Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

DALIT યુવકને મળી ઢોલ ન વગાડવાની સજા, આખા પરિવારનો કરાયો બહિષ્કાર; જાણો શું છે બાબત

મનુષ્ય પોતાના કામ અને પૈસાથી ગમે તેટલો પોતાના જીવનમાં પ્રગતિ કરે પરંતુ જો તેના રૂઢિચુસ્ત વિચારોમાંથી તે બહાર નહીં આવે તો તે તેના જ વિચારોનો ગુલામ બનશે, અને આ વિચારો જ આગળ જતા તેના પતનનું કારણ બનશે. ઉત્તરાખંડમાંથી હવે ચોંકાવનારી...
dalit યુવકને મળી ઢોલ ન વગાડવાની સજા  આખા પરિવારનો કરાયો બહિષ્કાર  જાણો શું છે બાબત

મનુષ્ય પોતાના કામ અને પૈસાથી ગમે તેટલો પોતાના જીવનમાં પ્રગતિ કરે પરંતુ જો તેના રૂઢિચુસ્ત વિચારોમાંથી તે બહાર નહીં આવે તો તે તેના જ વિચારોનો ગુલામ બનશે, અને આ વિચારો જ આગળ જતા તેના પતનનું કારણ બનશે. ઉત્તરાખંડમાંથી હવે ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક DALIT પરિવાર સાથે જે બનાવ બન્યો છે તેને જાણીને તમે ચોંકી જશો. ઉત્તરાખંડના ચમોલી જિલ્લાની આ ઘટના છે જ્યાં એક અંતરિયાળ ગામમાં જ્યારે એક દલિત વ્યક્તિ બીમારીના કારણે મંદિરમાં ઢોલ વગાડવા ન આવી શક્યો ત્યારે દલિત પરિવારોએ કથિત રીતે બહિષ્કાર કર્યો હતો. ભારત-ચીન સરહદ પાસે નીતિ ખીણમાં સ્થિત સુભાઈ ગામની સ્થાનિક પંચાયતે રવિવારે બહિષ્કારની જાહેરાત કરી હતી. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો

Advertisement

સ્થાનિક પંચાયતે આપ્યો આદેશ

સમગ્ર ઘટના એમ છે કે, જે ગામની આ ઘટના છે ત્યાં ગામમાં ફક્ત કુલ 6 જેટલા અનુસૂચિત જાતિના પરિવારો છે, જેમની પેઢીઓથી ગામમાં યોજાતા સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક ઉત્સવોમાં ઢોલ વગાડવામાં આવે છે, પરંતુ પુષ્કર લાલ નામની વ્યક્તિ બીમારીના કારણે ધાર્મિક કાર્યક્રમમાં ઢોલ વગાડવા માટે આવી શકતી ન હતી. જેનો સ્થાનિક પંચાયતે સમગ્ર સમુદાયનો સામાજિક બહિષ્કાર કરવાનો આદેશ આપ્યો હતો. આટલું જ નહીં, તે પરિવારને અપાયેલા પાલનનું આદેશ ન થાય તો ધમકી પણ આપી છે. અનુસૂચિત જાતિના પરિવારોને ગામમાં જંગલ અને જળ સંસાધનોનો ઉપયોગ કરવા, દુકાનોમાંથી આવશ્યક ચીજવસ્તુઓ ખરીદવા, વાહનોમાં મુસાફરી કરવા અને મંદિરોમાં જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

સમગ્ર બાબતની પોલીસમાં નોંધાઈ ફરિયાદ

સમગ્ર ઘટના અંગે DALIT પરિવારે હવે જોશીમઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં રામકૃષ્ણ ખંડવાલ અને યશવીર સિંહ નામના બે લોકો પર આ આદેશ જારી કરવાનો આરોપ લગાવ્યો હતો. આ સમગ્ર બાબત ઉપર હવે શું આગળ પરિણામ આવશે તે તો જોવું રહ્યું.

Advertisement

આ પણ વાંચો : Action : સુરક્ષા દળોની મોટા ક્લિનિકલ ઓપરેશનની તૈયારી

Advertisement
Tags :
Advertisement

.