ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

લોકો કોંગ્રેસને 2024 ની ચૂંટણી પછી ભૂલી જશે - રક્ષામંત્રી રાજનાથસિંગ

LAKHIMPURI KHERI (UTTARPRADESH) : દેશના રક્ષા મંત્રી રાજનાથસિંગ (DEFENCE MINISTER RAJNATH SINGH) આજે ઉત્તરપ્રદેશના લખીમપુરી ખીરી (LAKHIMPURI KHERI) માં મોટી જનમેદનીને સંબોધન કરતા કહ્યું કે, આગામી 5 - 10 વર્ષમાં લોકો સમાજવાદી પાર્ટીને ભુલી જશે. અને કોંગ્રેસ તો 2024 ની...
02:25 PM Apr 25, 2024 IST | PARTH PANDYA
featuredImage featuredImage

LAKHIMPURI KHERI (UTTARPRADESH) : દેશના રક્ષા મંત્રી રાજનાથસિંગ (DEFENCE MINISTER RAJNATH SINGH) આજે ઉત્તરપ્રદેશના લખીમપુરી ખીરી (LAKHIMPURI KHERI) માં મોટી જનમેદનીને સંબોધન કરતા કહ્યું કે, આગામી 5 - 10 વર્ષમાં લોકો સમાજવાદી પાર્ટીને ભુલી જશે. અને કોંગ્રેસ તો 2024 ની ચૂંટણી બાદ જ ગાયબ થઇ જશે.

25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર

રક્ષામંત્રી રાજનાથસિંગ આજે મોટી જમનેદનીને સંબોધન કરતા બોલ્યા કે, સૌથી મોટી ઇકોનોમિસ્ટ અને ફાયનાન્શિયલ ફર્મ દ્વારા ભાતરની સફળતા વર્ણવવામાં આવી છે, તેમણે જણાવ્યું કે, દેશ 8 - 9 વર્ષમાં 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લાવવામાં સફળ રહ્યો છે.

આ લોકો શું કરવા માંગે છે ?

તેમણે ઉમેર્યું કે, કોંગ્રેસના એડવાઇઝર અને ઇન્ડિયન ઓવર્સીસ કોંગ્રેસના સેમ પિત્રોડા અમેરિકા જેવી સિસ્ટમ દેશમાં લાગુ કરવા માટે જણાવી રહ્યા છે. જો પરિવારના મુખ્ય વ્યક્તિનું મૃત્યુ થાય તો તેમની સંપત્તિનો 55 ટકા હિસ્સો સરકાર પાસે આવી જાય, અને બાકીનો 45 ટકા હિસ્સો પરિવાર પાસે રહે છે. આ લોકો શું કરવા માંગે છે ? દેશને કઇ દિશામાં આગળ લઇ જવા માંગે છે ? તેમણે ઉમેર્યું કે, દેશની આઝાદી બાદથી કોંગ્રેસે દેશના વિકાસને લઇને કંઇ કર્યું નથી.

રામ રાજ્ય શરૂ થઇ ગયું

તેમણે જણાવ્યું કે, આજે આપણે બધાયે સતર્ક થઇ જવાની જરૂર છે. તે લોકો ક્યારે અને શું કરશે તે કોઇ કહી શકતું નથી. દેશની આઝાદી બાદ થી કોંગ્રેસે દેશના વિકાસને લઇને કંઇ કર્યું નથી. દેશના મુલ્યોને બચાવવા માટે પણ તેમણે કંઇ કર્યું નથી. ભાજપ એકમાત્ર પાર્ટી છે જેણે આ કરી બતાવ્યું છે. અમે કહ્યું હતું, અમને બંને ગૃહોમાં બહુમતી મળશે એટલે આર્ટીકલ 370 નાબુદ કરીશું, બહુમતી મળતા જ અમે કરી બતાવ્યું. ભગવાન રામલલા તેમની ઝૂંપડીમાંથી ભવ્ય મંદિરમાં બિરાજમાન થયા છે, તેનો મતલબ છે કે રામ રાજ્ય શરૂ થઇ ગયું છે.

તો તેને જવાબ આપવામાં આવશે

તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસે ભારત-ચાયના બોર્ડર પર રોડ બનાવ્યા નથી. તેમને ડર હતો કે, ચાઇના તે રસ્તે ભારતમાં ઘૂસી જશે. આજે અમે બોર્ડર પર ઇન્ફ્રાસ્ટ્રક્ટરનું સતત નિર્માણ કરી રહ્યા છીએ. જો કોઇ આવશે, તો તેને જવાબ આપવામાં આવશે. વર્ષ 20174 સુધી દેશના હથિયારો વિદેશથી આવતા હતા. જે આ વર્ષે દેશમાં જ તેનું રૂ. 1 લાખ કરોડનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. આગામી 5 - 10 વર્ષમાં લોકો સમાજવાદી પાર્ટીને ભુલી જશે. અને કોંગ્રેસ તો 2024 ની ચૂંટણી બાદ જ ગાયબ થઇ જશે

આ પણ વાંચો -- દેશને લૂંટ્યા બાદ હવે કોંગ્રેસની નજર સામાન્ય માણસની સંપત્તિ પર – CM યોગી આદિત્યનાથ

Tags :
CongresscountrycriticizedefencedevelopingMinisternotRajnathsingh