Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સોનિયા-રાહુલને ED નો મોટો ઝાટકો, યંગ ઈન્ડિયાની 751 કરોડની સંપત્તિ જપ્ત

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL)ની કરોડો રૂપિયાની સંપત્તિને અસ્થાયી રીતે કુર્ક કરવાનો આદેશ જાહેર કર્યો છે. આ એક્શન મની લોન્ડ્રિંગ મામલે ED દ્વારા લેવાયા છે. જે હેઠળ 751.9 કરોડ રૂપિયાની સંપત્તિને ટાંચમાં લીધી છે. જણાવી દઈએ કે, એજન્સી...
સોનિયા રાહુલને ed નો મોટો ઝાટકો  યંગ ઈન્ડિયાની 751 કરોડની સંપત્તિ જપ્ત

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL)ની કરોડો રૂપિયાની સંપત્તિને અસ્થાયી રીતે કુર્ક કરવાનો આદેશ જાહેર કર્યો છે. આ એક્શન મની લોન્ડ્રિંગ મામલે ED દ્વારા લેવાયા છે. જે હેઠળ 751.9 કરોડ રૂપિયાની સંપત્તિને ટાંચમાં લીધી છે.

Advertisement

જણાવી દઈએ કે, એજન્સી આ મામલે પહેલા પણ સોનિયા અને રાહુલ ગાંધીની પૂછપરછ કરી ચૂકી છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ કહ્યું કે, જપ્ત કરાયેલી સંપત્તિમાં AJLની દિલ્હી, મુંબઈ અને લખનઉં સહિત કેટલીક જગ્યાઓ પર પ્રોપર્ટી છે. જેની કુલ કિંમત 661.69 કરોડ રૂપિયા છે. EDએ જણાવ્યું કે, યંગ ઈન્ડિયાની પ્રોપર્ટીની કિંમત 90.21 કરોડ રૂપિયા છે.

Advertisement

કોંગ્રેસે શું કહ્યું?
EDની આ કાર્યવાહી પર કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, EDએ AJL સંપત્તિઓની ટાંચમાં લેવાના સમાચાર રાજ્યોમાં ચાલી રહેલી ચૂંટણીઓમાં નિશ્ચિત હારથી ધ્યાન હટાવવાની તેમની હતાશાને જુએ છે. તેમણે વધુમાં કહ્યું કે, ભાજપના ગઠબંધનની સહયોગી CBI, ED અને IT તેમની (ભાજપ) હારને ચૂંટણીઓમાં નહીં રોકી શકે.

EDએ 26 જૂન, 2014ના આદેશ અંતર્ગત એક ખાનગી ફરિયાદના સંજ્ઞાન લીધા બાદ દિલ્હીની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટ દ્વારા જાહેર પ્રક્રિયાના આધારે મની લોન્ડ્રિંગની તપાસ શરુ કરી હતી. આ દરમિયાન કોર્ટે માન્યું કે યંગ ઈન્ડિયા સહિત સાત આરોપીઓએ પ્રથમ દ્રષ્ટીએ IPCની કલમ 406 અંતર્ગત ગુનાકિય વિશ્વાસઘાત, IPCની કલમ 403 અંતર્ગત સંપત્તિ અને કલમ 120બી અંતર્ગત ગુનાકિય ષડયંત્ર, IPCની ધારા 420 અંતર્ગત છેતરપિંડી અને અપ્રમાણિકતાથી સંપત્તિની ડિલીવરી માટે પ્રેરિત કરવા, અપ્રમાણિકતાથી સંપત્તિનો દુરુપયોગ કરવાના ગુના છે.

Advertisement

કોંગ્રેસના નેતાએ આ પગલાંને ચૂંટણી પ્રેરિત ગણાવ્યું
EDના આ એક્શન પર કોંગ્રેસના નેતાએ ભાજપ પર નિશાન સાધ્યું છે. અભિષેક મનુ સિંઘવીએ એક્સ પર લખ્યું, ED દ્વારા AJL સંપત્તિઓને ટાંચમાં લેવાના સમાચારા પ્રત્યેક રાજ્યમાં ચાલી રહેલી ચૂંટણીમાં નિશ્ચિત હારથી ધ્યાન ભટકાવવાની તેમની હતાશા દર્શાવે છે. PMLA કાર્યવાહી માત્ર કોઈ અનુમાન કે પરિણામસ્વરુપ હોય શકે છે. કોઈ પણ અચલ સંપત્તિનું કોઈ ટ્રાંસફર નથી. પૈસાની કોઈ લેવડદેવડ નથી થઈ રહી. ગુના માટે કોઈ સ્ત્રોત નથી. હકિકતમાં એવા કોઈ ફરિયાદકર્તા નથી જેઓ એવો દાવો કરે છે કે તેમણે દગો આપવામાં આવ્યો છે. એક પણ નહીં.

તેમણે વધુમાં લખ્યું, આ ચૂંટણી વચ્ચે ધ્યાન ભટકાવવા માટે ભાજપ દ્વારા અને તેમના માટે છળ, જૂઠાણું અને જૂઠાણાંની પૂર્વનિર્મિત સંરચના છે. ભાજપના કોઈ પણ ગઠબંધન સહયોગી, CBI, ED કે IT ભાજપની નિશ્ચિત હારને રોકી નહીં શકે.

આ  પણ  વાંચો -કોંગ્રેસની વિદાય નક્કી,ભ્રષ્ટાચારને લઇને કરૌલીમાં ગરજ્યા PM MODI

Tags :
Advertisement

.