Delhi Election : દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 નો જાણો સંપૂર્ણ શેડ્યૂલ
- દિલ્હીમાં 'રાજકીય યુદ્ધ'નો શંખનાદ
- દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર
- તમામ 70 બેઠક પર એક તબક્કામાં મતદાન
- 5 ફેબ્રુઆરીએ દિલ્હીમાં મતદાન થશે
- 8 ફેબ્રુઆરીએ દિલ્હીનું ચૂંટણી પરિણામ
- 10 જાન્યુઆરીએ નોટિફિકેશન જાહેર થશે
- ઉમેદવારીની છેલ્લી તારીખ 17 જાન્યુઆરી
- દિલ્હીમાં કુલ 1.55 કરોડથી વધુ મતદાર
- 83.49 લાખ પુરુષ, 71.74 લાખ મહિલા મતદાર
- 2.08 લાખ ફર્સ્ટ વોટર અને 1261 થર્ડ જેન્ડર
- દિલ્હીમાં કુલ 13,033 પોલિંગ સ્ટેશન
Delhi Election : ભારતીય ચૂંટણી પંચ (ECI) એ આજે દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025ની તારીખોની જાહેરાત કરી છે. આ સાથે દિલ્હીમાં આજથી આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. 70 સભ્યોની દિલ્હી વિધાનસભાનો કાર્યકાળ 23 ફેબ્રુઆરી 2025 ના રોજ સમાપ્ત થાય છે. દરમિયાન, મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર 18 ફેબ્રુઆરી 2025 ના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે, તેથી ચૂંટણી પંચ તેમની નિવૃત્તિ પહેલા દિલ્હીમાં ચૂંટણી યોજવાનું આયોજન કરી રહ્યું છે.
એક જ તબક્કામાં યોજાશે દિલ્હી ચૂંટણી
દિલ્હી વિધાનસભા ચૂંટણીની રાજકીય પક્ષો ખૂબ જ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. ત્યારે આજે ભારતીય ચૂંટણી પંચ (ECI) એ દિલ્હીમાં 'રાજકીય યુદ્ધ' નો શંખનાદ વગાડી દીધો છે. ભારતીય ચૂંટણી પંચે આજે દિલ્હી વિધાનસભા ચૂંટણી તારીખોની જાહેરાત કરી દીધી છે. જે મુજબ 5 ફેબ્રુઆરી રાજધાની દિલ્હીમાં મતદાન થશે. તમામ 70 બેઠક પર એક જ તબક્કામાં મતદાન યોજાશે. જેનું પરિણામ 8 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવશે. જણાવી દઇએ કે, 10 જાન્યુઆરીના રોજ ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવામાં આવશે. ઉપરાંત ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 17 જાન્યુઆરી રહેશે. 18 જાન્યુઆરીના રોજ નામાંકનની ચકાસણી હાથ ધરાશે. નામાંકન પરત ખેંચવાની તારીખ 20 જાન્યુઆરી રહેશે. 5 ફેબ્રુઆરીએ મતદાન થશે અને 8 ફેબ્રુઆરીએ મતગણતરી થશે.
Delhi to vote in a single phase on February 5; counting of votes on February 8#DelhiElections2025 pic.twitter.com/K5BTN3WjUO
— ANI (@ANI) January 7, 2025
સંપૂર્ણ શેડ્યૂલ
ગેજેટ નોટિફિકેશન 10 જાન્યુઆરીએ જારી કરવામાં આવશે. 17 જાન્યુઆરી નોમિનેશનની છેલ્લી તારીખ હશે. 18 જાન્યુઆરીના રોજ નામાંકનની ચકાસણી હાથ ધરાશે. 20 જાન્યુઆરી સુધી નામાંકન પરત ખેંચી શકાશે. 5મી ફેબ્રુઆરીએ તમામ સીટો પર એક સાથે મતદાન થશે અને ત્રણ દિવસ પછી એટલે કે 8મી ફેબ્રુઆરીએ તમામ સીટો પર મતગણતરી થશે. જણાવી દઇએ કે, દિલ્હીમાં કુલ 1.55 કરોડથી વધુ મતદાર છે. જ્યા 83.49 લાખ પુરુષ, 71.74 લાખ મહિલા મતદારો છે. વળી 1261 થર્ડ જેન્ડર હશે, આ સિવાય 2.08 લાખ એવા વોટર હશે જે ફર્સ્ટ ટાઈમ વોટ કરવાના છે. મહત્વનું છે કે, રાજધાની દિલ્હીમાં ચૂંટણી સમયે મતદારોને આસાની રહે તે માટે કુલ 13,033 પોલિંગ સ્ટેશન રાાખવામાં આવ્યા છે.
છેલ્લી ચૂંટણીનું પરિણામ શું આવ્યું?
વર્ષ 2020માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP) એ સતત બીજી વખત જંગી બહુમતી મેળવી હતી. AAPએ 70માંથી 62 સીટો જીતી હતી. ભાજપ 8 બેઠકો જીતવામાં સફળ રહી હતી, જ્યારે કોંગ્રેસ સતત બીજી વખત શૂન્ય થઈ ગઈ હતી. AAPને લગભગ 54 ટકા વોટ શેર, બીજેપીને લગભગ 39 ટકા અને કોંગ્રેસને 5 ટકાથી ઓછા વોટ શેર મળ્યા હતા.
આ પણ વાંચો: Delhi વિધાનસભાની ચૂંટણીની તારીખો થશે જાહેર, કેન્દ્રીય ચૂંટણી પંચ યોજશે પ્રેસ કોન્ફરન્સ