Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Eid-ul-Fitr 2025: ઈદનો ચાંદ દેખાયો...આવતીકાલે ભારતમાં ઉજવાશે ઈદ-ઉલ-ફિત્ર

ઈદગાહ ઈમામ મરકઝી ચાંદ કમિટી અનુસાર આજે ઈદનો ચાંદ દેખાયો છે અને ભારતમાં આવતીકાલે 31 માર્ચે ઈદ-ઉલ-ફિત્ર ઉજવવામાં આવશે.
eid ul fitr 2025  ઈદનો ચાંદ દેખાયો   આવતીકાલે ભારતમાં ઉજવાશે ઈદ ઉલ ફિત્ર
Advertisement
  • ઈદગાહ ઈમામ મરકઝી ચાંદ કમિટી અનુસાર આજે ઈદનો ચાંદ દેખાયો છે
  • ભારતમાં આવતીકાલે 31 માર્ચે ઈદ-ઉલ-ફિત્ર ઉજવવામાં આવશે
  • સાઉદી અરેબિયામાં રમઝાનની શરૂઆત ભારત કરતાં એક દિવસ પહેલા થઈ હતી

Ahmedabad: ભારતમાં આજે ઈદનો ચંદ્ર દેખાયો હતો. જેના પગલે ચાંદ કમિટી દ્વારા આવતીકાલે ઈદ હોવાની જાહેરાત કરી છે. જેથી સમગ્ર દેશમાં આવતીકાલે ઈદની ઉજવણી કરવામાં આવશે.

સાઉદી અરેબિયામાં રમઝાનની શરૂઆત ભારત કરતાં એક દિવસ અગાઉ

ઉલ્લેખનીય છે કે સાઉદી અરેબિયામાં રમઝાનની શરૂઆત ભારત કરતાં એક દિવસ પહેલા થઈ હતી. આ જ કારણ છે કે ભારતમાં ઈદનો તહેવાર સાઉદી અરેબિયાના એક દિવસ પછી એટલે કે 31 માર્ચે ઉજવવામાં આવશે. દર વખતે, સાઉદી અરેબિયામાં ઈદનો ચાંદ ભારત કરતા એક દિવસ પહેલા દેખાય છે. જોકે, ઈદ ક્યારે ઉજવાશે તે સંપૂર્ણપણે ચાંદનાં દીદાર પર આધાર રાખે છે.

Advertisement

આ પણ વાંચોઃ  Eid-Ul-Fitr 2025: સાઉદી અરબમાં ઈદનો ચાંદ દેખાયો, ભારતમાં ક્યારે કરાશે ઈદની ઉજવણી

Advertisement

કતારમાં પણ શનિવારે સાંજે ચાંદ દેખાયો હતો

અવકાફ અને ઈસ્લામિક બાબતોની સમિતિએ પણ શનિવારે સાંજે ઈદનો ચાંદ દેખાયાની જાહેરાત કરી હતી. કતારમાં પણ શનિવારે સાંજે ચાંદ દેખાયાની પુષ્ટિ થઈ હતી, જેના કારણે રવિવારને ઈદ જાહેર કરવામાં આવી હતી. આ ઉપરાંત સંયુક્ત આરબ અમીરાતની ચાંદ સમિતિએ પણ રવિવારને ઈદનો પહેલો દિવસ જાહેર કર્યો છે.

શવ્વાલની પહેલી તારીખે ઈદની ઉજવણી

રમઝાન મહિનાના અંત પછી દસમા મહિના શવ્વાલની પહેલી તારીખે ઈદ ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો એકબીજાને ઈદ મુબારકની શુભેચ્છા પાઠવે છે, ઈદગાહમાં નમાજ અદા કરવામાં આવે છે અને મીઠી સેવૈયાં સાથે વિવિધ પ્રકારની વાનગીઓ તૈયાર કરવામાં આવે છે. ઈદ-ઉલ-ફિત્રના કારણે દેશભરના બજારોમાં ધમાલ મચી ગઈ છે. લોકો બેકરી, કન્ફેક્શનરી, રેડીમેડ ગાર્મેન્ટ અને ક્રોકરીની દુકાનોમાં જોરશોરથી ખરીદી કરી રહ્યા છે. વેપારીઓ કહે છે કે બેકરીની દુકાનો પર ખરીદદારોની લાંબી કતારો જોવા મળે છે.

વડીલો નાના બાળકોને આપે છે ઈદી

ઈદના દિવસે, એક મહિના સુધી ઉપવાસ કર્યા પછી, લોકો આખો દિવસ ખાવા-પીવાનું શરૂ કરે છે, મસ્જિદોમાં ખાસ નમાઝ અદા કરવામાં આવે છે, વડીલો નાના બાળકોને ઈદી આપે છે અને લોકો એકબીજાના ઘરે જાય છે. દિલ્હી-મુંબઈ સહિત દેશના ઘણા રાજ્યોમાં ઈદ-ઉલ-ફિત્રના તહેવારની શાંતિપૂર્ણ ઉજવણી થાય તે માટે વહીવટીતંત્રે કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે.

ઈદના તહેવારથી બજારમાં રોનક

ઈદનો તહેવાર નજીક આવતાં બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. વિવિધ દુકાનોમાં દુકાનોમાં ખરીદદારોની ભીડ ઉમટી પડી છે. જેને કારણે બજારો ધમધમી ઉઠ્યા છે. રમઝાનના છેલ્લા દિવસોને ધ્યાનમાં રાખીને પોલીસ અને વહીવટીતંત્રે લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે બજારો અને ધાર્મિક સ્થળો પર કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે.

આ પણ વાંચોઃ  Bangkok Earthquake: થાઈલેન્ડની 33 માળની ઈમારત ધરાશાયી થતા જ ઉતરી ગયું ચીનનું અભિમાન

Tags :
Advertisement

.

×