Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Mizoram Election Results 2023: મિઝોરમમાં આજે મતગણતરી, થોડીવારમાં આવશે ચૂંટણી વલણો

મિઝોરમ વિધાનસભા ચૂંટણી માટે થોડીક વારમાં મતગણતરી શરૂ થવાની છે. ઉલ્લેખનીય છે કે અહીં 40 વિધાનસભા બેઠકો પર મતદાન પૂરું થઈ ગયું છે અને અહીં મિઝો નેશનલ ફ્રન્ટ, જોરમ પીપલ્સ મૂવમેન્ટ, કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ટક્કર જોવા મળી શકે છે....
mizoram election results 2023   મિઝોરમમાં આજે મતગણતરી  થોડીવારમાં આવશે ચૂંટણી વલણો

મિઝોરમ વિધાનસભા ચૂંટણી માટે થોડીક વારમાં મતગણતરી શરૂ થવાની છે. ઉલ્લેખનીય છે કે અહીં 40 વિધાનસભા બેઠકો પર મતદાન પૂરું થઈ ગયું છે અને અહીં મિઝો નેશનલ ફ્રન્ટ, જોરમ પીપલ્સ મૂવમેન્ટ, કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ટક્કર જોવા મળી શકે છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ ચૂંટણીપંચે એક નોટિફિકેશન જાહેર કરીને અન્ય ચાર રાજ્યોની સાથે મતગણતરી કરવાનું ટાળતાં 3ની જગ્યાએ 4 તારીખે મિઝોરમમાં મતગણતરી કરવાની જાણકારી આપી હતી. ખ્રિસ્તી ધર્મના લોકો માટે રવિવારનો દિવસ પવિત્ર મનાતો હોવાથી તેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો હોવાનો દાવો કરાયો હતો.

Advertisement

મિઝોરમ વિધાનસભા ચૂંટણી માટે થોડીક જ વારમાં મતગણતરી શરૂ થશે. તેને ધ્યાનમાં રાખીને આઈઝોલમાં મજબૂત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

Advertisement

Advertisement

મિઝોરમ વિધાનસભા માટે 7 નવેમ્બરે મતદાન થયું હતું અને રાજ્યના 8.57 લાખ મતદારોમાંથી 80 ટકાથી વધુ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ચૂંટણીમાં 18 મહિલાઓ સહિત કુલ 174 ઉમેદવારો મેદાનમાં છે.

મુખ્યમંત્રી જોરામથાંગાએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે મિઝોરમમાં ત્રિશંકુ વિધાનસભાની કોઈ શક્યતા નથી. તેમણે કહ્યું કે અહીં સત્તારૂઢ MNF ચૂંટણી જીતશે. મતદાનના દિવસે જ જોરામથંગાએ કહ્યું હતું કે રાજ્યમાં ભાજપ સાથે કોઈ ગઠબંધન નથી અને તે કેન્દ્ર સરકારના મુદ્દાઓ પર તેનું સમર્થન માંગશે.

MNF, ZPM અને કોંગ્રેસે 40-40 બેઠકો પર ચૂંટણી લડી હતી, જ્યારે ભાજપે 13 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા. મિઝોરમમાં પહેલીવાર વિધાનસભા ચૂંટણી લડનાર આમ આદમી પાર્ટી (AAP) ચાર સીટો પર ચૂંટણી લડી હતી. આ સિવાય 17 અપક્ષ ઉમેદવારો પણ મેદાનમાં હતા.

આ  પણ  વાંચો -મોદી લહેરે કરી કમાલ, MP સહિત ત્રણ રાજ્યોમાં BJP ની બમ્પર જીત, તેલંગાણામાં કોંગ્રેસની સરકાર

Tags :
Advertisement

.