Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

DELHI : ઓલ્ડ રાજેન્દ્રનગરની ઘટના અંગે હવે મેયર ભડક્યા, આપી દીધા આ કડક આદેશ

DELHI ના ઓલ્ડ રાજેન્દ્રનગરની ઘટનાએ સૌને મચમચાવી દીધા છે. કોચિંગ સેન્ટરના ભોંયરામાં પાણી ભરાઈ જતા ત્રણ વિદ્યાર્થીઓના મોત થયા તે બાબત આગની જેમ આખા દેશમાં જાણીતી બની છે. જેના કારણે હવે સૌ લોકો મૃત વિદ્યાર્થીઓને ન્યાય અપવાવા માટે એકજુટ થઈને...
10:56 AM Jul 28, 2024 IST | Harsh Bhatt

DELHI ના ઓલ્ડ રાજેન્દ્રનગરની ઘટનાએ સૌને મચમચાવી દીધા છે. કોચિંગ સેન્ટરના ભોંયરામાં પાણી ભરાઈ જતા ત્રણ વિદ્યાર્થીઓના મોત થયા તે બાબત આગની જેમ આખા દેશમાં જાણીતી બની છે. જેના કારણે હવે સૌ લોકો મૃત વિદ્યાર્થીઓને ન્યાય અપવાવા માટે એકજુટ થઈને માંગ કરી રહ્યા છે. હવે આ મામલે દિલ્હીના મેયરએ હવે કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે. DELHI ના મેયર શેલી ઓબેરોયે એમસીડી કમિશનરને દિલ્હીમાં નિયમોનું ઉલ્લંઘન કરતી કોચિંગ સંસ્થાઓ સામે તાત્કાલિક પગલાં લેવાનો આદેશ આપ્યો છે. તેમણે આદેશ આપતો એક પત્ર જાહેર કર્યો છે. ચાલો જાણીએ શું છે સમગ્ર ઘટના

DELHI માં ફેલાયેલી કોચિંગ સંસ્થાઓ સામે તાત્કાલિક પગલાં લેવા જોઈએ - MEYOR DELHI

DELHI માં બનેલી આ ઘટનાના કારણે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન શરૂ કરી દેવામાં આવ્યા છે. તેટલું જ નહીં દિલ્હીની બહાર દરેક લોકો આજે મૃતક વિદ્યાર્થીઓને ન્યાય મળે તે માટે અવાજ ઉઠાવી રહ્યા છે. તેના વચ્ચે દિલ્હીના મેયર દ્વારા એમસીડી કમિશનરને દિલ્હીમાં નિયમોનું ઉલ્લંઘન કરતી કોચિંગ સંસ્થાઓ સામે તાત્કાલિક પગલાં લેવાનો આદેશ અપાયો છે. દિલ્હીના મેયર શૈલી ઓબેરોયે તેમના પત્રમાં લખ્યું છે કે DELHI માં ફેલાયેલી કોચિંગ સંસ્થાઓ સામે તાત્કાલિક પગલાં લેવા જોઈએ જેઓ તેમના ભોંયરામાં વ્યવસાયિક પ્રવૃત્તિઓ ચલાવે છે. આ નિયમોની વિરુદ્ધ છે. બિલ્ડીંગના નિયમોનું ઉલ્લંઘન પણ થાય છે. શૈલી ઓબેરોયે લખ્યું છે કે, આવી ઈમારતોની ઓળખ કરવા માટે તાત્કાલિક તપાસ શરૂ કરવી જોઈએ. તેમજ રાજેન્દ્ર નગરમાં થયેલા અકસ્માતમાં જો કોઈ MCD અધિકારી દોષિત ઠરશે તો. જેથી તેની સામે પણ કડક કાર્યવાહી થવી જોઈએ.

પાણીમાં ડૂબી જવાથી પોતાનો જીવ ગુમાવનારા વિદ્યાર્થીઓની હવે ઓળખ થઈ છે. જે નીચે મુજબ છે :

તાનિયા સોની - ઉંમર 25 વર્ષ - પિતાનું નામ- વિજય કુમાર
શ્રેયા યાદવ - ઉંમર 25 વર્ષ
નેવિન ડાલ્વિન - 28 વર્ષ - કેરળ

આ પણ વાંચો : Uttarakhand : કલયુગી પુત્રની હૈવાનિયત! પોતાની જ જનેતાની હત્યા કરી મૃતદેહને બાથરૂમમાં...

Tags :
classesDelhiGujarat FirstOLD RAJENDRANAGAR; TRAGICUPSC STUDENTS
Next Article