Delhi Election 2025: EVM માં 10 ટકા મતોની હેરફેર થઇ શકે છે:કેજરીવાલે વેબસાઇટ કરી લોન્ચ
- દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા આપે લોન્ચ કરી વેબસાઇટ
- દરેક બુથના મતદાન અને ઇવીએમનો ડેટા કલેક્ટ કરવામાં આવશે
- 10 ટકા મતોની હેરાફેરીની શક્યતા હોવાનો પણ કેજરીવાલે કર્યો દાવો
Delhi Assembly Election 2025 : દિલ્હી વિધાનસભા ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે અરવિંદ કેજરીવાલે મોટો હુમલો કર્યો છે. ઝાડુ માટે મતદાન કરવા માટે દરેકે દરેક નાગરિકને અપીલ કરી છે.
Delhi Assembly Polls 2025 : AAP ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું કે, આમ આદમી પાર્ટી ચૂંટણીમાં વિક્ષેપ પાડવાના ભાજપના દરેક કાવતરાનો સામનો કરવા માટે તૈયાર છે. તેમણે દિલ્હીના લોકોને ભાજપના EVM રમતને હરાવવા માટે આમ આદમી પાર્ટીને મોટી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી. તેમણે કહ્યું કે, સૂત્રોએ ખુલાસો કર્યો છે કે આ લોકો મશીનોમાં રહેલા 10 ટકા મતોમાં છેડછાડ કરી શકે છે. તેથી, ઝાડુને એવી રીતે મત આપો કે આમ આદમી પાર્ટીને 10 ટકાથી વધુની લીડ મળે.આ લોકોની મતોમાં હેરાફેરીને તમે નિષ્ફળ કરી શકો .
આ પણ વાંચો : વિદેશ મંત્રી એસ જયશંકરનો રાહુલ ગાંધી પર વળતો પ્રહાર, કહ્યું, તેઓ મારી US મુલાકાત વિશે ખોટું બોલ્યા
'હું જ્યાં પણ જાઉં છું ત્યાં લોકો એક જ વાત કહે છે કે...'
અરવિંદ કેજરીવાલે વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, "હું જ્યાં પણ જાઉં છું, લોકો મને એક જ વાત કહે છે કે અમે તમને મત આપીએ છીએ, પણ ખબર નહી તે ક્યાં જતા રહે છે. ચૂંટણી મશીનોને તમે સંભાળી લેશો તેવી મને આશા છે કારણ કે આ મશીનોમાં ખુબ જ ગોટાળા છે." આ લોકોએ આ મશીનોમાં ઘણી હેરફેર કરી છે. હું દિલ્હીના લોકોને કહેવા માંગુ છું કે સૂત્રોએ ખુલાસો કર્યો છે કે તેઓ 10% મતોથી મશીનોમાં હેરફેર કરી શકે છે. તમારે આવા ઉત્સાહથી મતદાન કરવું જોઈએ કે તેઓ 10 ટકા મતોની હેરાફેરી કરે તો પણ ઝાડુને હરાવી ન શકે. આમ આદમી પાર્ટી 15 % ની લીડ મળે જેથી આમ આદમી પાર્ટી 5% ની લીડ સાથે જીતી શકે. દરેક જગ્યાએ 10 % થી વધુ લીડ આપો. એટલું બધું મતદાન કરો કે આપણે તેમના મશીનો પર વિજય મેળવી શકીએ. એકમાત્ર રસ્તો આનો સામનો કરવો એ મોટી સંખ્યામાં મતદાન કરવાનો છે."
કેજરીવાલે વેબસાઇટ લોન્ચ કરી
પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે અમે સાવચેતી રૂપે એક વેબસાઇટ બનાવી છે. મહારાષ્ટ્ર અને હરિયાણાની ચૂંટણીઓમાંથી મળેલા બોધપાઠના આધારે, અમે નક્કી કર્યું છે કે 5 ફેબ્રુઆરીની રાત્રે, અમે દરેક મતદાન મથકની 6 વિગતો આ વેબસાઇટ પર અપલોડ કરીશું, જેથી મશીનો સાથે છેડછાડ ન થઈ શકે.
આ પણ વાંચો : Health Benefits Of Garam Masala: ગરમ મસાલાના ઘણા ફાયદા અને ગેરફાયદા છે, ખાતા પહેલા બંને જાણી લો
વેબસાઇટ પર તમે કઈ માહિતી આપશો?
- તે મતદાન મથકનું નામ અને નંબર શું છે?
- તે મતદાન મથકના પ્રિસાઇડિંગ ઓફિસર કોણ છે?
- કંટ્રોલ યુનિટનું ID શું છે?
- રાત સુધી તે બૂથ પર કેટલા મત પડ્યા? આનાથી સ્પષ્ટ થશે કે જો 800 મત પડે તો ફક્ત 800 મત જ ગણાશે. કારણ કે આપણે મશીનમાં કેટલા મત પડ્યા તેની માહિતી મશીનમાં દાખલ કરીશું. ઘણી જગ્યાએ એવા આક્ષેપો છે કે 600 મત પડ્યા હતા, પરંતુ જો 800 મતોની ગણતરી કરવામાં આવે તો તે શક્ય બનશે નહીં
- સાંજ સુધી કામ કરતી મશીનમાં કેટલી બેટરી બાકી હતી? બેટરી ચાર્જ થવાની ટકાવારી કેટલી છે, કારણ કે જો બેટરી બદલવામાં આવે તો ખબર પડશે કે EVM લેવામાં આવ્યું ત્યારે કેટલી બેટરી હતી અને હવે કેટલી છે?
પક્ષના મતદાન એજન્ટનું નામ શું છે?
અરવિંદ કેજરીવાલે કહ્યું કે, અમે મતદાનના દિવસે રાત્રે જ આ 6 બાબતો અમારી વેબસાઇટ પર મૂકીશું. જો તેઓ ગણતરીના દિવસે ભૂલ કરે છે તો અમે તેને મેચ કરી શકીએ છીએ. આપણે બધાએ ખાતરી કરવી પડશે કે સાથે મળીને દિલ્હીની ચૂંટણીમાં તેઓ જે તોફાનો ફેલાવી રહ્યા છે તેને રોકી શકીએ. તેમણે કહ્યું કે દરેક મત આપવો જોઈએ. જો આપણે તેમને EVM ના ખેલ માં હરાવવા હોય, તો દરેક મત ઝાડુ ને જવો જોઈએ.
આ પણ વાંચો : IND vs PAK Match Tickets : ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા આ રીતે કરો ભારત-પાકિસ્તાન મેચની ટિકિટ બુક
પ્રચારનો છેલ્લો દિવસ, 5 ફેબ્રુઆરીએ મતદાન, 8 ફેબ્રુઆરીએ પરિણામ
અત્રે ઉલ્લેખનીય છે કે, આજે (3 ફેબ્રુઆરી) દિલ્હી વિધાનસભા ચૂંટણીના પ્રચારનો છેલ્લો દિવસ છે. દિલ્હીની તમામ 70 વિધાનસભા બેઠકો માટે 5 ફેબ્રુઆરીએ એક જ તબક્કામાં મતદાન થવાનું છે. પરિણામો 8 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવશે.
આ પણ વાંચો : 6 ફેબ્રુઆરીએ રજૂ થઈ શકે છે નવું આવકવેરા બિલ, નાણામંત્રીએ બજેટમાં કરી હતી જાહેરાત