Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

યોગી આદિત્યનાથને ચૂંટણી પહેલા હટાવવાની હતી સંપુર્ણ તૈયારી, પુસ્તકમાં થયો મોટો ઘટસ્ફોટ

નવી દિલ્હી : At The Heart Of Power: The Chief Ministers of Uttar Pradesh Book : એક પત્રકાર દ્વારા લખવામાં આવેલા પુસ્તકમાં ખુબ જ મોટો મોટા અને ચોંકાવનાર દાવા કરવામાં આવ્યા છે. 2022 ની યુપી વિધાનસભા ચૂંટણી પહેલા યોગીને હટાવવા...
01:24 PM Jun 19, 2024 IST | KRUTARTH JOSHI
Remove Yogi Aditynath as a CM

નવી દિલ્હી : At The Heart Of Power: The Chief Ministers of Uttar Pradesh Book : એક પત્રકાર દ્વારા લખવામાં આવેલા પુસ્તકમાં ખુબ જ મોટો મોટા અને ચોંકાવનાર દાવા કરવામાં આવ્યા છે. 2022 ની યુપી વિધાનસભા ચૂંટણી પહેલા યોગીને હટાવવા માટેની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.

યોગી આદિત્યનાથ સહિત યુપીના મુખ્યમંત્રી અંગેનું પુસ્તક

યોગી આદિત્યનાથ પર એક પુસ્તક બજારમાં આવી છે, જે હાલ ખુબ જ ચર્ચામાં છે. આ પુસ્તકમાં ઉત્તરપ્રદેશમાં થયેલા 21 મુખ્યમંત્રી અને તેમના જીવન પર વિસ્તૃત તથા ચોંકાવનારી માહિતી આપવામાં આવી છે. આ પુસ્તક ઇંન્ડિયન એક્સપ્રેસના એક વરિષ્ઠ પત્રકાર શ્યામલાલ યાદવ દ્વારા લખવામાં આવ છે. At The Heart Of Power: The Chief Ministers of Uttar Pradesh નામના આ પુસ્તકમાં વરિષ્ઠ પત્રકાર શ્યામલાલ યાદવે અનેક ચોંકાવનારા દાવાઓ કરવામાં આવ્યા છે.

2022 પહેલા યોગી આદિત્યનાથને હટાવવાની હતી તૈયારી

આ પુસ્તકમાં દાવો કરવામાં આવ્યો છે કે, 2022 ના ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં યોગી આદિત્યનાથને હટાવવા માટેની સંપુર્ણ તૈયારી હતી. આ પુસ્તકમાં શ્યામલાલ યાદવન લખે છે કે, ઉત્તર પ્રદેશમાં 2022 ની ચૂંટણીમાં 9 મહિનાનો સમય બાકી હતો. યોગીને હટાવવા માટેની સંપુર્ણ તૈયારીઓ કરી લેવાઇ હતી અને તે માટે ભાજપ અને આરએસએસના નેતાઓ વચ્ચે અનેક તબક્કામાં બેઠક થઇ હતી. એક સમયે તો નક્કી થઇ ગયું હતું કે, યોગીને મુખ્યમંત્રી પદથી હટાવી દેવામાં આવશે. જો કે તેમને હટાવવામાં આવે તે પહેલા ભાજપ હાઇકમાન્ડને આભાસ થયો કે, જો ચાલુ સરકારમાં યોગીને હટાવશે તો તેના કારણે પાર્ટીને જ નુકસાન સહન કરવું પડશે.

શ્યામલાલ યાદવે આરએસએસના સુત્રોને ટાંક્યા

શ્યામલાલ યાદવે પોતાના પુસ્તકમાં હટાવવા માટેના ભાજપ અને આરએસએસના ગુપ્ત સુત્રોએ આપેલા તર્કોનો કોઇ પુરાવો કે ઉલ્લેખ નથી કર્યો પરંતુ યોગી વિરુદ્ધ 16 પેજના એક રિપોર્ટને ટાંક્યો છે. ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય સાથે યોગીના મતભેદો વધી ગયા હતા. જો કે આરએસએસના નેતાઓ દ્વારા દખલ બાદ 22 જુન 2021 યોગી આદિત્યનાથ અચાનક કેશવ પ્રસાદ મોર્યને મળવા માટે પહોંચ્યા. બંન્ને નેતાના સંબંધો સુધારવાની આ પ્રથમ કવાયત્ત ગણી શકાય. મોર્ય એપ્રીલ 2016 માં ભાજપ અધ્યક્ષ બન્યા હતા. માર્ચ 2017 માં ભાજપની જીત બાદ તેઓ મુખ્યમંત્રી પદના સૌથી મજબુત દાવેદાર હતા. જો કે યોગીના સીએમ બન્યા બાદ બંન્ને વચ્ચે મતભેદો વધી ગયા હતા.

ભાજપની સરકાર આવે ત્યારે અધિકારીઓનો દબદબો હોય છે

આ ઉપરાંત બ્યૂરોક્રેસીનો દબદબાનો પણ પુસ્તકમાં ઉલ્લેખ કરાયો હતો. જ્યારે ભાજપ સરકાર આવે છે તો અધિકારીઓનો પ્રભાવ વધી જાય છે. ભાજપના જમીની કાર્યકર્તાની ફરિયાદ રહે છે કે, ચૂંટાયેલા નેતાઓ અને કાર્યકરોનું મહત્વ ઘટી જાય છે અને અધિકારીઓનો દબદબો વધી જાય છે. યોગી સરકારમાં પણ આવું જ બન્યું તેનું પરિણામ છે કે, 17 ડિસેમ્બર 2019 માં ભાજપના 100 ધારાસભ્યોએ પોતાની જ સરકાર વિરુદ્ધ લખનઉમાં ધરણા પ્રદર્શન કર્યું.આ ઉપરાંત યોગી આદિત્યનાથનું બ્રાહ્મણ વિરોધી હોવાના આરોપો પણ લાગતા રહ્યા હતા. શ્યામલાલ યાદવ પુસ્તકમાં લખે છે કે, ભાજપના કેટલાક ધારાસભ્યો સવાલ ઉઠાવવા લાગ્યા કે સરકારમાં બ્રાહ્મણોના એન્કાઉન્ટર થયા. પુસ્તકમાં યોગી ઉપરાંત અન્ય કેટલાક નેતાઓ અંગે પણ મોટા મોટા રહસ્યો ખોલવામાં આવ્યા છે.

વાંચો : નાલંદાના વખાણ કરતા PM મોદીએ શું કહ્યું?

વાંચો : BMW Car Accident : ફૂટપાથ પર સૂઈ રહેલા વ્યક્તિ પર સાંસદની દીકરીએ ચડાવી BMW કાર

Tags :
At The Heart Of Power: The Chief Ministers of Uttar PradeshGujarat FirstGujarati NewsGujarati Samacharjournalist shyamlal yadavjournalist shyamlal yadavs booklatest newsSpeed NewsTrending NewsUp NewsUP PoliticsYogi Adityanath
Next Article