Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Supreme Court: વર્ષ 2023 ની તુલનામાં વર્ષ 2024 માં SC ન્યાયનો ઉદય કરી શકશે !

  વર્ષ 2023 માં સુપ્રીમ કોર્ટે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો આપ્યા જેની રાજકીય અને સામાજિક પર મોટા પ્રમાણ   અસર થઈ છે. ત્યારે વર્ષ 2024 માં પણ સુપ્રીમ કોર્ટ ઘણા મહત્વપૂર્ણ કેસોની સુનાવણી કરવા જઈ રહી છે. તેમાંના ઘણા કેસોમાં કોર્ટનો ચુકાદો...
supreme court  વર્ષ 2023 ની તુલનામાં વર્ષ 2024 માં sc ન્યાયનો ઉદય કરી શકશે

Advertisement

વર્ષ 2023 માં સુપ્રીમ કોર્ટે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો આપ્યા જેની રાજકીય અને સામાજિક પર મોટા પ્રમાણ   અસર થઈ છે. ત્યારે વર્ષ 2024 માં પણ સુપ્રીમ કોર્ટ ઘણા મહત્વપૂર્ણ કેસોની સુનાવણી કરવા જઈ રહી છે. તેમાંના ઘણા કેસોમાં કોર્ટનો ચુકાદો શું આપવામાં આવશે, તેની પર સૌની નજર રહેલી છે.

ED પાસે રહેલ હકો પર સુનાવણી

Advertisement

27 જુલાઈ, 2022 ના રોજ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ED પાસે એન્ટી મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ ધરપકડ કરવાનો, સંપત્તિ જપ્ત કરવાનો તેમજ શોધ કરવાનો અધિકાર છે. આ નિર્ણય સામે રિવ્યુ પિટિશન દાખલ કરવામાં આવી હતી. આ મામલો સુપ્રીમ કોર્ટની ત્રણ જજની બેંચ સમક્ષ મૂકવામાં આવ્યો હતો. ત્યારે આ મામલો મુખ્ય ન્યાયાધીશ સમક્ષ મોકલવામાં આવશે અને તેઓ નવી બેંચની રચના કરશે. તે પછી નવી બેંચ સુનાવણી કરશે અને નિર્ણય જાહેક કરશે.

દિલ્લીમાં સરકારી પોસ્ટિંગ અને ટ્રાન્સફરની જોગવાઈઓ પર સુનાવણી

Advertisement

સર્વિસ કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ કેન્દ્ર સરકારે નવો કાયદો બનાવ્યો છે. આ નિર્ણયને દિલ્હી સરકાર દ્વારા પડકારવામાં આવ્યો છે. બંધારણીય બેંચ આ અંગે સુનાવણી કરવા જઈ રહી છે. સંસદે આ મામલે GNCT દિલ્હી એમેન્ડમેન્ટ બિલ 2023 પસાર કરી દીધું છે. તેને દિલ્હી સર્વિસ બિલ કહેવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત કેન્દ્રએ અમલદારોની પોસ્ટિંગ અને ટ્રાન્સફરની જોગવાઈઓ કરી છે.

ચૂંટણી પ્રચારમાં થતાં વચનો અને ભેડ પર ચુકાદો

તે ઉપરાંત મફત ભેટોના વિતરણ સામે દાખલ કરવામાં આવેલી અરજી પર વહેલી સુનાવણી માટે વિનંતી કરવામાં આવી છે. કારણ કે... રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચારમાં આપવામાં આવેલા વચનો ભ્રષ્ટાચાર નથી. અરજદારે કહ્યું છે કે ચૂંટણી પહેલા મતદારોને આકર્ષવા માટે મફત ભેટ આપવાનું વચન આપનારા રાજકીય પક્ષોની માન્યતા રદ થવી જોઈએ.

અપરણિત મહિલા સાથે જોડાયેલ સરોગસીના મામલા પર ચુકાદો

શું એક અવિવાહિત મહિલાને સરોગસીનો લાભ મળશે? સુપ્રીમ કોર્ટે આ બંધારણીય પ્રશ્નની તપાસ કરવાનો નિર્ણય લીધો છે. કોર્ટે તે અરજી પર સુનાવણી કરવાનો નિર્ણય લીધો છે જેમાં કહેવામાં આવ્યું છે કે સરોગસી એક્ટની જોગવાઈ જે એક પણ અપરિણીત મહિલાને સરોગસી દ્વારા બાળક પેદા કરવાની મંજૂરી આપતી નથી તેને ફગાવી દેવી જોઈએ.

આ પણ વાંચો: COVID-19 : કોરોનાનું નવું સબ-વેરિઅન્ટ JN.1 પણ છે ખૂબ ખતરનાક, WHO એ કહ્યું- જો ધ્યાન નહીં રાખો તો…

Tags :
Advertisement

.