Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Delhi : ધક્કામાર પોલિટિક્સમાં નવો વળાંક, રાહુલ ગાંધી વિરુદ્ધ FIR દાખલ

Delhi પોલીસે રાહુલ ગાંધી વિરુદ્ધ નોંધી FIR સાંસદ પ્રતાપ સારંગીએ લગાવ્યો હતો આરોપ રાહુલ ગાંધીએ મારી સામે ધક્કો માર્યો : સારંગી લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી પર ગુરુવારે સંસદ સંકુલમાં સાંસદો સાથે ઝપાઝપી કરવાનો આરોપ લાગ્યો...
delhi   ધક્કામાર પોલિટિક્સમાં નવો વળાંક  રાહુલ ગાંધી વિરુદ્ધ fir દાખલ
Advertisement
  • Delhi પોલીસે રાહુલ ગાંધી વિરુદ્ધ નોંધી FIR
  • સાંસદ પ્રતાપ સારંગીએ લગાવ્યો હતો આરોપ
  • રાહુલ ગાંધીએ મારી સામે ધક્કો માર્યો : સારંગી

લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી પર ગુરુવારે સંસદ સંકુલમાં સાંસદો સાથે ઝપાઝપી કરવાનો આરોપ લાગ્યો છે. આ ઘટનામાં ભાજપના બે સાંસદ પ્રતાપ ચંદ્ર સારંગી અને મુકેશ રાજપૂત ઘાયલ થયા છે. બંને સાંસદોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના બાદ ભાજપના નેતાઓએ રાહુલ ગાંધી વિરુદ્ધ સંસદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હવે દિલ્હી (Delhi) પોલીસે ફરિયાદના આધારે રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધી છે.

Advertisement

આ કલમો હેઠળ FIR નોંધવામાં આવી...

મળતી માહિતી મુજબ દિલ્હી (Delhi) પોલીસ રાહુલ ગાંધી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 109 હેઠળ હત્યાના પ્રયાસનો કેસ દાખલ કરશે નહીં. BNS ની કલમ 117,125, 131,3(5) હેઠળ રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધવામાં આવી રહી છે. કલમ 117 માં સ્વૈચ્છિક રીતે ગંભીર ઇજા પહોંચાડવાના આરોપો, કલમ 125 અન્યના જીવન અથવા વ્યક્તિગત સુરક્ષાને જોખમમાં મૂકવા માટે અને કલમ 131 ફોજદારી બળનો ઉપયોગ કરવા માટેનો સમાવેશ થાય છે. તે જ સમયે, BNS કલમ 3 (5) નો અર્થ એ છે કે જૂથમાં આચરવામાં આવેલા ગુના માટે, દરેક સભ્યને સમાન રીતે દોષિત ગણવામાં આવશે કે તેણે સીધો ગુનો કર્યો હોય કે ન કર્યો હોય. સામૂહિક ફોજદારી કૃત્ય: જો ઘણા લોકો એકસાથે ગુનો કરે છે, તો તમામ લોકો તે ગુના માટે દોષિત ગણાશે.

Advertisement

Advertisement

આ પણ વાંચો : 'ધક્કામુક્કી' બાદ ઘાયલ BJP સાંસદ તરફ જતા રાહુલ ગાંધી કેમેરામાં કેદ, Video Viral

હવે સાંસદોની હાલત કેવી છે?

સંસદ સંકુલમાં ઝપાઝપીમાં ઘાયલ થયેલા સાંસદ પ્રતાપ ચંદ્ર સારંગીએ રાહુલ ગાંધી પર આરોપ લગાવ્યો અને કહ્યું - "રાહુલ ગાંધીએ એક સાંસદને ધક્કો માર્યો જે મારા પર પડ્યો જેના પછી હું નીચે પડી ગયો. હું સીડી પાસે ઉભો હતો ત્યારે રાહુલ ગાંધી આવ્યા અને ધક્કો માર્યો. એક સાંસદ જે મારા પર પડ્યો હતો." આરએમએલ હોસ્પિટલના અધિકારી સંજય શુક્લાએ કહ્યું છે કે - "બે સાંસદ અમારી જગ્યાએ આવ્યા હતા. બંનેને માથામાં ઈજા થઈ હતી અને તેમનું બીપી હાઈ હતું. પ્રતાપ સારંગી વૃદ્ધ છે. તેમની ઉંમરમાં આ ઈજા તેમના માટે સારી નથી."

આ પણ વાંચો : 'Rahul Gandhi એ માફી માગવી જોઈએ, શિવરાજ સિંહની Congress ને તીખી ટકોર'

Tags :
Advertisement

Related News

featured-img
અમદાવાદ

Ahmedabad : જીવતે તો જીવ બચાવ્યાં, મૃત્યુ પછી પણ 4 લોકોને નવજીવન આપ્યું!

featured-img
ગાંધીનગર

Gandhinagar : શિક્ષણ સહાયકોની ભરતીને લઈ મહત્ત્વનાં સમાચાર, શિક્ષણમંત્રીએ કરી પોસ્ટ

featured-img
Top News

PM Modi ના 3 વર્ષના વિદેશના પ્રવાસમાં થયો અધધધધ કરોડનો ખર્ચ

featured-img
ગુજરાત

Sabarkantha : જિ. પં. નાં મહિલાએ સદસ્ય સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ કર્યાનો આરોપ

featured-img
રાજકોટ

Rajkumar Jat Case : પિતાનો આક્રોશ! કહ્યું -પોલીસ અધૂરાં CCTV જ આપી રહી છે..!

featured-img
રાષ્ટ્રીય

Tirupati Temple: હિન્દુઓ સિવાય કોઇ નહી કરે કામ,ચંદ્રબાબુ નાયડુનું નિવેદન

Trending News

.

×