Delhi ના આ 6 મંદિરો પર ચાલશે બુલડોઝર, તેમને રોકવા CM આતિશીએ LG ને લખ્યો પત્ર
- દિલ્હીના મંદિરોને તોડી પાડવાના આદેશ સામે CM આતિશીનો વિરોધ
- દિલ્હીના ધાર્મિક સ્થળોને બચાવવા CM આતિશીનો LG ને પત્ર
- ધાર્મિક સમિતિએ LG ને ભલામણ મોકલી હતી
દિલ્હી (Delhi)ના CM આતિશીએ લેફ્ટનન્ટ ગવર્નર (LG) વીકે સક્સેનાને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે રાજધાનીમાં છ ધાર્મિક સ્થળોને તોડી પાડવાનું રોકવાની વિનંતી કરી છે. આતિશીએ પોતાના પત્રમાં કહ્યું છે કે, દિલ્હી (Delhi)માં કોઈ મંદિર કે ધાર્મિક સ્થળને તોડવામાં ન આવે. કોઈપણ ધાર્મિક સ્થળને તોડી પાડવાથી લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી શકે છે.
ધાર્મિક સમિતિએ LG ને ભલામણ મોકલી હતી...
પત્ર અનુસાર, 22 નવેમ્બરે એક બેઠક બાદ ઉપરાજ્યપાલે છ મંદિરોને ગેરકાયદેસર જાહેર કર્યા હતા અને તેમને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. ધાર્મિક સમિતિએ આ મંદિરોને તોડી પાડવાની ભલામણ LG ને મોકલી હતી. દિલ્હી (Delhi)ના CM ના કહેવા પ્રમાણે મંદિરો અને બૌદ્ધ ધાર્મિક સ્થળોને તોડી પાડવાનું બંધ કરવું જોઈએ. તેમણે કહ્યું કે, દલિતોની આસ્થા બૌદ્ધ ધાર્મિક સ્થળો સાથે જોડાયેલી છે. કોઈપણ ધાર્મિક સ્થળને તોડી પાડવું યોગ્ય નથી.
Delhi CM Atishi writes to LG VK Saxena, "It has been brought to my attention that the Religious Committee has ordered the demolition of numerous religious structures all across Delhi, in a meeting dated 22.11.2024, whose minutes are enclosed..." pic.twitter.com/GFNkDiUOIe
— IANS (@ians_india) December 31, 2024
આ પણ વાંચો : PM મોદીના નવા વર્ષની શુભેચ્છા, અવકાશથી પૃથ્વી સુધી ભારતની પ્રગતિ...
આ મંદિરોને તોડી પાડવાના આદેશ આપવામાં આવ્યા...
- નાલા માર્કેટ પાસે આવેલું મંદિર, 26-બ્લોક વેસ્ટ પટેલ નગર.
- એચ. નંબર 32 એ-પોકેટ એન દિલશાદ ગાર્ડન ખાતેનું મંદિર.
- પાર્ક-1, બ્લોક, એચ. નંબર I-151, સુંદર નગરી ખાતેની મૂર્તિ.
- બી-બ્લોક ખાતે મંદિર, એચ. નંબર 30-31, સીમા પુરી.
- એચ. નંબર 395, ગોકલ પુરી મંદિર.
- ગેટ નંબર 1 પાસે ન્યુ ઉસ્માનપુર એમસીડી ફ્લેટની અંદર મંદિર.
આ પણ વાંચો : Rajasthan : Jaipur ના ઓક્સિજન ટેન્કરમાં ગેસ લીક, 200-300 મીટર વિસ્તારમાં અસર
ધાર્મિક સમિતિએ મંદિર તોડવાની ફાઇલ CM ને બતાવ્યા વિના LG ને મોકલી...
આતિશીના કહેવા પ્રમાણે, ધાર્મિક સમિતિએ મંદિરને તોડવાની ફાઇલ CM ને બતાવ્યા વિના LG ને મોકલી હતી. તમને જણાવી દઈએ કે, આ પહેલા સોમવારે LG એ CM આતિષીને નવા વર્ષની શુભેચ્છા પાઠવતો પત્ર લખ્યો હતો. તેમણે પત્રમાં લખ્યું હતું કે તેમના અઢી વર્ષના કાર્યકાળમાં પહેલીવાર તેમણે કોઈ CM ને કામ કરતા જોયા છે. આગળ, LG એ કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલની નિષ્ફળતાનો દોષ તેમના નેતૃત્વ હેઠળની વર્તમાન સરકાર પર નાખવામાં આવશે. LG ના આ પત્રના જવાબમાં આતિષીએ કહ્યું હતું કે ગંદી રાજનીતિ કરવાને બદલે તમારે દિલ્હી (Delhi)ના ભલા માટે કામ કરવું જોઈએ.
આ પણ વાંચો : Manipur હિંસા માટે સીએમ બિરેન સિંહે માંગી માફી, કહ્યું- 'આખું વર્ષ દુર્ભાગ્યપૂર્ણ રહ્યું'