CM Arvind Kejriwal: મેં કહ્યું હતું કે ને હું જલ્દી બહાર આવીશ, દિલ્હીના CM નો હુંકાર
CM Arvind Kejriwal: આજરોજ સુપ્રીમ કોર્ટેમાં દિલ્હીના મુ્ખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના જામીનને લઈ સુનાવણી કરવામાં આવી હતી. જોકે ED દ્વારા લગાવેલા દિલ્હી દારૂ કૌભાંડ અને ગેરકાયદેસર નાણાંકીય હેરાફેરીના આરોપો લઈ અગાઉ મુખ્યમંત્રી કેજરીવાલને તિહાર જેલામાં મોકલ્યા હતા. ત્યાર બાદ ED ને આગળ તપાસ કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું.
દિલ્હીના સીએમનો જેલમાંથી બહાર આવતા હુંકાર
મેં તમને કહ્યું હતું કે હું જલ્દી આવીશ
140 કરોડ લોકોએ પણ આની સામે લડવું પડશે
ત્યારે આજરોજ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન મંજૂર કર્યા હતા. તો તિહાર જેલામાંથી આજ સાંજે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ તેમના ઘરે જવા માટે નીકળ્યા હતા. તેમને 1 જૂન સુધી વચગાળાના જામીન આપ્યા છે. તેમને ચૂંટણી પ્રચાર માટે કોર્ટમાંથી રાહત મળી છે. તો તેમણે 2 જૂને આત્મસમર્પણ કરવું પડશે. તે ઉપરાંત કેજરીવાલને કોર્ટે કેટલીક શરતો પર જામીન આપ્યા છે.
આ પણ વાંચો: Bijapur Naxal Encounter: છત્તીસગઢના જંગલમાં સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન, 12 નક્સલવાદીઓેને કરાયા ઠાર
મેં તમને કહ્યું હતું કે હું જલ્દી આવીશ
તિહારથી બહાર આવ્યા બાદ કેજરીવાલે પોતાના કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. તેમણે સુપ્રીમ કોર્ટનો પણ આભાર માન્યો હતો. તેમણે કહ્યું- મેં તમને કહ્યું હતું કે હું જલ્દી આવીશ, જુઓ હું આવી ગયો છે. સૌથી પહેલા હું હનુમાનજીના ચરણોની પૂજા કરવા માંગુ છું. હનુમાનજીના આશીર્વાદથી હું તમારી વચ્ચે છું. આપ સૌનો આભાર માનવા માંગુ છું. દેશભરના કરોડો લોકોના આશીર્વાદ અને પ્રાર્થના કારણે આજે હું બહાર આવ્યો છું.
આ પણ વાંચો: Cyber Criminal ની હવે ખેર નથી…!
140 કરોડ લોકોએ પણ આની સામે લડવું પડશે
તેમણે વધુમાં કહ્યું કે હું સુપ્રીમ કોર્ટના જજનો આભાર માનવા માંગુ છું. મારી તમને એક જ વિનંતી છે કે દેશને સરમુખત્યારશાહીથી મુક્ત કરો. હું મારા તન, મન અને ધનથી સરમુખત્યારશાહી સામે લડી રહ્યો છું. 140 કરોડ લોકોએ પણ આની સામે લડવું પડશે. તમારા બધાની વચ્ચે રહીને સારું લાગે છે. હું આવતીકાલે સવારે 11 વાગે હનુમાન મંદિર જઈશ. તેમના આશીર્વાદ લેવાના છે. તમે બધા ત્યાં આવજો. આપણે બધા હનુમાન મંદિરની મુલાકાત લઈશું.
આ પણ વાંચો: Brij Bhushan Singh: બ્રિજભૂષણ સિંહને રાઉઝ એવન્યુ કોર્ટમાંથી મોટો ઝટકો, 21 મેના રોજ થશે આગામી સુનાવણી