Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Army In Kashmir: જમ્મુ-કશ્મીરમાં આતંકીવાદીઓએ ફરી ઘૂસણખોરીનો કર્યો પ્રયાસ

પાક. ના આતંકીઓ ભારતના સિપાહીઓ દ્વારા ઢેર પાકિસ્તાનના આતંકવાદીઓએ ફરી એકવાર જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો છે, જેને સુરક્ષા દળોએ નિષ્ફળ બનાવ્યો છે. અખનૂર સેક્ટરમાં ઘૂસણખોરીના પ્રયાસ દરમિયાન ચાર આતંકીઓએ ભારતીય સીમામાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે ફરજ પરના સુરક્ષા દળએ...
army in kashmir  જમ્મુ કશ્મીરમાં આતંકીવાદીઓએ ફરી ઘૂસણખોરીનો કર્યો પ્રયાસ
Advertisement

પાક. ના આતંકીઓ ભારતના સિપાહીઓ દ્વારા ઢેર

Advertisement

પાકિસ્તાનના આતંકવાદીઓએ ફરી એકવાર જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો છે, જેને સુરક્ષા દળોએ નિષ્ફળ બનાવ્યો છે. અખનૂર સેક્ટરમાં ઘૂસણખોરીના પ્રયાસ દરમિયાન ચાર આતંકીઓએ ભારતીય સીમામાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે ફરજ પરના સુરક્ષા દળએ ચાર્જ સંભાળ્યો અને જવાબી કાર્યવાહી કરી જેમાં એક આતંકવાદી માર્યો ગયો. આ પછી, બાકીના ત્રણ આતંકવાદીઓ તેમના સાથીનો મૃતદેહ લઈને સરહદ પાર નાસી ગયા.

Advertisement

અગાઉ પાક. હુમલામાં ભારતીય જવાનો શહિદ થયા હતાં

Advertisement

ભારતીય સેનાની 'વ્હાઈટ નાઈટ કોર્પ્સ' અખનૂર પર પોસ્ટ છે. 22/23 ડિસેમ્બરની રાત્રે ચાર આતંકવાદીઓની શંકાસ્પદ પ્રવૃત્તિ સર્વેલન્સ દ્વારા સામે આવી હતી. જે બાદ અસરકારક રીતે ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

તે જ સમયે જમ્મુના પૂંછમાં એન્કાઉન્ટર સ્થળ પર શંકાસ્પદ સંજોગોમાં 3 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. પુંછના ડેપ્યુટી કમિશનર ચૌધરી મુહમ્મદ યાસીન અને એસએસપી વિનય કુમાર ઘટનાસ્થળે પહોંચી ગયા છે. જમ્મુ ડિવિઝનના કમિશનર રમેશ કુમાર પણ ઘટના સ્થળે રવાના થઈ ગયા છે. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. આ દરમિયાન રાજૌરી અને પુંછમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો: Army In Kashmir: જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સૈન્ય દ્વારા 3 દિવસથી સર્ચ ઓપરેશન કાર્યરત

Tags :
Advertisement

Trending News

.

×