Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

DELHI : ઓલ્ડ રાજેન્દ્રનગરની દુર્ઘટનામાં મૃતક વિદ્યાર્થીઓની થઈ ઓળખ, જાણો કોણ હતા આ વિદ્યાર્થીઓ...

DELHI : DELHI ના ઓલ્ડ રાજેન્દ્રનગર વિસ્તારમાં ગઇકાલે ખૂબ જ ભયાનક ઘટના સામે આવી હતી. જેમાં કોચિંગ સેન્ટરના ભોંયરામાં પાણી ભરાઈ જતા ત્રણ વિદ્યાર્થીઓના મોત થયા હતા. ઘટના સામે આવ્યા બાદ સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. હવે આ ઘટનામાં...
09:21 AM Jul 28, 2024 IST | Harsh Bhatt

DELHI : DELHI ના ઓલ્ડ રાજેન્દ્રનગર વિસ્તારમાં ગઇકાલે ખૂબ જ ભયાનક ઘટના સામે આવી હતી. જેમાં કોચિંગ સેન્ટરના ભોંયરામાં પાણી ભરાઈ જતા ત્રણ વિદ્યાર્થીઓના મોત થયા હતા. ઘટના સામે આવ્યા બાદ સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. હવે આ ઘટનામાં મૃત્યુ પામનારા વિદ્યાર્થીઓની ઓળખ થઈ છે અને તેમની તસવીરો પણ સામે આવી છે. વધુમાં બનેલી આ ઘટના અંગે વિસ્તારના સાંસદએ પણ સવાલ ઉઠાવ્યા છે.

પાણીમાં ડૂબી જવાથી પોતાનો જીવ ગુમાવનારા વિદ્યાર્થીઓની હવે ઓળખ થઈ છે. જે નીચે મુજબ છે :

સાંસદ સ્વાતિ માલીવાલે નોંધાવ્યો વિરોધ

DELHI માં બનેલી આ ઘટના અંગે હવે સાંસદ સ્વાતિ માલીવાલે પણ પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમણે સોશિયલ મીડિયા ઉપર આ વાતનો વિરોધ કરતાં પોસ્ટ કરી હતી અને લખ્યું હતું કે - રાજધાનીમાં ભોંયરામાં ડૂબી જવાથી ત્રણ વિદ્યાર્થીઓના મોતની જવાબદારી કોણ લેશે? જણાવવામાં આવી રહ્યું છે કે છેલ્લા દસ દિવસથી વિદ્યાર્થીઓ વારંવાર ગટરની સફાઈની માંગ કરી રહ્યા હતા, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. ભ્રષ્ટાચાર વિના ગેરકાયદેસર ભોંયરાઓ કેવી રીતે ચાલે? વધારાનું માળખું કેવી રીતે નાખવામાં આવે છે? તે કેવી રીતે શક્ય છે કે એકપણ પૈસા ખર્ચ્યા વિના રસ્તાઓ અને ગટરોનો કબજો લેવામાં આવે?

તેમણે આગળ લખ્યું હતું કે - 'એ સ્પષ્ટ છે કે કોઈ સુરક્ષા નિયમોનું પાલન કરવાની જરૂર નથી, પૈસા આપો, કામ થઈ જાય છે. બસ દરરોજ એસી રૂમમાં બેસીને અગત્યની પ્રેસ કોન્ફરન્સ કરતા રહો. જમીન પર કામ કરવા માટે કોઈ તૈયાર નથી. થોડા દિવસો પહેલા પટેલ નગરમાં વીજ કરંટથી થયેલા મૃત્યુમાંથી તમે કંઈ શીખ્યા નથી?

આ પણ વાંચો : ગુજરાતના શક્તિશાળી અધિકારી કે.કૈલાશનાથનને પુડુચેરીના LG નિયુક્ત કરાયા

Tags :
DEATH STUDENTSDelhiGujarat FirstOLD RAJENDRA NAGARSwati MaliwaltragicUPSC CLASSES
Next Article