Delhi Air Pollution : ફટાકડા ફોડનારાઓની ખૈર નહીં, થશે કડક કાર્યવાહી
- દિવાળીના દિવસે દિલ્હીમાં હવા પ્રદૂષણ ગંભીર, આનંદ વિહારમાં AQI 'ગંભીર'
- દિલ્હીમાં ફટાકડા પ્રતિબંધનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી!
- દિવાળીના દિવસે દિલ્હીમાં ધુમ્મસનું રાજ, AQI 'ગંભીર' શ્રેણીમાં
Delhi Air Pollution : દિવાળીના દિવસે રાજધાની દિલ્હીમાં હવા ખરાબ થઇ ગઇ છે. આનંદ વિહાર વિસ્તારમાં AQI 'ગંભીર' શ્રેણીમાં નોંધવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર, આજે સાંજ સુધીમાં પ્રદૂષણ ગંભીર સ્તરે વધી શકે છે. આવી સ્થિતિમાં અધિકારીઓએ કહ્યું કે, ફટાકડા ફોડનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે 377 ટીમો બનાવવામાં આવી છે.
આનંદ વિહારમાં ડરામણી AQI
ગુરુવારે સવારે 8 વાગ્યે આનંદ વિહારમાં AQI 419 નોંધવામાં આવ્યો હતો. આ મહત્તમ સ્તરથી માત્ર 81 નીચે છે. AQI નું સ્તર 500 સુધી નોંધાયું છે. આવી સ્થિતિમાં આનંદ વિહારના આંકડા ડરામણા છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીનો સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક (AQI) 307 નોંધાયો હતો. મંગળવારે તે 268 હતો. દિવાળીના દિવસે અને શુક્રવારે પણ પ્રદૂષણમાંથી રાહત મળવાની આશા નથી. IITM પુણેએ જણાવ્યું હતું કે દિલ્હીમાં AQI ગુરુવાર અને શુક્રવારે 'ખૂબ જ નબળી' શ્રેણીમાં રહેવાની ધારણા છે.
આજે દિલ્હીમાં AQI ક્યાં છે?
- આનંદ વિહાર: 419
- અશોક વિહાર: 368
- બુરારી ક્રોસિંગ: 353
- ચાંદની ચોકઃ 301
- DTU: 281
- દ્વારકા-સેક્ટર 8: 359
- IGI એરપોર્ટ (T3): 303
- ITO: 306
ફટાકડા ફોડનારાઓ મુશ્કેલીમાં મુકાશે
દિવાળીની સવારે AQI 'ગંભીર' કેટેગરીમાં આવતા લોકોની સમસ્યાઓમાં વધારો થઈ શકે છે. આવી સ્થિતિમાં દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કહ્યું કે, સમગ્ર દિલ્હીમાં ફટાકડા પર પ્રતિબંધ લાગુ કરવા માટે 377 ટીમો બનાવવામાં આવી છે. તેમણે કહ્યું કે, અધિકારીઓ જાગૃતિ ફેલાવવા માટે રેસિડેન્ટ વેલ્ફેર એસોસિએશનો (RWAs), માર્કેટ એસોસિએશનો અને સામાજિક સંસ્થાઓના સંપર્કમાં છે. દિલ્હી પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે તમામ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (DCP) ને તેમના સંબંધિત જિલ્લામાં ફટાકડા ન ફોડવામાં આવે તેની ખાતરી કરવા માટે સમર્પિત ટીમો બનાવવા માટે કહેવામાં આવ્યું છે. અધિકારીઓએ કહ્યું કે પ્રતિબંધનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો: દિલ્હીમાં શિયાળો શરૂ થતાં જ પ્રદૂષણ! લોકોને શ્વાસ લેવામાં પડી રહી છે મુશ્કેલી