Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Dawood Ibrahim : આજે ડૉન દાઉદના બાળપણનું ઘર થશે લિલામ, આટલા રૂપિયાથી શરૂ થશે બોલી

અન્ડરવર્લ્ડ ડોન અને 1993 મુંબઈ બોમ્બ વિસ્ફોટનો આરોપી દાઉદ ઇબ્રાહિમને (Dawood Ibrahim) લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આરોપી દાઉદ ઇબ્રાહિમની મહારાષ્ટ્રની ચાર મિલકતોની આજે હરાજી થશે. SAFEMA હેઠળ નાણાકીય મંત્રાલયના મહેસૂલ વિભાગ દ્વારા મુંબઈમાં (Mumbai) ઇનકમટેક્સ વિભાગની ઑફિસમાં આ...
dawood ibrahim   આજે ડૉન દાઉદના બાળપણનું ઘર થશે લિલામ  આટલા રૂપિયાથી શરૂ થશે બોલી

અન્ડરવર્લ્ડ ડોન અને 1993 મુંબઈ બોમ્બ વિસ્ફોટનો આરોપી દાઉદ ઇબ્રાહિમને (Dawood Ibrahim) લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આરોપી દાઉદ ઇબ્રાહિમની મહારાષ્ટ્રની ચાર મિલકતોની આજે હરાજી થશે. SAFEMA હેઠળ નાણાકીય મંત્રાલયના મહેસૂલ વિભાગ દ્વારા મુંબઈમાં (Mumbai) ઇનકમટેક્સ વિભાગની ઑફિસમાં આ હજારી કરાશે.

Advertisement

માહિતી મુજબ, આ તમામ મિલકતો હાલ દાઉદ ઇબ્રાહિમના (Dawood Ibrahim) પરિવારની માલિકી હેઠળ છે અને આ મિલકતોને માત્ર 19 લાખ રૂપિયામાં હરાજી માટે મૂકવામાં આવી છે. મહારાષ્ટ્રના (Maharashtra) રત્નાગિરીના મુંબકે ગામમાં તેની કૃષિ જમીનની પણ હરાજી કરવામાં આવશે. આ હરાજીમાં મુંબકે ગામે આવેલ દાઉદ ઇબ્રાહિમના બાળપણનું ઘર પણ સામેલ છે, જ્યાં તેણે પોતાના બાળપણનો શરૂઆતી સમય પસાર કર્યો હતો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વકીલ અને શિવસેના નેતા અજય શ્રીવાસ્તવ (Ajay Srivastava) દાઉદની મિલકતની હરાજીમાં સામેલ થઈ શકે છે. તેઓ દાઉદના પૈતૃક ઘર માટે બોલી લગાવી શકે છે. જણાવી દઈએ કે, આ પહેલા પણ તેઓ ડોનની ત્રણ મિલકતો માટે બોલી લગાવી ચૂક્યા છે, જેમાં મુંબકેમાં ડોનના બાળપણનું મકાન પણ સામેલ છે. વર્ષ 2001માં શ્રીવાસ્તવે ડોનની કેટલીક દુકાનો માટે બોલી લગાવી હતી. જે હાલ પણ કાયદાકીય પ્રક્રિયા હેઠળ છે. જણાવી દઈએ કે, આ પહેલા સરકાર દ્વારા જપ્ત કરવામાં આવેલ દાઉદ ઇબ્રાહિમની (Dawood Ibrahim) મિલકતોની પહેલી હરાજી સાલ 2000માં થઈ હતી. જો કે, તે સમયે કોઈએ આ હરાજીમાં બોલી લગાવી નહોતી.

Advertisement

આ પણ વાંચો - Krishna Janmabhoomi-Shahi Idgah: અલ્હાબાદ HC ના આદેશ વિરુદ્ધ કરેલી અરજી SC એ ફગાવી

Advertisement

Tags :
Advertisement

.