Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

CM Pema Khandu: કોણ છે પેમા ખાંડુ જેણે અરુણાચલ પ્રદેશમાં ભાજપને ઐતિહાસિક જીત અપાવી?

CM Pema Khandu: Arunachal Pradesh માં સતત ત્રીજીવાર ભાજપએ સત્તામાં વાપસી કરી છે. આ વખતે ભાજપે અરુણાચલની 60 વિધાનસભા બેઠકોમાંથી 46 વિધાનસભા બેઠકો પર જીત હાંસલ કરી છે. ત્યારે આ જીતનો તમામ શ્રેય Pema Khandu ને જાય છે. Pema Khandu...
09:23 PM Jun 02, 2024 IST | Aviraj Bagda
CM Pema Khandu, Pema Khandu, BJP, Pema Khandu, assembly election 2024

CM Pema Khandu: Arunachal Pradesh માં સતત ત્રીજીવાર ભાજપએ સત્તામાં વાપસી કરી છે. આ વખતે ભાજપે અરુણાચલની 60 વિધાનસભા બેઠકોમાંથી 46 વિધાનસભા બેઠકો પર જીત હાંસલ કરી છે. ત્યારે આ જીતનો તમામ શ્રેય Pema Khandu ને જાય છે. Pema Khandu ની રાજકીય સફર એક અંગત દુર્ઘટના વચ્ચે શરૂ થઈ હતી. તેમના પિતા દોરજી ખાંડુ, અરુણાચલના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન 2011 માં હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હતા. જોકે Pema Khandu વર્ષ 2000 માં કોંગ્રેસમાં જોડાયા હતા અને જૂન 2011 ની વિધાનસભા પેટાચૂંટણીમાં તેમના પિતાના મતવિસ્તાર મુક્તોમાંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે બિનહરીફ ચૂંટાયા હતા.

રમતગમત અને સંગીતના શોખીન Pema Khandu છેલ્લા કેટલાક વર્ષોમાં Arunachal Pradesh માં એક મોટા નેતા તરીકે ઉભરી આવ્યા છે. ખાસ કરીને જ્યારે 2016 માં બંધારણીય કટોકટી પછી રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું. Pema Khandu કુશળ ચૂંટણી વ્યૂહરચનાકાર તરીકે પોતાની છબી બનાવવામાં પણ સફળ રહ્યા છે. તેમની વ્યૂહરચનાથી તેમણે આ પૂર્વોત્તર રાજ્યમાં કમળને ત્રીજી ખીલવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

2019 માં 43 ધારાસભ્યો Pema Khandu ની પાર્ટીમાં જોડાયા હતા

Pema Khandu મુખ્યમંત્રી નબામ તુકીની સરકારમાં જળ સંસાધન વિકાસ અને પર્યટન મંત્રી બન્યા. જાન્યુઆરી 2016 માં બંધારણીય કટોકટી પછી, જ્યારે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું. ત્યાર પછી તેઓ ભાજપ સમર્થિત કલિખો પુલના નેતૃત્વવાળી સરકારમાં મંત્રી બન્યા. આ પછી, માત્ર 37 વર્ષની ઉંમરે, ખાંડુ જુલાઈ 2016 માં રાજ્યના મુખ્યમંત્રી બન્યા. તો વર્ષ 2019 માં 43 ધારાસભ્યો Pema Khandu ની પાર્ટીમાં જોડાયા હતા. તેના કારણે વર્ષ 2019 માં Pema Khandu બીજીવાર મુક્તો વિધાનસભા બેઠક પરથી જીતીને Arunachal Pradesh ના મુખ્યમંત્રી બન્યા હતા.

જિલ્લા તવાંગની મુક્તો બેઠક પરથી બિનહરીફ ચૂંટાયા

જોકે Pema Khandu દિલ્હીની હિંદુ કોલેજમાંથી ઇતિહાસ સ્નાતક થયા છે. Pema Khandu મોનપા જનજાતિમાંથી આવે છે, જે મુખ્યત્વે તવાંગ અને પશ્ચિમ કામેંગના ભાગોમાં વસે છે. બૌદ્ધ ધર્મના અનુયાયી 45 વર્ષીય Pema Khandu આ વખતે સરહદી જિલ્લા તવાંગની મુક્તો બેઠક પરથી બિનહરીફ ચૂંટાયા છે. રાજકારણ ઉપરાંત Pema Khandu એક સંગીત પ્રેમી છે. તો રમતગમત ક્ષેત્રે વિવિધ ટુર્નામેન્ટનું આયોજન રાજ્ય સ્તરે કરાવે છે. જેમાં તે સક્રિયપણે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરે છે અને સ્થાનિક રમતવીરોને સમર્થન આપે છે. તો ફૂટબોલ, ક્રિકેટ, બેડમિન્ટન અને વોલીબોલ સહિતની વિવિધ રમતોમાં પ્રતિભાઓને પ્રોત્સાહન આપે છે.

આ પણ વાંચો: અરુણાચલ પ્રદેશમાં ભારજપની ઐતિહાસિક જીત, 60 માંથી 46 બેઠકો પર ભગવો લહેરાવ્યો

Tags :
assembly election 2024BJPCM Pema KhanduCongressElectionExit PollGujarat FirstPema Khandu
Next Article