Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Doctor Murder Case : સંજય રોય બાદ સંદીપ ઘોષ અને SHO ની પણ ધરપકડ

કોલકાતા દુષ્કર્મ-હત્યા કેસમાં CBIની મોટી કાર્યવાહી પ્રિન્સિપાલ સંદીપ ઘોષ અને SHO મંડલ પર ગંભીર આક્ષેપ RG Kar મેડિકલ કૉલેજના પૂર્વ પ્રિન્સિપાલની ફરી ધરપકડ કોલકાતામાં થયેલા ડૉક્ટર સાથેના દુષ્કર્મ અને હત્યા કેસમાં, શનિવારે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ વધુ...
11:36 PM Sep 14, 2024 IST | Hardik Shah
Sandeep Ghosh and SHO are arrested by CBI

કોલકાતામાં થયેલા ડૉક્ટર સાથેના દુષ્કર્મ અને હત્યા કેસમાં, શનિવારે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે. RG Kar Medical College ના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ (Sandeep Ghosh) અને તાલા પોલીસ સ્ટેશનના SHO અભિજીત મંડલની ધરપકડ કરવામાં આવી છે. CBI એ જણાવ્યું કે FIR નોંધવામાં થયેલા વિલંબ અને કેસ સંબંધિત પુરાવા ગાયબ થવાના મુદ્દે આ બંનેની ધરપકડ કરાઈ છે.

ફરી એકવાર CBI એ સંદીપ ઘોષની ધરપકડ કરી

ઉલ્લેખનીય છે કે, પૂર્વ આચાર્ય સંદીપ ઘોષ અગાઉ નાણાકીય ગેરરીતિના કેસમાં પણ ફસાયેલા છે. આ મામલામાં તેમની અગાઉ ધરપકડ પણ કરવામાં આવી હતી, અને હાલમાં તે 23 સપ્ટેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં છે. ધરપકડ કરાયેલા SHO અભિજીત મંડલ પર આરોપ છે કે તેમણે FIR નોંધવામાં વિલંબ કર્યો હતો અને પુરાવાઓને અવ્યવસ્થિત રીતે હેન્ડલ કર્યા હતા, જે કારણોસર તપાસમાં અડચણ આવી. CBI આ મામલાની વધુ તપાસ કરી રહી છે, અને નવા પુરાવાઓ મળવાની પૂરી સંભાવના છે. 26 ઓગસ્ટના રોજ CBI એ RG kar Medical College માં તાલીમાર્થી ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાના કેસમાં પૂર્વ પ્રિન્સિપાલનો પોલીગ્રાફ ટેસ્ટ કરાવ્યો હતો. હવે ફરી એકવાર CBI એ સંદીપ ઘોષની ધરપકડ કરી છે. કોલકાતા હાઈકોર્ટ દ્વારા CBI ને આ કેસમાં તપાસ રિપોર્ટમાં થયેલી પ્રગતિ સમજાવવા માટે 3 અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો હતો. આ સમયમર્યાદા 17 સપ્ટેમ્બરે પૂરી થશે.

પ્રિન્સિપાલે પુરાવા સાથે ચેડા કર્યા- BJP

આ પહેલા RG kar Medical College & Hospital ના સેમિનાર હોલમાં 9 ઓગસ્ટે 31 વર્ષીય ડોક્ટરનો મૃતદેહ મળ્યો હતો. મૃતદેહની હાલત જોઈને કહી શકાય કે કંઈક અજુગતું બન્યું છે. બાદમાં કરાયેલા ટેસ્ટમાં જાણવા મળ્યું હતું કે હત્યા કરતા પહેલા તેણી પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યો હતો. આ પછી સમગ્ર દેશમાં આ ઘટનાને લઈને લોકોનો ગુસ્સો જોવા મળ્યો હતો. કોલેજના પ્રિન્સિપાલ પર ઘટના બાદ વસ્તુઓ છુપાવવાનો પ્રયાસ કરવાનો આરોપ છે. ભાજપ દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે સંદીપ ઘોષે તપાસ હાથ ધરવામાં આવે તે પહેલા જ ઘટનાસ્થળના પુનઃનિર્માણનો આદેશ આપ્યો હતો. કેન્દ્રીય મંત્રી અને પશ્ચિમ બંગાળ ભાજપના વડા સુકાંત મજુમદારે સંદીપ ઘોષ દ્વારા હસ્તાક્ષર કરાયેલ એક કથિત પત્ર શેર કર્યો, જેમાં સંદીપ ઘોષે ઘટનાસ્થળના નવીનીકરણ માટે આદેશ આપ્યો હતો. ભાજપે કહ્યું કે, આ આદેશ હત્યાના એક દિવસ પછી એટલે કે 10 ઓગસ્ટે આપવામાં આવ્યો હતો. કૉલેજમાં આટલી મોટી ઘટના બની અને તમારા માટે રિન્યુઅલ કરવાનો સમય આવી ગયો છે, તે પણ આખી કૉલેજ એક જ જગ્યાએ છોડીને.

પ્રદર્શનકારીઓનો આક્ષેપ

ભાજપની સાથે સાથે, પીડિતાના સાથીદારો અને પ્રદર્શનકારીઓએ પણ ઘટનાસ્થળ સાથે ચેડાં કર્યાનો આક્ષેપ કર્યો છે, પરંતુ પોલીસ કમિશનરે આવી કોઈ છેડછાડનો ઈન્કાર કર્યો છે. ગયા અઠવાડિયે, CBI એ મેડિકલ કોલેજના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ પર ગેરલાભ મેળવવા માટે ગુનાહિત સાંઠગાંઠ ચલાવવાનો આરોપ મૂક્યો હતો. ઘોષ પર કોલેજના મામલામાં નાણાકીય અનિયમિતતાનો પણ આરોપ હતો. એજન્સીએ નાણાકીય ગેરરીતિઓના આરોપમાં બે વિક્રેતાઓની પણ ધરપકડ કરી હતી.

આ પણ વાંચો:  'એકવાર કમિટમેન્ટ કરીએ છીએ પછી અમે અમારી પણ નથી સાંભળતા' શિંદેનો ફિલ્મી અંદાજ

Tags :
Abhijit Mandal CBI InvestigationAbhijit Mandal Police MisconductBJP Accusations Sandeep GhoshCBICBI Action in Kolkata Rape CaseCBI Arrests in Kolkata Medical College CaseCBI Investigation Medical College Rapedoctor murder caseDoctor Murder Case KolkataDoctor Murder Case NewsEvidence Tampering in Kolkata MurderGujarat FirstHardik ShahKolkata Doctor rape and murder caseKolkata doctor rape casePolygraph Test Sandeep GhoshPrincipal Sandeep Ghosh FIR DelayRG Kar Medical College ScandalSANDEEP GhoshSandeep Ghosh ArrestSHOTala Police Station SHO Arrest
Next Article