ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

કોંગ્રેસ નેતા ઠાકરશી રબારી અફીણની હેરાફેરીમાં ઝડપાયા, રાજસ્થાન પોલીસે કરી ધરપકડ

રાજસ્થાન પોલીસે કોંગ્રેસ નેતા ઠાકરશી રબારીની અફીણની હેરાફેરી કરવાના ગુના હેઠળ ધરપકડ કરતા ચકચાર મચી ગઈ છે. રાજસ્થાનના પિંડવાડામાં ઝડપાયેલા અફીણના કેસમાં ઠાકરશી રબારીનું નામ સામે આવ્યું હતું.
01:58 PM Apr 15, 2025 IST | Hardik Prajapati
featuredImage featuredImage
Thakarshi Rabari opium smuggling,Gujarat First,-----

રાજસ્થાનના સ્વરૂપગંજ પોલીસે કોંગ્રેસ નેતા ઠાકરશી રબારીની ધરપકડ કરતા ચકચાર મચી ગઈ છે. રાજસ્થાનના પિંડવાડામાં ઝડપાયેલા અફીણના કેસમાં ઠાકરશી રબારીની સ્વરુપગંજ પોલીસે ધરપકડ કરી છે. આ સમગ્ર મામલે સ્વરૂપગંજ કોર્ટે ઠાકરશી રબારીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા છે. અત્યારે રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે છે અને તેમના જ પક્ષના નેતા અફીણની હેરાફેરીમાં જેલભેગા થતા કોંગ્રેસને નીચા જોવાનો વારો આવ્યો છે.

ગેનીબેને પ્રતિક્રિયા આપવા કર્યો ઈન્કાર

રાજસ્થાનના સ્વરૂપગંજ પોલીસે અફીણની હેરાફેરીમાં કોંગ્રેસ નેતા ઠાકરશી રબારીની ધરપકડ કરી છે. આ સમગ્ર મુદ્દે કોંગ્રેસ સાસંદ ગેનીબેન ઠાકોરની પ્રતિક્રિયા લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જેમાં ગેનીબેને 6 મહિનાથી કોઈ સંપર્ક નથી તેવું નિવેદન આપીને લૂલો બચાવ કર્યો છે. તેમણે અન્ય કોઈ પ્રતિક્રિયા આપવા ઈન્કાર કર્યો છે.

શું છે સમગ્ર મામલો ?

રાજસ્થાનની પિંડવાડા પોલીસે 3 કિલોગ્રામ અફિણના કેસમાં ઠાકરશીની અટકાયત કરી હોવાનું સામે આવ્યું છે. મધ્યપ્રદેશના 2 આરોપીઓની કારમાંથી અફીણનો 3 કિલો અને 390 ગ્રામ અફીણ રસ મળ્યો હતો. મઘ્યપ્રદેશના આરોપીઓએ આ મુદ્દામાલ વાવના ઠાકરશી રબારીએ મંગાવ્યો હોવાનો ખુલાસો કર્યો હતો. મુખ્ય આરોપીઓની કબૂલાત નિવેદન બાદ ઠાકરશી રબારીની ધરપકડ થઇ  હતી.

ભાજપના વેધક સવાલ

કોંગ્રેસ નેતા ઠાકરશી રબારી અફીણની હેરાફેરીમાં ધરપકડ અને ત્યારબાદ સ્વરૂપગંજ કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલતા ભાજપે કોંગ્રેસને વેધક સવાલ કર્યા છે. સંજોગાવસાત આજે કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે અને આ ઘટના ઘટતા ભાજપે કોંગ્રેસને આડેહાથ લીધી છે. જ્યારે ગુજરાતમાં ડ્રગ્સ પકડાય ત્યારે કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ ડ્રગ્સ કોણે મોકલ્યું, કોના માટે મોકલ્યું, શા માટે મોકલ્યું તેવા સવાલો કરતા હોય છે. એમ જણાવીને આજે ભાજપે શક્તિસિંહને ગોહિલને ઠાકરશી રબારીની અફીણની હેરાફેરીમાં કરાયેલ ધરપકડ અંગે નિવેદન આપવાની માંગ કરી છે.

આ પણ વાંચોઃ  Ahmedabad: આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસ એક્શનમાં, કોંગ્રેસ ભવન ખાતે મળશે બેઠક

યોગાનુયોગ રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ

રાજસ્થાનના સ્વરૂપગંજ પોલીસે કોંગ્રેસ નેતા ઠાકરશી રબારીની અફીણ હેરાફેરી કેસમાં ધરપકડ કરાઈ છે. સ્વરુપગંજ કોર્ટે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલી દીધા છે. આ સમયે કોંગ્રેસના અગ્રણી નેતા રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે. તેઓ આજે અમદાવાદ કોંગ્રેસ ભવન ખાતે બપોરે 3 થી 5 દરમ્યાન બેઠક કરવાના છે. રાહુલ ગાંધી અમદાવાદમાં નિરીક્ષકોને 'તાલીમ' પણ આપશે. રાહુલ ગાંધીના ગુજરાતમાં પ્રવાસ અને કોંગ્રેસ નેતાની અફીણ હેરાફેરીમાં ધરપકડથી કોંગ્રેસને નીચા જોવાનો વારો આવ્યો છે.

આ પણ વાંચોઃ  Gujarati Top News : આજે 15 એપ્રિલ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Tags :
BJP questions CongressCongress drug smuggling caseCongress leader arrested RajasthanCongress party embarrassmentCongress scandal RajasthanGeniben Thakor reactionGujarat FirstGUJARAT FIRST NEWSPindwara opium casePolitical controversy opium smugglingRahul Gandhi Congress meeting AhmedabadRahul Gandhi Gujarat VisitRajasthan drug bustShaktisinh Gohil drug caseSwaroopganj police opium arrestThakarshi Rabari judicial custodyThakarshi Rabari opium smuggling