Drishti 10 Starliner: ઈઝરાયેલના ડ્રોનને માત આપે તેવું, ભારત પાસે ડ્રોન
Drishti 10 Starliner: Indian Navy ના એડમિરલ આર હરિ કુમારે હૈદરાબાદમાં સ્વદેશી દૃષ્ટિ 10 સ્ટારલાઇનર Drone નું અનાવરણ કર્યું હતું. આ UAV નેવીમાં સામેલ કરવામાં આવ્યું હતું. દ્રષ્ટિ 10 સ્ટારલાઇનર Drone અત્યાધુનિક UAV ટેક્નોલોજી, યુદ્ધ સાબિત અને સ્વદેશી અદ્યતન એરિયલ ટેક્નોલોજીથી સજ્જ છે.
#WATCH | Indian Navy chief Admiral R Hari Kumar unveils the Drishti 10 Starliner drones manufactured by Adani Defence in Hyderabad.
The firm said the drone is an advanced Intelligence, Surveillance and Reconnaissance (ISR) platform with 36 hours of endurance, 450 kgs payload… pic.twitter.com/tfdSYImRuX
— ANI (@ANI) January 10, 2024
આ Drone 36 કલાકની કાર્ય કરવાની શક્તિ ધરાવે છે. દ્રષ્ટિ 10 સ્ટારલાઇનર Drone 450 કિગ્રા પેલોડ ક્ષમતા સાથે અદ્યતન ઇન્ટેલિજન્સ અને સર્વેલન્સ (ISR) પ્લેટફોર્મ છે. તે એકમાત્ર લશ્કરી Drone છે જે તમામ હવામાન પરિસ્થિતિઓમાં બંને એરફિલ્ડમાં ઉડી શકે છે.
દૃષ્ટિ 10 સ્ટારલાઇનર Drone નો ઉપયોગ નેવલ મેરીટાઇમ ઓપરેશન્સમાં કરવામાં આવશે અને UAV હૈદરાબાદથી પોરબંદર જશે. સ્વદેશી UAV દૃષ્ટિ-10 સ્ટારલાઇનર, ભારતમાં સંપૂર્ણ રીતે વિકસિત, નેવીને સોંપવામાં આવ્યું છે. તે પ્રથમ સ્વદેશી નિર્મિત UAV દૃષ્ટિ-10 સ્ટારલાઇનર છે. મેક ઈન ઈન્ડિયા અંતર્ગત હૈદરાબાદમાં હર્મેસ સ્ટારલાઈનર Drone નું નિર્માણ કરવામાં આવ્યું છે.
અદાણી ગ્રુપે સ્વદેશી ટેક્નોલોજીનું Drone બનાવ્યું છે
એડમિરલ આર હરિ કુમારે જણાવ્યું હતું કે, "ભારતની ISR ટેક્નોલોજી અને મેરીટાઇમનું આ એક પરિવર્તનકારી પગલું છે. Drone ની જાળવણી અને સ્થિરતામાં પણ સ્થાનિક ક્ષમતાઓના મહત્વ પર ભાર મૂક્યો હતો."
Drishti 10 Starliner: અદાણી ગ્રુપની કંપનીએ ભારતીય નૌકાદળ માટે સ્વદેશી ટેક્નોલોજી સાથેનું આ અદ્યતન Drone બનાવ્યું છે. આ Drone નૌકાદળના કાફલામાં સામેલ થયા બાદ ભારતીય સેનાની તાકાત વધુ વધશે.
ઇઝરાયેલ અને અમેરિકાના Drone કરતાં વધુ તાકતર દૃષ્ટિ-10
અદાણી ગ્રુપને ગત વર્ષે, Defance Expo દરમિયાન, Indian Army, Inian Air Force અને Indian Navy માટે દ્રષ્ટિ-10 UAV બનાવવાની ઓફર કરવામાં આવી હતી. અરબી સમુદ્રમાં તાજેતરના પડકારોને ધ્યાનમાં રાખીને આ Drone સૌપ્રથમ નૌકાદળને સોંપવામાં આવ્યું છે. નેવી હાલમાં આવા બે Drone લેશે.
આ Drone, ઇઝરાયેલના હેરોન Drone અને અમેરિકાના પ્રિડેટર ડ્રોન્સની જેમ, એક મીડિયમ એલ્ટિટ્યુડ લોંગ એન્ડ્યુરન્સ (MALE-MALE) સિસ્ટમ છે. જે 36 કલાક સુધી નોન-સ્ટોપ ઉડી શકે છે. હર્મેસ ઓલ-વેધર Drone છે જે લગભગ 30 હજાર ફૂટની ઊંચાઈએ ઉડે છે. આ Drone 450 કિલોગ્રામ સુધીના પેલોડને ઉપાડી શકે છે.
આ પણ વાંચો: