Election 2024: PM આજે બિહારના પ્રવાસે, ચૂંટણી પ્રચારની કરશે શરૂઆત
Election 2024: 2024ની લોકસભા ચૂંટણી માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહારમાં ચૂંટણી પ્રચારની શરૂઆત કરી શકે છે. ન્યૂઝ એજન્સી ANI એ ભાજપના સુત્રો દ્વારા જણાવ્યું કે, 13 જાન્યુઆરી એટલે કે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચંપારણના બેતિયામાં રેલી કરશે. તેઓ રમન મેદાનમાં જનસભાને સંબોધિત પણ કરશે. ત્યાર બાદ તેઓ ઝારખંડના ધનબાગમાં પણ જઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી 2024ની લોકસભાની ચૂંટણીને લઈને આ વિવિધ રાજ્યોના પ્રવાસ કરી રહ્યાં છે. આ પહેલા પણ તેઓ વાઈબ્રન્ટ ગુજરાત માટે ગુજરાતના પ્રવાસે આવ્યા હતા.
આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી રહેશે હાજર
પાર્ટીના સુત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી આજે બિહારમાં વિવિધ માર્ગો અને કેન્દ્રીય યોજનાઓનું ઉદ્ધાટન અને શિલાન્યાસ કરી શકે છે. 2014ની લોકસભાની ચૂંટણી પછી પહેલી વખત એવું બનશે કે ભાજપ પોતાના સૌથી જૂની સાથી અને સહયોગી JDU ના સહયોગ વિના ચૂંટણી લડવા માટે મેદાનમાં ઉતરશે. Election 2024ની ચૂંટણી માટે ભાજપના તમામ સિનિયર નેતાઓ પ્રચાર માટે તૈયાર થઈ ગયા છે. ભાજપ ચૂંટણીના પ્રચાર માટે અત્યારથી જ એક્ટિવ થઈ ગયું છે.
જેપી નડ્ડા અને ગૃહમંત્રી અમિત શાહ રેલીઓ કરશે
ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી આ કાર્યક્રમ બાદ પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા અને ગૃહમંત્રી અમિત શાહ પણ જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં આ અભિયાનમાં જોડાશે. મળતી વિગતો પ્રમાણે ફેબ્રુઆરીમાં સીતામઢી, મધેપુરા અને નાલંદામાં જનસભાઓને સંબોધિત કરવાના છે. આ સાથે જેપી નડ્ડા બિહારના સીમાંચલ અને પૂર્વીય વિસ્તારોમાં રેલીઓ કરી 2024ની લોકસભા ચૂંટણી માટે પ્રચાર કરવાના છે.
આ પણ વાંચો: પ્રાણ પ્રતિષ્ઠામાં આવનાર મહેમાનોને આ ભેટ આપવામાં આવશે
ભાજપ કેટલી સીટો પરથી ચૂંટણી લડશે
ભાજપે 2019માં 303 સીટો ભારે બહુમતીથી જીતીને પોતાને નામ કરી હતી. જેથી આ વખતે ભાજપ તેનીથી પણ વધારે સીટો પર જીત મેળવવાનું લક્ષ રાખી રહી છે. આથી આ વખતે Election 2024માં ભાજપ વધારેમાં વધારે સીટો પરથી ચૂંટણી લડવાનું વિચારી રહી છે. ઉલ્લેખનિય છે કે, ભાજપે 2019માં લોકસભાની ચૂંટણીમાં 437 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા જે આંકડો આ વખતે વધી શકે છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ