Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Delhi : કાલકાજી મંદિરમાં મોટી દુર્ઘટના, રેલીંગમાં કરંટ ફેલાતા 1નું મોત; 7 ઈજાગ્રસ્ત

કાલકાજી મંદિરમાં વીજળીના કરંટથી નાસભાગ કરંટ લાગતા 1 બાળકનું મોત, 7 ઈજાગ્રસ્ત દુર્ઘટના 2 ઓક્ટોબરે લગભગ 12.40 વાગ્યે થઈ હતી Delhi : રાજધાની દિલ્હીના પ્રખ્યાત કાલકાજી મંદિર (Kalkaji temple) માં એક મોટી દુર્ઘટના (major tragedy) બની હોવાના સમાચાર મળી...
delhi   કાલકાજી મંદિરમાં મોટી દુર્ઘટના  રેલીંગમાં કરંટ ફેલાતા 1નું મોત  7 ઈજાગ્રસ્ત
  • કાલકાજી મંદિરમાં વીજળીના કરંટથી નાસભાગ
  • કરંટ લાગતા 1 બાળકનું મોત, 7 ઈજાગ્રસ્ત
  • દુર્ઘટના 2 ઓક્ટોબરે લગભગ 12.40 વાગ્યે થઈ હતી

Delhi : રાજધાની દિલ્હીના પ્રખ્યાત કાલકાજી મંદિર (Kalkaji temple) માં એક મોટી દુર્ઘટના (major tragedy) બની હોવાના સમાચાર મળી આવ્યા છે. 2 ઓક્ટોબરે મોડી રાત્રે કાલકાજી મંદિરમાં વીજ કરંટ અને નાસભાગની ઘટના બની હતી. અહી મંદિરની રેલીંગમાં ખુલ્લા તારને વીજ કરંટ લાગ્યો હતો. જેના કારણે 9મા ધોરણના બાળકનું મોત થયું હતું. અકસ્માત બાદ સર્જાયેલી નાસભાગમાં 7 લોકો ઘાયલ થયા છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

કરંટ લાગતા 1નું મોત, 7 ઈજાગ્રસ્ત

મળતી માહિતી મુજબ નવરાત્રીના કારણે સમગ્ર મંદિરમાં હેલોજન લાઈટો લગાવવામાં આવી છે. તેમાંથી એક લાઇટનો ઇલેક્ટ્રિક વાયર તૂટીને નજીકની લોખંડની રેલિંગ પર પડ્યો હતો. જેના કારણે ત્યાં હાજર લોકોને વીજ કરંટ લાગ્યો હતો. જેમા એક 9 માં ધોરણનું બાળકનું મોત થયું હતું. જ્યારે 7 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. વીજ કરંટ લાગતા લોકો ચીસો પાડવા લાગ્યા હતા. લોકો પોતાનો જીવ બચાવવા માટે આમ-તેમ દોડી રહ્યા હતા. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટના 2 ઓક્ટોબરે લગભગ 12.40 વાગ્યે થઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે નવરાત્રીનો પહેલો દિવસ હોવાથી મંદિરમાં ભક્તોની મોટી ભીડ હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના મંદિરના રામપ્યાઉ પાસે થઈ હતી. અકસ્માત બાદ આ બાબતની તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાં જ પોલીસ અને બચાવ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

Advertisement

અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો અનુસાર, અકસ્માત બાદ નજીકમાં હાજર લોકોએ બાળકોને અને મહિલાઓને ઉપાડીને એમ્બ્યુલન્સ તરફ ભાગ્યા હતા. પોલીસ અને બચાવ ટુકડીઓ ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ ગયા. જ્યાં એક બાળકને તબીબોએ મૃત જાહેર કર્યો હતો અને અન્ય 7 લોકોની હાલત હવે સ્થિર છે. પોલીસના જણાવ્યા અનુસાર, માહિતી મળતાની સાથે જ મંદિર પરિસરમાં વીજળીનો પુરવઠો કાપી નાખવામાં આવ્યો હતો અને તૂટેલા વાયરને રિપેર કરીને વીજળી પુનઃસ્થાપિત કરવામાં આવી હતી. હાલ મંદિર પરિસરમાં દર્શન શરૂ કરવામાં આવ્યા છે. ફોરેન્સિક સ્ટાફ અને BSES ટીમ ઘટનાસ્થળે તપાસ કરી રહી છે.

આ પણ વાંચો:  હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપને ઝટકો, અશોક તંવર કોંગ્રેસમાં જોડાયા

Advertisement

Tags :
Advertisement

.