Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Delhi : સંસદીય ઈતિહાસ માટે આ યોગ્ય નથીઃ માયાવતી

બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતીએ પ્રેસ કોન્ફરન્સ કરી વિપક્ષી સાંસદોના સસ્પેન્શનને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું હતું. આ સાથે સંસદીય ઈતિહાસ માટે સાંસદોના સસ્પેન્શનની બાબત યોગ્ય ન હોવાનું કહ્યું હતું. બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતીએ પ્રેસ કોન્ફરન્સ કરી સંસદમાંથી સસ્પેન્ડ કરાયેલા સાંસદો, INDIA...
03:43 PM Dec 21, 2023 IST | Hiren Dave

બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતીએ પ્રેસ કોન્ફરન્સ કરી વિપક્ષી સાંસદોના સસ્પેન્શનને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું હતું. આ સાથે સંસદીય ઈતિહાસ માટે સાંસદોના સસ્પેન્શનની બાબત યોગ્ય ન હોવાનું કહ્યું હતું. બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતીએ પ્રેસ કોન્ફરન્સ કરી સંસદમાંથી સસ્પેન્ડ કરાયેલા સાંસદો, INDIA ગઠબંધન સહીત વિવિધ મુદ્દે વાત કરી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં માયાવતીએ કહ્યું હતું, કે સંસદના બન્ને ગૃહમાંથી આશરે 146  સાંસદોને સસ્પેન્ડ કરવા એ સંસદીય ઈતિહાસ માટે દુઃખદ છે અને લોકોના વિશ્વાસ પર આઘાત પહોચાડે તેવી બીના છે. દરમિયાન, સસ્પેન્ડ કરાયેલા સાંસદોએ રાજ્યસભાના સભાપતિની સંસદ પરિસરમાં મજાક ઉડાવી હતી તે વિડિઓ વાયરલ થવાને અનુચિત અને અશોભનીય કહ્યું હતું.

સંસદમાં વિરોધ વિના બિલ પસાર કરવું એ ખોટી પરંપરા ;  માયાવતી
બસપા સુપ્રીમો માયાવતીએ એમ પણ કહ્યું હતું કે, સંસદમાં વિરોધ વિના બિલ પસાર કરવું એ ખોટી પરંપરા છે અને વર્ષો જૂની પરંપરાને બચાવવાની જવાબદારી આપણા સૌની છે. માયાવતીએ સંસદની સુરક્ષામાં ક્ષતિનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. સંસદની સુરક્ષામાં થયેલી ક્ષતિ અંગે કહ્યું હતું કે, સંસદની સુરક્ષામાં ભંગ થવો એ ચિંતાનો વિષય છે. તાજેતરમાં સંસદમાંની સુરક્ષાની ખામી સામે આવી તે યોગ્ય નથી. આ ખૂબ જ ગંભીર અને ચિંતાનો વિષય છે. આવી સ્થિતિમાં આપણે સાથે મળીને સંસદની સુરક્ષા પર વિશેષ ધ્યાન આપવાની આવશ્યકતા છે. એકબીજા પર દબાણ લાવવાથી કામ નહીં ચાલે. આરોપીઓ અને કાવતરાખોરો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવી ખૂબ જ જરૂરી છે.
​​​​​​​

INDIA ગઠબંધનની બેઠક વિષે માયાવતીએ શું   કહ્યું  

INDIA ગઠબંધનની બેઠક વિષે બોલતા માયાવતીએ કહ્યું, 'જે પાર્ટી આ ગઠબંધનમાં નથી તેના પર વાહિયાત વાત કે ટીકા ટીપ્પણ કરવી જોઈએ નહી. મારી સલાહ છે કે લોકોએ તેનાથી બચવું જોઈએ કારણ કે દેશના હિતમાં ભવિષ્યમાં કોને કોની જરૂર પડશે તે અનુમાન લગાવવું અશક્ય છે. અને શરમનો સામનો કરવો પડે તેવી સ્થિતિમાં મુકાવું પડે. ખાસ કરીને સપાએ આ બાબતનું ધ્યાન રાખવું જોઈએ. ભવિષ્યમાં કોને કોની જરૂર પડે તેમ કહી સપાનું ઉદાહરણ ટાંકી માયાવતીએ પરોક્ષ કટાક્ષ કર્યો હતો.માયાવતીએ કહ્યું હતું કે, 'બસપા એક ધર્મનિરપેક્ષ પાર્ટી છે અને મસ્જિદનું નિર્માણ પણ આવકારદાયક રહેશે. અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ પર બસપાને કોઈ સમસ્યા નથી.

 

આ  પણ  વાંચો  -YANVAPI CASE : ASI સરવે રિપોર્ટ મુદ્દે સુનાવણી ટળી, હવે આ તારીખે થશે સુનાવણી

 

Tags :
CongressDelhiGujaratFirstMayavatiparliamentofindiaParliamentSecurityBreachParliamentWinterSessionProtest
Next Article