Pahalgam Terror Attack : સંરક્ષણ કામગીરી અને સુરક્ષા દળોની ગતિવિધિઓનું લાઈવ કવરેજ ઓન એર ન કરો - MIB
- સંરક્ષણ કામગીરી અને સુરક્ષા દળોની ગતિવિધિઓનું લાઈવ કવરેજ ઓન એર ન કરો
- આજે Ministry of Information and Broadcasting એ એક એડવાઈઝરી જારી કરી છે
- ભારતીય સેનાની સ્ટ્રેટેજી છતી ન થઈ જાય તે માટે નિર્ણય લેવાયો
Pahalgam Terror Attack : રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં તમામ મીડિયા ચેનલોને સંરક્ષણ કામગીરી અને સુરક્ષા દળો (Security forces) ની ગતિવિધિઓનું લાઈવ કવરેજ બતાવવાથી દૂર રહેવાની Ministry of Information and Broadcasting એ સલાહ આપી છે. ઉલ્લેખનીય છે કે 22મી એપ્રિલે થયેલા હીચકારા અને અમાનવીય હુમલામાં 26 નિર્દોષ પર્યટકોનો ભોગ લેવાયો છે અને 17થી વધુ ઘાયલ થયા છે. આ હુમલાનો જવાબ આપવા માટે ભારતીય સેના વિવિધ કદમ ઉઠાવી રહી છે. આ દરમિયાન જો સંરક્ષણ કામગીરી અને સુરક્ષા દળોની ગતિવિધિઓનું લાઈવ કવરેજ કરવામાં આવે તો આતંકવાદી સમૂહોને સતર્ક થઈ જવાની સંભાવના રહે છે. તેથી માહિતી અને પ્રસારણ મંત્રાલયે એક એડવાઈઝરી બહાર પાડી છે.
Ministry of Information and Broadcasting ની એડવાઈઝરી
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલા બાદ વધેલી સુરક્ષા ચિંતાઓ વચ્ચે આ એક મહત્વનો આદેશ કરાયો છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે આજે એક એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં સંરક્ષણ કામગીરીનું લાઈવ કવરેજ ન કરવું તેમજ Security forces ની મૂવમેન્ટ પણ ઓન એર ન કરવાની સલાહ અપાઈ છે.
Pakistan Simla Agreement: પાકિસ્તાન ઘૂંટણિયે પડ્યું હતું આ કરાર માટે !
ગુજરાત ફર્સ્ટની ટીમ MIBની ગાઈડલાઈન્સનું કરી રહી છે પાલન
દેશ અને સેનાની સુરક્ષાના મુદ્દાને ધ્યાનમાં રાખી કરાઈ રહ્યુ છે રિપોર્ટિંગ
અમે કોઈપણ લોકેશન બતાવતા નથી અને સમયની અવધી પણ અમારો રિપોર્ટ દર્શાવતો નથી#India… pic.twitter.com/7VVQRHN83D— Gujarat First (@GujaratFirst) April 26, 2025
આતંકવાદીઓના સપોટર્સની યાદી તૈયાર કરાઈ
આજે ગુપ્તચર એજન્સીઓએ કેન્દ્ર શાસિત પ્રદેશમાં સક્રિય રીતે કાર્યરત 14 સ્થાનિક આતંકવાદીઓની યાદી તૈયાર કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 20 થી 40 વર્ષની વયના આ લોકો પાકિસ્તાનના વિદેશી આતંકવાદીઓને લોજિસ્ટિક્સ અને ગ્રાઉન્ડ સપોર્ટ આપીને સક્રિય રીતે મદદ કરી રહ્યા છે. ઓળખાયેલા કાર્યકરો 3 મુખ્ય પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠનો હિઝબુલ મુજાહિદ્દીન (HM), લશ્કર-એ-તૈયબા (LeT) અને જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે જોડાયેલા હોવાનું કહેવાય છે. તેમાંથી 3 હિઝબુલ મુજાહિદ્દીન, 8 લશ્કર-એ-તોયબા અને 3 જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા છે. તેથી જો કોઈપણ મીડિયા હાઉસ સંરક્ષણ કામગીરી કે સુરક્ષા દળોની મૂવમેન્ટનું લાઈવ કવરેજ કરે તો આતંકવાદી સમૂહોને માહિતી મળી શકે તેમ છે. પરિણામે MIB દ્વારા એક એડવાઈઝરી જાહેર કરીને કેટલાક સલાહ સૂચન આપ્યા પાડ્યા છે.
Ministry of Information and Broadcasting issues advisory to all Media channels to refrain from showing live coverage of defence operations and movement of security forces in the interest of national security. pic.twitter.com/MQjPvlexdr
— Ministry of Information and Broadcasting (@MIB_India) April 26, 2025
આ પણ વાંચોઃ 5 વર્ષે બાદ ફરી શરૂ થશે Kailash Mansarovar Yatra, આ રીતે કરાવો રજીસ્ટ્રેશન