DJ lighting થી ખોરવાયું વિમાનનું સંતુલન, 172 મુસાફરોના જીવ જોખમમાં મુકાયા
- DJ lightingથી લેન્ડિંગ કરતા વિમાનનું સંતુલન ખોરવાઈ ગયું
- ક્રુ મેમ્બર સહિત 172 પેસેન્જરના જીવ પડીકે બંધાઈ ગયા હતા
- પાયલોટે કુનેહપૂર્વક વિમાન લેન્ડિંગ કરીને ક્રુ મેમ્બર સહિત પેસેન્જરના જીવ બચાવ્યા
Bihar: ડીજે માત્ર નોઈસ પોલ્યુશન ફેલાવવા પૂરતા મર્યાદિત રહ્યા નથી. હવે ડીજેના લાઈટિંગથી એક એવી સમસ્યા સર્જાઈ છે કે જેનાથી 172 લોકોનો જીવ પડીકે બંધાઈ ગયા હતા. સમગ્ર કિસ્સામાં DJ lighting થી એક વિમાનનું સંતુલન ખોરવાઈ ગયું હતું. જેના પરિણામે ક્રુ મેમ્બર સહિત 172 મુસાફરોનો જીવ જોખમમાં મુકાઈ ગયા હતા. જો કે પાયલોટે કુનેહપૂર્વક અસંતુલિત થયેલા પ્લેનને સંભાળી લીધું અને સૌએ હાશકારો અનુભવ્યો.
વિમાન અકસ્માતગ્રસ્ત થતા બચી ગયું
બિહારની રાજધાનીમાં DJ lighting થી મોટી દુર્ઘટના થતા થતા ટળી ગઈ. પટનામાં લગ્નના વરઘોડા દરમિયાન ધામધૂમપૂર્વક ડીજે વાગતું હતું. ડીજેમાં મોટા અવાજે મ્યુઝિક વાગતું હતું. આ સાથે ડીજેનું લાઈટિંગ પણ પાવરફુલ હતું. જો કે આ લાઈટિંગથી આકાશમાં રહેલા એક વિમાનનું સંતુલન ખોરવાઈ ગયું હતું. જેમાં ક્રુ મેમ્બર સહિત 172 મુસાફરોના જીવ પડીકે બંધાઈ ગયા હતા. જો કે પાયલટે કુનેહપૂર્વક વિમાનને ખોરવાયેલ સ્થિતિમાંથી મૂળ સ્થિતિમાં લાવી દીધું અને સુરક્ષિત રીતે લેન્ડ કરાવ્યું હતું.
આ પણ વાંચોઃ Rajasthan : પુત્રનું ઓપરેશન કરાવવા આવેલા પિતાની ડોક્ટરોએ ભૂલથી કરી નાખી સર્જરી!
એરપોર્ટ મેનેજમેન્ટે પોલીસને કરી જાણ
IndiGo ની એક ફ્લાઈટ પુણેથી પટના માટે રવાના થઈ હતી. Patna airport પર વિમાન લેન્ડ થવાનું હતું. વિમાન ઉતરવાનું શરૂ કરતાની સાથે જ એરપોર્ટથી થોડે દૂર લગ્નના વરઘોડામાં રહેલા ડીજેની લેસર લાઈટોથી વિમાનનું સંતુલન ખોરવાઈ ગયું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે સમયે વિમાનમાં 172 મુસાફરો સવાર હતા. જોકે, પાયલોટે ખૂબ જ કુનેહપૂર્વક વિમાન લેન્ડ કરાવ્યું. વિમાન લેન્ડ કર્યા પછી, પાયલોટે તરત જ એરપોર્ટ મેનેજમેન્ટને તેની ફરિયાદ કરી, ત્યારબાદ એરપોર્ટ મેનેજમેન્ટ એક્શનમાં આવ્યું. એરપોર્ટ મેનેજમેન્ટે તાત્કાલિક એરપોર્ટ પોલીસ સ્ટેશનને ઘટનાની જાણ કરી.
ATC ટાવર જેવી લાઈટ્સને લીધે સર્જાઈ સમસ્યા
આ ઘટનામાં DJ lighting બિલકુલ ATCની લાઈટ જેવી જ હતી. વિમાનના લેન્ડિંગ કરતી વખતે ATC તેની લાઇટ ચાલુ કરે છે જેથી વિમાન યોગ્ય રીતે અને યોગ્ય જગ્યાએ લેન્ડિંગ કરી શકે છે. આ ફ્લાઈટના લેન્ડિંગ વખતે ATCની લાઈટ શરૂ થઈ તે જ સમયે DJની લાઈટ પણ ચાલુ થઈ ગઈ હતી. તેથી વિમાનનું સંતુલન ખોરવાઈ ગયું હતું. જો કે પાયલોટની કુનેહના લીધે વિમાન અકસ્માતગ્રસ્ત થતા બચી ગયું હતું.
આ પણ વાંચોઃ UNESCO ના મેમોરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટરમાં ગીતા અને ભરતમુનિના નાટ્યશાસ્ત્રનો સમાવેશ