Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Most Educated CM: જાણો... ભાજપે નક્કી કરેલા 3 નવા CMની શૈક્ષણિક લાયકાત, કોણ છે સૌથી વધુ શિક્ષિત ?

  બીજેપીએ મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનના સીએમના નામની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા છે. છત્તીસગઢમાં વિષ્ણુદેવ સાંઈ સીએમ, મધ્યપ્રદેશમાં ડો.મોહન યાદવને મુખ્યમંત્રીનો તાજ મળ્યો છે. ત્યારે રાજસ્થાનના સીએમ પદ પર કોણ નિયુક્ત થશે, તેને લઈને દેશમાં અને તમામ મીડિયા કર્મીઓમાં...
most educated cm  જાણો    ભાજપે નક્કી કરેલા 3 નવા cmની શૈક્ષણિક લાયકાત  કોણ છે સૌથી વધુ શિક્ષિત

Advertisement

બીજેપીએ મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનના સીએમના નામની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા છે. છત્તીસગઢમાં વિષ્ણુદેવ સાંઈ સીએમ, મધ્યપ્રદેશમાં ડો.મોહન યાદવને મુખ્યમંત્રીનો તાજ મળ્યો છે. ત્યારે રાજસ્થાનના સીએમ પદ પર કોણ નિયુક્ત થશે, તેને લઈને દેશમાં અને તમામ મીડિયા કર્મીઓમાં ભારે મથામણ ચાલતી હતી. ત્યારે બીજેપીએ રાજસ્થાનના સીએમ ભજનલાલ શર્માને પસંદ કર્યા છે. આ 3 રાજ્યના સીએમ પહેલી વાર દેશ સહિત મીડિયામાંની નજરમાં આવ્યા છે. કારણ કે આ તમામ 3 લોકો સીએમ બનશે એ વાતની કોઈને થોડીક પણ ખબર ન હતી.

રાજસ્થાનના સીએમની શૈક્ષણિક લાયકાત  

Advertisement

રાજસ્થાનના નવા સીએમ ભજનલાલ શર્માના શિક્ષણ વિશે વાત કરતા ચૂંટણી પંચને આપેલા એફિડેવિટમાં તેમણે પોતાનું શિક્ષણ પોસ્ટ ગ્રેજ્યુએશન ગણાવ્યું છે.

મધ્યપ્રદેશના સીએમની શૈક્ષણિક લાયકાત

Advertisement

આ નવા 3 ત્રણ સીએમમાંથી મધ્યપ્રદેશનાં સિએમ ડૉ. મોહન યાદવ સૌથી વધુ શિક્ષિત છે. તેની પાસે માત્ર એક નહીં પણ અનેક ડિગ્રીઓ છે. શાળાનું શિક્ષણ પૂર્ણ કર્યા બાદ તેમણે માધવ સાયન્સ કોલેજમાંથી બીએસસીની ડિગ્રી લીધી. આ પછી તેણે એલએલબી અને એમએ (રાજકીય વિજ્ઞાન) અને એમબીએનો અભ્યાસ પૂર્ણ કર્યો. એટલું જ નહીં મોહન યાદવે PHDની ડિગ્રી પણ લીધી છે. આ જ કારણ છે કે તેમને મધ્યપ્રદેશની શિવરાજ સિંહ ચૌહાણ સરકારમાં ઉચ્ચ શિક્ષણ મંત્રીનો હવાલો આપવામાં આવ્યો હતો.

છત્તીસગઢના સીએમની શૈક્ષણિક લાયકાત 

વિષ્ણુદેવ સાંઈ ભાજપના વરિષ્ઠ નેતા છે. તેઓ આદિવાસી સમાજમાંથી આવે છે. એક અહેવાલ અનુસાર વિષ્ણુદેવ સાંઈએ માત્ર 12 ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે. તેમના શાળા શિક્ષણ વિશે વાત કરીએ તો.. તેમણે લોયોલા હાયર સેકન્ડરી સ્કૂલ, જસપુર કુંકુરીમાંથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે.

આ પણ વાંચો: ભજનલાલ…અમિત શાહના નીકટ અને સંગઠનના વફાદાર

Tags :
Advertisement

.