Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Dhuleti celebration ayodhya : રામ લલ્લાના દરબારમાં ધૂળેટીની ભવ્ય ઉજવણી, રંગમય બન્યા પ્રભુ શ્રીરામ

Dhuleti celebration ayodhya : ભારત સહિત વિશ્વભરમાં લોકો આજે ધૂળેટીની ઉજવણી કરી રહ્યાં છે. ભારતીયોમાં તો આમ પણ તહેવારનું અનેરૂ મહત્વ હોય છે. રામ મંદિરનું હમણાં જ ભવ્ય ઉદ્ધાટન થયું છે. જેમાં ધૂળેટીની પણ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે. અયોધ્યામાં...
dhuleti celebration ayodhya   રામ લલ્લાના દરબારમાં ધૂળેટીની ભવ્ય ઉજવણી  રંગમય બન્યા પ્રભુ શ્રીરામ

Dhuleti celebration ayodhya : ભારત સહિત વિશ્વભરમાં લોકો આજે ધૂળેટીની ઉજવણી કરી રહ્યાં છે. ભારતીયોમાં તો આમ પણ તહેવારનું અનેરૂ મહત્વ હોય છે. રામ મંદિરનું હમણાં જ ભવ્ય ઉદ્ધાટન થયું છે. જેમાં ધૂળેટીની પણ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે. અયોધ્યામાં આવેલા રામ મંદિરમાં સોમવારે હોળીની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. સવારે વિવિધ સ્થળોએથી લોકો મંદિરે પહોંચ્યા હતા અને મૂર્તિ પર રંગો અને ગુલાલ લગાવ્યા હતા. હોળીના દિવસે પોતાની મૂર્તિને રંગોળી કર્યા બાદ ખુશ થયેલા ભક્તોના આનંદથી સમગ્ર રામજન્મભૂમિ સંકુલ રંગોના તહેવારના આનંદમાં તરબોળ થઈ ગયું હતું.

Advertisement

લોકોએ ભગવાન સાથે હોળીની ઉજવણી કરી

રામ મંદિરના પરિરસમાં પુજારીઓએ રામ લલ્લાની મૂર્તિ પર ફુલોની વર્ષા કરી અને ભગવાન સાથે હોળીની ઉજવણી કરી હતી. આ સાથે સાથે રાગ ભોગ અને શ્રૃંગાર સહિત પ્રભુ શ્રીરામને અબિલ ગુલાન પણ અર્પિત કરવામાં આવ્યું હતું. રામલલાને પ્રસન્ન કરવા પૂજારીઓએ ભક્તો સાથે હોળીના ગીતો ગાયા અને મૂર્તિની સામે નાચ્યા.

Advertisement

પ્રાણ પ્રતિષ્ઠા પછી આ પહેલી વાર ધૂળેટીની ઉજવણી

રામ જન્મભૂમિ મંદિરના મુખ્ય પુજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે આ તહેવાર મામલે કહ્યું કે, ‘રામ લલ્લા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા પછી આ પહેલી વાર ધૂળેટીની ઉજવણી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, રામ લલ્લાની મૂર્તિને આકર્ષીત રીતે શણગારવામાં આવી હતી. અયોધ્યામાં આજે ધૂળેટીને લઈને રમણીય માહોલ જોવા મળ્યો હતો. ખાસ કરીને રામ મંદિર તો ખુબ જ સુંદર લાગી રહ્યું હતું. રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પછી પહેલી વાર કોઈ તહેવારની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં હજારોની સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો.

આ પણ વાંચો: ધૂળેટીના પર્વે PM મોદીથી લઈ ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલે શું કહ્યું જાણો

આ પણ વાંચો: ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન લાગી આગ, 13 લોકો દાઝ્યા

આ પણ વાંચો: હોળીમાં રંગોથી ત્વચા અને વાળને આ રીતે રાખી શકાય છે સુરક્ષિત

Advertisement
Tags :
Advertisement

.