Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દિગ્ગજ નેતા 20 ફૂટ ઉંચા સ્ટેજ પરથી નીચે ખાબક્યા, ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા

ભોપાલ : મધ્યપ્રદેશની રાજધાની ભોપાલના જ્યોતિ ટોકીઝ ચાર રસ્તા પર રવિવારે એક દુર્ઘટના થઇ ગઇ હતી. મહારાણા પ્રતાપ જયંતી પ્રસંગે પ્રતિમા પર માલા અર્પણ દરમિયાન ક્રેનની બકેટમાંથી પડવાના કારણે કોંગ્રેસના પાર્ષદ ઘાયલ થઇ ગયા હતા. હાલ તેમની એક ખાનગી હોસ્પિટલમાં...
દિગ્ગજ નેતા 20 ફૂટ ઉંચા સ્ટેજ પરથી નીચે ખાબક્યા  ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા

ભોપાલ : મધ્યપ્રદેશની રાજધાની ભોપાલના જ્યોતિ ટોકીઝ ચાર રસ્તા પર રવિવારે એક દુર્ઘટના થઇ ગઇ હતી. મહારાણા પ્રતાપ જયંતી પ્રસંગે પ્રતિમા પર માલા અર્પણ દરમિયાન ક્રેનની બકેટમાંથી પડવાના કારણે કોંગ્રેસના પાર્ષદ ઘાયલ થઇ ગયા હતા. હાલ તેમની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

Advertisement

કોંગ્રેસ પાર્ષદ જિતેન્દ્રસિંહ રાજપુત ક્રેન તુટતા નીચે પટકાયા

અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ પાર્ષદ જિતેન્દ્રસિંહ રાજપુત પોતાના સમર્થકો સાથે મહારાણા પ્રતાપની પ્રતિમા પર માલા અર્પણ કરવા માટે જ્યોતિ ટોકિઝ ચાર રસ્તા પર પહોંચ્યા હતા. જો કે પ્રતિમાની ઉંચાઇ વધારે હોવાના કારણે હાઇડ્રોલિક ક્રેન મંગાવાઇ હતી. તેના પર ચડીને પ્રતિમા પર માળાઅર્પણ કરી રહ્યા હતા. જ્યારે કોંગ્રેસ પાર્ષદ જિતેન્દ્રસિંહ રાજપુત માલ્યાર્પણ દરમિયાન ક્રેનનું બકેટ પણ નીચે ખાબક્યું હતું. જેના કારણે રાજપુત ઉંચાઇએથી નીચે પડતા તેમના પગમાં ફ્રેક્ચર થઇ ગયું હતું.

નેતાજીને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા

તત્કાલ ઘાયલ પાર્ષદને જિતેન્દ્રસિંહને નજીકની પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ડોક્ટરે એક્સરે જોયા બાદ પ્લાસ્ટર ચડાવવાની સલાહ આપી હતી. આ ઘટનાનો વીડિયો હવે ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. હાલ તો પાર્ષદની તબિયત પણ સ્થિર છે. ક્રેનનું બકેટ કઇ રીતે પડ્યું તે અંગે તપાસ ચાલી રહી છે. સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

Advertisement

Tags :
Advertisement

.