Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Diabities ની સારવાર હવે બનશે સસ્તી, NPPA એ લીધો આ મહત્વનો નિર્ણય

Diabities Medicines : ડાયાબિટીસ, હૃદય અને લીવર સંબંધિત રોગોથી પીડિત દર્દીઓ માટે હવે સારા સમાચાર સામે આવી રહ્યા છે. કેન્દ્ર સરકારે લોકોને રાહત આપવા માટે હવે આ મોટો નિર્ણય લીધો છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર કેન્દ્ર સરકાર દ્વારા 41 રોગોની દવાઓના...
diabities ની સારવાર હવે બનશે સસ્તી  nppa એ લીધો આ મહત્વનો નિર્ણય

Diabities Medicines : ડાયાબિટીસ, હૃદય અને લીવર સંબંધિત રોગોથી પીડિત દર્દીઓ માટે હવે સારા સમાચાર સામે આવી રહ્યા છે. કેન્દ્ર સરકારે લોકોને રાહત આપવા માટે હવે આ મોટો નિર્ણય લીધો છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર કેન્દ્ર સરકાર દ્વારા 41 રોગોની દવાઓના ભાવમાં ઘટાડો કરવામાં આવશે. જેને કારણે હવે ડાયાબિટીસ, હૃદય અને લીવર સંબંધિત રોગોથી પીડિત લોકોને સારવાર માટે વધુ પૈસા ખર્ચવા પડશે નહીં. મળતી માહિતી અનુસાર, સરકારે 6 રોગો માટે ફોર્મ્યુલેશનની કિંમતો પણ નક્કી કરી છે.

Advertisement

ભારતમાં હાલમાં 10 કરોડ લોકો Diabities ના દર્દી

અહી નોંધનીય છે કે, સરકારના આ નિર્ણય બાદ ઘણા દર્દીઓને રાહત થશે. વિશ્વભરમાં ડાયાબિટીસના સૌથી વધુ દર્દી ભારતમાં છે. એક અંદાજ મુજબ ભારતમાં હાલમાં 10 કરોડ લોકો ડાયાબિટીસ જેવી બીમારીનો સામનો કરી રહ્યા છે. નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA) અને ફાર્માસ્યુટિકલ્સ વિભાગ દ્વારા આ નિર્ણય અંગેની સૂચના જારી કરવામાં આવી છે. જેમાં એન્ટિબાયોટિક્સ, મલ્ટીવિટામિન્સ અને એન્ટાસિડ્સ સંબંધિત દવાઓના ભાવ ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. NPPAની 143મી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે, દવા કંપનીઓને તેમના સ્ટોકિસ્ટો અને ડીલરોને દવાઓની ઘટેલી કિંમતો વિશે તાત્કાલિક જાણ કરવાની રહેશે.

Advertisement

Diabities

Diabities

ઉલ્લેખનીય છે કે, ગયા મહિને, ફાર્માસ્યુટિકલ્સ વિભાગને 923 સુનિશ્ચિત ડ્રગ ફોર્મ્યુલેશન માટે તેની વાર્ષિક સુધારેલી કિંમતો બહાર પાડવા માટે કહેવામાં આવ્યું હતું. તે જ સમયે, વિભાગે 65 ફોર્મ્યુલેશન માટે સુધારેલા છૂટક કિંમતો બહાર પાડવાની વાત કરી હતી. આ નિર્ણય 1 એપ્રિલથી લાગુ કરવામાં આવ્યો હતો.

Advertisement

આ પણ વાંચો : KMP Expressway Accident : પ્રવાસી બસમાં લાગી આગ, 8 જીવતા દાઝ્યા, 24 ગંભીર રીતે ઈજાગ્રસ્ત

Tags :
Advertisement

.