Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Congress : રાહુલની 'ભારત જોડો ન્યાય યાત્રા' ના પહેલા જ દિવસે કોંગ્રેસને ફટકો! આ જાણીતા નેતાએ આપ્યું રાજીનામું

મણિનગરના થોબલ જિલ્લાથી આજે કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધીએ 'ભારત જોડો ન્યાય યાત્રા' (Bharat Jodo Nyaya Yatra) ની શરૂઆત કરી છે. જો કે, આ યાત્રા પહેલા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. મહારાષ્ટ્રમાં નેતા મિલિન્દ દેવડાએ (Milind Deora) કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું...
congress   રાહુલની  ભારત જોડો ન્યાય યાત્રા  ના પહેલા જ દિવસે કોંગ્રેસને ફટકો  આ જાણીતા નેતાએ આપ્યું રાજીનામું

મણિનગરના થોબલ જિલ્લાથી આજે કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધીએ 'ભારત જોડો ન્યાય યાત્રા' (Bharat Jodo Nyaya Yatra) ની શરૂઆત કરી છે. જો કે, આ યાત્રા પહેલા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. મહારાષ્ટ્રમાં નેતા મિલિન્દ દેવડાએ (Milind Deora) કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસથી ચર્ચા થઈ રહી હતી કે, કોંગ્રેસથી નારાજ ભૂતપૂર્વ સાંસદ મિલિંદ દેવરા શિંદે સેનામાં જોડાઈ શકે છે. જો કે, આ મામલે હજી સુધી કોઈ સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી નથી.

Advertisement

મીડિયા અહેવાલ અનુસાર, મિલિંદે રવિવારે પોતાની ઓફિસમાં સમર્થકોને બોલાવ્યા છે. મિલિંદ દેવરા (Milind Deora) રવિવારે જ મુખ્યમંત્રી આવાસ પર પોતાના સમર્થકો સાથે એકનાથ શિંદેની (Aknath Shinde) શિવસેનામાં સામેલ થઈ શકે છે. જો કે, મિલિંદે દેવરાએ મીડિયાને કહ્યું છે કે આવી ચર્ચાઓ ચોક્કસપણે છે, પરંતુ મેં હજી સુધી આવો કોઈ નિર્ણય લીધો નથી. તેમણે કહ્યું કે, 'આજે મારી રાજકીય સફરના એક મહત્ત્વના પ્રકરણનું સમાપન થયું છે. પાર્ટી સાથેના મારા પરિવારના 55 વર્ષના સંબંધોનો અંત આવ્યો છે. હું તમામ નેતાઓ, સાથીદારો અને કાર્યકર્તાઓનો આભારી છું.'

Advertisement

આ વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ (Congress) અને ઉદ્ધવ સેના I.N.D.I. ગઠબંધનનો ભાગ છે અને બંને દક્ષિણ મુંબઈ બેઠક છોડવા તૈયાર નથી. આવી સ્થિતિમાં મિલિંદને બીજી બેઠક શોધવી પડશે, જે કોંગ્રેસ માટે મુશ્કેલ છે. અગાઉ, એવું માનવામાં આવતું હતું કે મિલિંદ પણ ભાજપમાં જોડાશે, પરંતુ દક્ષિણ મુંબઈની સીટ શિંદે સેનાને જતી રહી છે. આવી સ્થિતિમાં મિલિંદ દેવરા (Milind Deora) શિંદે સેનામાં જોડાવાનો નિર્ણય કરી શકે છે.

એક સમયે રાહુલની ખૂબ નજીક હતા મિલિંદ દેવરા

એક સમયે મિલિંદ દેવરા (Milind Deora) રાહુલ ગાંધીની ખૂબ નજીક હતા. તેઓ રાહુલ ગાંધીનીc(Rahul Gandhi) કોર કમિટીના સભ્ય છે એટલે કે પૂર્વ કોંગ્રેસ (Congress) અધ્યક્ષની નજીક છે. મહારાષ્ટ્રના રાજકારણમાં દેવરા પરિવારની એક અલગ ઓળખ છે. આ પરિવારનો એક અથવા બીજો સભ્ય છેલ્લા ચાર દાયકાથી દક્ષિણ મુંબઈ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યો છે. મિલિંદ દેવરા પોતે બે વખત સાંસદ રહી ચૂક્યા છે, જ્યારે તેમના પિતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી મુરલી દેવરા પણ ચાર વખત આ જ મતવિસ્તારમાંથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. આ બેઠક દેવરા પરિવારની પરંપરાગત બેઠક રહી છે, તેથી મિલિંદ દેવરા તેને કોંગ્રેસના ક્વોટામાં ઇચ્છે છે, પરંતુ ઉદ્ધવ સેના તેને છોડવા તૈયાર નથી.

Advertisement

મિલિંદ દેવરા કોંગ્રેસથી કેમ નારાજ?

સૂત્રોના જણાવ્યા અનુસાર, મિલિંદ દેવરા (Milind Deora) સીટ વહેંચણીને લઈને કોંગ્રેસ અને વિપક્ષી પાર્ટીઓના ગઠબંધન I.N.D.I. થી નારાજ છે. તેમની નારાજગીનું મહત્ત્વનું કારણ એ છે કે કોંગ્રેસના નેતાઓએ ઉદ્ધવ ઠાકરે સામે પોતાનું સ્ટેન્ડ મજબૂત રીતે રજૂ કર્યું ન હતું. કહેવામાં આવી રહ્યું છે કે મિલિંદ દેવરાની સાથે કોંગ્રેસના ઘણા અધિકારીઓ અને ભૂતપૂર્વ જનપ્રતિનિધિઓ પણ અલગ થઈ શકે છે. બીજી તરફ નેતા ઉદય સામંતનું કહેવું છે કે ટૂંક સમયમાં સાંસદો, ધારાસભ્યો, પૂર્વ કોર્પોરેટરો અને અન્ય પક્ષોના અધિકારીઓ અમારી શિવસેનામાં જોડાશે.

આ પણ વાંચો - રાહુલ ગાંધી આજથી શરૂ કરશે ‘Bharat Jodo Nyaya Yatra’, આ રહી વિગતો…

Tags :
Advertisement

.