Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ED Attacked: ED પર દેશમાં રાજકારણ ગરમાયું, કોંગ્રસનું ED ને સમર્થન

ED Attacked: બંગાળમાં ED  ની ટીમ પર હુમલો (ED Attacked) કરવામાં આવ્યો હતો. આ ધટના ત્યારે બની હતી, જ્યારે ED  ની ટીમ બંગાળમાં રાશન કૌભાંડ મામલે અમુક સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ હુમલામાં ધણા ખરા અધિકારીઓ પણ ઘાયલ...
ed attacked  ed પર દેશમાં રાજકારણ ગરમાયું  કોંગ્રસનું ed ને સમર્થન
Advertisement

ED Attacked: બંગાળમાં ED  ની ટીમ પર હુમલો (ED Attacked) કરવામાં આવ્યો હતો. આ ધટના ત્યારે બની હતી, જ્યારે ED  ની ટીમ બંગાળમાં રાશન કૌભાંડ મામલે અમુક સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ હુમલામાં ધણા ખરા અધિકારીઓ પણ ઘાયલ થયાં હતા.

Advertisement

ત્યારે BJP ED ટીમ પર હુમલાની નિંદા કરી છે અને મમતા સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા છે. બંગાળ BJP ના અધ્યક્ષ સુકાંત મજુમદારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પણ આ ઘટનાની તપાસ કરવા માટે પત્ર લખ્યો હતો. તે ઉપરાંત BJP અધ્યક્ષ સુકાંતે હુમલાની એનઆઈ તપાસની માંગ કરી છે.

Advertisement

ED Attacked

ED Attacked

Advertisement

Congress દ્વારા પણ કટાક્ષ કરવામાં આવ્યા

બીજી તરફ આ હુમલા બાદ Congress એ પણ મમતા સરકાર પર ધારદાર પ્રહારો કર્યા છે. Congress ના પ્રદેશ અધ્યક્ષ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે આજે જે રીતે સત્તાધારી પક્ષના ગુંડાઓએ ED અધિકારીઓ પર હુમલો કર્યો તે સ્પષ્ટ છે કે કોઈ દિવસ ED અધિકારીઓની પણ હત્યા થઈ શકે છે.

NIA તપાસની માંગ

બીજેપી નેતા સુકાંત મજુમદારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને કહ્યું કે Bengal માં કાયદો અને વ્યવસ્થાનું કડકપણે પાલન થઈ રહ્યું નથી. આ બાબત ત્યારે સામે આવી છે, જ્યારે ED અધિકારીઓની તપાસમાં અડચણરૂપ બનીને તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. તેના કારણે એ સાબિત થાય છે કે Bengal માં સરકારી અધિકારીઓને નિશાને બનાવવામાં આવી રહ્યા છે. તે ઉપરાંત આ ઘટનાની તપાસ NIA દ્વારા તપાસ થવી જોઈએ.

રાજ્યપાલે મમતા સરકારને ચેતવણી આપી

પશ્ચિમ બંગાળના ગવર્નર સીવી આનંદ બોઝે પણ આ ઘટના પર નિવેદન આપ્યું છે. તેને એક નિંદનીય ઘટના ગણાવતા તેમણે કહ્યું કે આ બાબત ચિંતાજનક અને નિંદનીય છે. રાજ્યપાલે કહ્યું કે લોકશાહીમાં સરકારની ફરજ છે કે તે બર્બરતાને અટકાવે અને જો સરકાર તેની મૂળભૂત ફરજમાં નિષ્ફળ જશે તો બંધારણ દ્વારા નિરાકરણનો માર્ગ શોધવામાં આવશે.

આ પણ વાંચો:

Tags :
Advertisement
×

Live Tv

Trending News

.

×