Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કોંગ્રેસના નેતા મણિશંકર ઐયરની પુત્રીના થિંક ટેન્કનું FCRA રદ

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કોંગ્રેસના નેતા મણિશંકર ઐયરની પુત્રી યામિની અય્યરની આગેવાની હેઠળની પ્રખ્યાત થિંક ટેન્કનો ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ (FCRA) રદ કર્યો છે. આ થિંક ટેન્કનું નામ સેન્ટર ફોર પોલિસી રિસર્ચ (CPR) છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ સંસ્થા નિયમોનું ઉલ્લંઘન...
કોંગ્રેસના નેતા મણિશંકર ઐયરની પુત્રીના થિંક ટેન્કનું fcra રદ

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કોંગ્રેસના નેતા મણિશંકર ઐયરની પુત્રી યામિની અય્યરની આગેવાની હેઠળની પ્રખ્યાત થિંક ટેન્કનો ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ (FCRA) રદ કર્યો છે. આ થિંક ટેન્કનું નામ સેન્ટર ફોર પોલિસી રિસર્ચ (CPR) છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ સંસ્થા નિયમોનું ઉલ્લંઘન કરી રહી હતી.

Advertisement

સેન્ટર ફોર પોલિસી રિસર્ચનું FCRA લાઇસન્સ રદ

ગૃહ મંત્રાલયના સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, નિયમોના ઉલ્લંઘનને કારણે સેન્ટર ફોર પોલિસી રિસર્ચનું FCRA લાઇસન્સ રદ કરવામાં આવ્યું છે. સેન્ટર ફોર પોલિસી રિસર્ચ અગાઉ પણ સરકારના રડાર પર હતું. અગાઉ આ થિંક ટેન્ક પર આવકવેરા સર્વે કરવામાં આવ્યો હતો.

Advertisement

ગૃહ મંત્રાલયે CPRનું FCRA લાઇસન્સ સસ્પેન્ડ કરી દીધું

સૂત્રોના જણાવ્યા અનુસાર, ગયા વર્ષે માર્ચમાં ગૃહ મંત્રાલયે CPRનું FCRA લાઇસન્સ સસ્પેન્ડ કરી દીધું હતું. હવે MHA ના FCRA વિભાગે તેનું લાઇસન્સ રદ કર્યું છે. જો સૂત્રોનું માનીએ તો, થિંક ટેન્ક CPR ને ફોર્ડ ફાઉન્ડેશન સહિત અનેક વિદેશી સંસ્થાઓ પાસેથી ભંડોળ પ્રાપ્ત થયું હોવાનું કહેવાય છે. આ થિંક ટેન્ક પર ગુજરાતના સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડના NGOને દાન આપવાનો પણ આરોપ છે. જોકે, ગૃહમંત્રીએ વર્ષ 2016માં જ તિસ્તાના એનજીઓ સબરાંગ ટ્રસ્ટનું એફસીઆરએ લાઇસન્સ સસ્પેન્ડ કરી દીધું હતું.

Advertisement

CPRનું FCRA લાયસન્સ રદ કરવામાં આવ્યું

અગાઉ, ગૃહ મંત્રાલયે સેન્ટર ફોર પોલિસી રિસર્ચના FCRA ને છ મહિના માટે સસ્પેન્ડ કર્યું હતું, જે બાદમાં છ મહિના માટે લંબાવવામાં આવ્યું હતું. થિંક ટેન્કે આ મામલે દિલ્હી હાઈકોર્ટનો પણ સંપર્ક કર્યો હતો. જોકે, હવે CPRનું FCRA લાયસન્સ રદ કરવામાં આવ્યું છે.

નીતિ વિષયક મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક સંશોધન

સેન્ટર ફોર પોલિસી રિસર્ચ ભારતના 21મી સદીના પડકારો પર ધ્યાન કેન્દ્રિત કરીને નીતિ વિષયક મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક સંશોધન કરે છે. સંસ્થાની વેબસાઈટ અનુસાર, ભારતના વિચારકો અને નીતિ નિર્માતાઓ આ સંગઠનના મંચ પર એકસાથે આવે છે અને નીતિ વિષયક મુદ્દાઓ પર નિર્ણય લે છે. સંસ્થાનો દાવો છે કે આ કવાયતનો ઉદ્દેશ્ય ભારતની ઈકો સિસ્ટમ વિકસાવવાનો છે.

વિદેશમાંથી મળતા ફંડને લઈને કેન્દ્ર સરકાર કડક વલણ

દેશની NGOને વિદેશમાંથી મળતા ફંડને લઈને કેન્દ્ર સરકાર કડક વલણ અપનાવી રહી છે. સીપીઆર ઉપરાંત ઓક્સફેમ ઈન્ડિયા, ન્યૂઝ વેબસાઈટ ન્યૂઝક્લિક અને બેંગલુરુ સ્થિત મીડિયા ફાઉન્ડેશન સહિતની ઘણી સંસ્થાઓ વિદેશી ફંડિંગ માટે તપાસ હેઠળ છે. ઓક્સફેમ ઇન્ડિયાનું FCRA પણ રદ કરવામાં આવ્યું છે અને સરકારે તેને રિન્યુ કરવાનો ઇનકાર કર્યો હતો.

આ પણ વાંચો - અયોધ્યામાં ભગવાન શ્રી રામના બિરાજમાન પછી 20 હજાર લોકોને મળશે રોજગારી..

Tags :
Advertisement

.