Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Defence budget 2024: બજેટમાં સૌથી મોખરે સુરક્ષા દળ, હવે... સંરક્ષણ ખર્ચ GDP ના 3.4% થશે

Defence budget 2024: આજરોજ Finance minister દ્વારા વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટમાં દેશના આર્થિક અને સામાજિક વિકાસને અસરકરતા તમામ પાસાઓને આવરી લેવામાં આવ્યા છે. બજેટમાં સરકારનું સંપૂર્ણ ધ્યાન defence forces પર હવે સંરક્ષણ ખર્ચ GDP ના 3.4%...
05:28 PM Feb 01, 2024 IST | Aviraj Bagda
Security forces at the forefront of the budget, now... Defense spending will be 3.4% of GDP

Defence budget 2024: આજરોજ Finance minister દ્વારા વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટમાં દેશના આર્થિક અને સામાજિક વિકાસને અસરકરતા તમામ પાસાઓને આવરી લેવામાં આવ્યા છે.

બજેટમાં સરકારનું સંપૂર્ણ ધ્યાન defence forces પર

ત્યારે આ બજેટમાં Indian defence forces નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ બજેટના માધ્યમથી સરકારનું સંપૂર્ણ ધ્યાન દેશની સુરક્ષા પર છે. વચગાળાના બજેટમાં સંરક્ષણ ખર્ચ અગાઉના બજેટમાં રૂ. 5.94 લાખ કરોડથી વધારીને રૂ. 6.25 લાખ કરોડ કરવામાં આવ્યો છે.

હવે સંરક્ષણ ખર્ચ GDP ના 3.4% થશે

Finance year 2024 ના બજેટમાં સંરક્ષણ મંત્રાલયને સૌથી વધુ રૂ. 5.94 લાખ કરોડની ફાળવણી કરવામાં આવી, જે સરકારના કુલ બજેટ ખર્ચના લગભગ 13.2 ટકા હતી. નાણાકીય વર્ષ 23 માં, સરકારે રૂ. 5.25 લાખ કરોડનું બજેટ રાખ્યું હતું, જે સુધારીને રૂ. 5.85 લાખ કરોડ કરવામાં આવ્યું છે. હવે સંરક્ષણ ખર્ચ GDP ના 3.4% થશે.

વિશ્વમાં ચોથા ક્રમાંક પર Indian defence force

Defence minister રાજનાથ સિંહે ઓક્ટોબર 2023 માં કહ્યું હતું કે ભારતને 2047 સુધીમાં વિકસિત દેશ બનવા માટે આધુનિક સાધનો સાથે મજબૂત સશસ્ત્ર દળોની જરૂર છે. જ્યારે આપણે આઝાદીના 100 વર્ષની ઉજવણી કરીશું. જો આપણે વિકસિત રાષ્ટ્ર બનાવવું હોય તો આપણને Modern weapons અને સાધનો સાથે Powerful army ની જરૂર પડશે. હાલમાં, ભારત વિશ્વમાં ચોથા નંબરની સૌથી શક્તિશાળી સૈન્ય ધરાવે છે.

આ પણ વાંચો: Budget Focus : PM MODI ની આ ચાર ‘કોમ્યુનિટી’ પર નાણાં મંત્રીનું ખાસ ફોકસ

Tags :
BudgetDefence BudgetDefence budget 2024Defence Forcedefence ministerfinance ministerFinance year 2024GujaratGujaratFirstIndian NavyIndian-Army
Next Article