Bhupesh Baghel ના ઘરે EDની રેડ, મોટી માત્રામાં મળી રોકડ !
- ભૂપેશ બઘેલના ઘરમાંથી EDએ મોટી માત્રામાં રોકડ રકમ જપ્ત
- ગણતરી માટે મશીનો લાવવામાં આવ્યા છે.
- બઘેલના પુત્ર ચૈતન્ય સંબંધિત પુરાવા મળ્યા
Ed Raid Bhupesh Baghel House: છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના નિવાસસ્થાનેથી (Bhupesh Baghel House)મોટી રકમ રોકડ મળી આવ્યાના આરોપો વચ્ચે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ એક મોટું પગલું ભર્યું છે. EDના અધિકારીઓ રોકડ ગણતરી માટે બે રોકડ ગણતરી મશીન લાવ્યા છે. EDએ ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્ય બઘેલ સાથે જોડાયેલા એક પરિસરમાંથી કેટલાક ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ અને દસ્તાવેજો પણ જપ્ત કર્યા છે.
ચૈતન્ય બઘેલને ટૂંક સમયમાં પૂછપરછ કરાશે
મળી માહિતી અનુસાર ચૈતન્ય બઘેલને ટૂંક સમયમાં પૂછપરછ માટે બોલાવવામાં આવશે. એવી શક્યતા છે કે પૂછપરછનો પહેલો રાઉન્ડ આજે જ શરૂ થઈ શકે છે. EDના દરોડા અને કાર્યવાહી ચૈતન્ય બઘેલ વિરુદ્ધ મળેલા પુરાવાના આધારે કરવામાં આવી છે. જેમાં 2100 કરોડ રૂપિયાના દારૂ કૌભાંડમાં મુખ્ય ખેલાડીઓમાંના એક તરીકે તેનું નામ સામેલ છે.
ચૈતન્ય બઘેલના પરિસર સહિત 14 અન્ય સ્થળોએ ED નાદરોડા
છત્તીસગઢ દારૂ કૌભાંડની તપાસ ઝડપી બનાવવા માટે, ED એ આજે રાજ્યમાં ચૈતન્ય બઘેલના પરિસર સહિત 14 અન્ય સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી 2019 થી 2022 દરમિયાન રાજ્યમાં થયેલા લગભગ 2,161 કરોડ રૂપિયાના કૌભાંડ સાથે સંબંધિત છે. તપાસ દરમિયાન, મીડિયા રિપોર્ટ્સમાં EDના સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે, અમને કેટલાક પુરાવા મળ્યા છે જે ચૈતન્ય બઘેલ સાથે જોડાયેલા છે. અમે હાલના પુરાવાના આધારે આ દરોડા પાડી રહ્યા છીએ.આજે સવારે ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્ય બઘેલ પર EDએ દરોડા પાડવાનું શરૂ કર્યું. આ સમય દરમિયાન, વિસ્તારમાં મોટી સંખ્યામાં સુરક્ષા દળો પણ તૈનાત કરવામાં આવ્યા છે. તેમના સમર્થકો દ્વારા વિરોધ પણ થઈ રહ્યો છે. સમર્થકો સ્થળ પર સૂત્રોચ્ચાર પણ કરી રહ્યા છે.
ભૂપેશ બઘેલે તેમના સમર્થકોનો આભાર માન્યો
છત્તીસગઢના ભૂતપૂર્વ સીએમ ભૂપેશ બઘેલ દુર્ગ સ્થિત તેમના નિવાસસ્થાન પર EDના દરોડા પછી તેમના સમર્થકોને સંબોધિત કરી રહ્યા છે. તેમણે કહ્યું કે આ સંકટની ઘડીમાં તમારે મજબૂતીથી ઊભા રહેવું જોઈએ. હું હાથ જોડીને તમારો આભાર વ્યક્ત કરું છું. EDની તપાસ પર ભૂપેશ બઘેલે કહ્યું કે કોઈમાં મને સ્પર્શ કરવાની હિંમત નથી.