ઉધમપુરમાં CRPF ના કાફલા પર આતંકી હુમલો, એક જવાન શહીદ
પહાડી વિસ્તારોમાં આ CRPF ની પોસ્ટ કરવામાં આવી હતી
એક મુઠભેડમાં એક અધિકારી સહિત 4 Soldiers શહીદ થયા
સુરક્ષા દળોએ 6 આતંકવાદીઓને ઠાર માર્યા હતાં
Terrorist attack in Udhampur: Jammu-Kashmir ના Udhampur માં ફરી એકવાર ભારતીય સૈન્ય દળ પર આતંકી હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલો ત્યારે કરવામાં આવ્યો છે, જ્યારે CRPF ના Soldiers પેટ્રોલિંગ કરી રહ્યા હતાં. તેથી આ હુમલામાં એક CRPF જવાન શહીદ થયો છે. જોકે આ CRPF સૈનિક અન્ય સૈનિકોની આગળ પેટ્રોલિંગ કરી રહ્યો હતો. ત્યારે તેની પર અચાનક આતંકી હુમલો કરવામાં આવ્યો હતો.
પહાડી વિસ્તારોમાં આ CRPF ની પોસ્ટ કરવામાં આવી હતી
આ ઘટના Udhampur ના વિસ્તારમાં પોલીસ ચોકીથી લગભગ આઠ કિલોમીટર દૂર છે. આતંકવાદ વિરોધી પગલાંના ભાગરૂપે જમ્મુના પહાડી વિસ્તારોમાં આ CRPF ની પોસ્ટ કરવામાં આવી હતી. ભૂતકાળના હુમલાઓને ધ્યાનમાં રાખીને, સરકારે આ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવા અને કડક દેખરેખ રાખવાનો આદેશ આપ્યો હતો. મળતી માહિતી મુજબ આ હુમલો બપોરના સમયે 3 કલાકની આસપાસ થયો હતો. ત્યારે ઉધમરપુરમાં CRPF અને પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી.
આ પણ વાંચો: Kolkata Rape-Murder Case માં આરોપીનો પોલિગ્રાફી ટેસ્ટ કરાશે, CBI ને મળી મંજૂરી
One #CRPF Inspector Kuldeep Singh (Veergati) killed in action in Cheel area of #Ramanagar under dudu PS of #Udhampur. He was leading joint #CASO of @crpfindia & @JmuKmrPolice SOG. Terrorist fired on them and ran away. Team of @Whiteknight_IA @JmuKmrPolice and @crpfindia is in… pic.twitter.com/53OIgabFLS
— Manish Prasad (@manishindiatv) August 19, 2024
એક મુઠભેડમાં એક અધિકારી સહિત 4 Soldiers શહીદ થયા
જોકે Udhampur વિસ્તારમાં આતંકવાદીઓની ગતિવિધિઓમાં વધારો જોવા મળ્યો છે. જે જમ્મુ ક્ષેત્રમાં ચિંતાનો માહોલ દર્શાવે છે. તો આતંકવાદીઓને પકડી પાડવા માટે CRPF અને સ્થાનિક પોલીસનું પેટ્રોલિંગ મજબૂત કરવામાં આવ્યું છે. તે ઉપરાંત તપાસ અભિયાન પર નિરંતર કાર્યરત કરાયું છે. અગાઉ પણ જુલાઈ માસમાં ડોડા જિલ્લામાં એક મુઠભેડમાં એક અધિકારી સહિત 4 Soldiers શહીદ થયા હતાં. તો હુમલાની જવાબદારી પાકિસ્તાની આતંકવાદી લશ્કર જૈશ-એ-મોહમ્મદે લીધી હતી.
સુરક્ષા દળોએ 6 આતંકવાદીઓને ઠાર માર્યા હતાં
તો 8 જુલાઈના રોજ કઠુઆ જિલ્લાના પહાડી વિસ્તારમાં સેનાના કાફલા પર અચાનક હુમલામાં એક જુનિયર કમિશન્ડ ઓફિસર સહિત પાંચ સૈન્યના Soldiers શહીદ થયા હતાં. જ્યારે અન્ય કેટલાક ઘાયલ થયા હતાં. આ ઉપરાંત 6 જુલાઈએ કુલગામ જિલ્લામાં બે અલગ-અલગ એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષા દળોએ 6 આતંકવાદીઓને ઠાર માર્યા હતા. જોકે આ એન્કાઉન્ટર દરમિયાન બે Soldiers એ જીવ ગુમાવ્યો હતો.
આ પણ વાંચો: CBI સાથે NCL માં તપાસ કરનાર DSP પાસેથી જ કરોડોની રોકડ મળી