકો છે.
વીજળીના બિલમાં 1.24 ટકાનો વધારો
ઉત્તર પ્રદેશમાં પાંચ વર્ષ પછી વીજળીના બિલમાં વધારો થયો છે. ઉત્તર પ્રદેશ પાવર કોર્પોરેશન લિમિટેડે એપ્રિલ મહિનાથી વીજળીના દરમાં 1.24 ટકાનો વધારો કર્યો છે. આ વધારો 'ફ્યુઅલ ચાર્જ'ના નામે કરવામાં આવ્યો છે. હવે ગ્રાહકોએ દર મહિને વધેલા બિલની ચૂકવણી કરવી પડશે. હવે યુપીના 3.45 કરોડ ગ્રાહકો માટે વીજળી થોડી મોંઘી થઈ ગઈ છે.
આ પણ વાંચો : Supreme Court: મુર્શિદાબાદ હિંસા પર આજે સુનાવણી, બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ
ઇંધણના ભાવ અનુસાર સરચાર્જ વસૂલાશે
જાન્યુઆરી મહિના માટેનો ફ્યુઅલ અને પાવર પરચેઝ એડજસ્ટમેન્ટ સરચાર્જ, એટલે કે FPPAS હવે એપ્રિલના બિલમાં ઉમેરવામાં આવશે. યુપી પાવર કોર્પોરેશનને જાન્યુઆરીમાં રૂ. 78.99 કરોડની વસૂલાત કરવાની છે અને તેનો બોજ ગ્રાહકો પર નાખવામાં આવ્યો છે. વીજ કંપનીઓ કહી રહી છે કે આ વધારો નિયમનકારી આયોગની નવી નીતિ હેઠળ કરવામાં આવ્યો છે, જ્યાં ઇંધણના ભાવ અનુસાર દર મહિને સરચાર્જ વસૂલવામાં આવશે.
સરચાર્જ ફી 2029 સુધી વસૂલવામાં આવશે
બહુવાર્ષિક ટેરિફ વિતરણ નિયમન 2025 (મલ્ટી યર ટેરિફ રેગ્યુલેશન) માં સુધારો કરવામાં આવ્યો છે. આ અંતર્ગત, માસિક ફ્યુઅલ અને પાવર પરચેઝ એડજસ્ટમેન્ટ સરચાર્જ (FPPAS) એટલે કે ફ્યુઅલ સરચાર્જ ફી વર્ષ 2029 સુધી વસૂલવામાં આવશે.
આ પણ વાંચો : SC Vs Parliament: બંધારણમાં સર્વોચ્ચ કોણ, સુપ્રીમ કોર્ટ કે સંસદ? નિશિકાંતના નિવેદન પર રાજકારણ ગરમાયું