Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

CHANDRYAN MISSON- 4 : ISRO પર JAXAને વિશ્વાસ ,ચંદ્રયાન-4 માટે જાપાન તૈયાર

સંકલ્પ જ્યારે સિદ્ધિ બની જાય ત્યારે દુનિયા સલામ કરે તે વાત સ્વાભાવિક છે. વાત ચંદ્રયાન-3ની સફળતા સાથે જોડાયેલી છે. દુનિયાભરમાંથી ભારતને ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ બદલ શુભેચ્છાઓ મળી રહી છે. ત્યારે ચંદ્રયાન-4 માટે જાપાને ઈસરો સાથે કામ કરવાની તૈયારી બીજી તરફ...
chandryan misson  4    isro પર jaxaને વિશ્વાસ  ચંદ્રયાન 4 માટે જાપાન તૈયાર

સંકલ્પ જ્યારે સિદ્ધિ બની જાય ત્યારે દુનિયા સલામ કરે તે વાત સ્વાભાવિક છે. વાત ચંદ્રયાન-3ની સફળતા સાથે જોડાયેલી છે. દુનિયાભરમાંથી ભારતને ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ બદલ શુભેચ્છાઓ મળી રહી છે. ત્યારે ચંદ્રયાન-4 માટે જાપાને ઈસરો સાથે કામ કરવાની તૈયારી બીજી તરફ દર્શાવી છે.

Advertisement

મિશન ચંદ્રયાન-3ની સફળતા અને આદિત્ય એલ-1 લોન્ચ થયા બાદ બ્રહ્માંડના રહસ્યો જાણવા માટે દુનિયાની આશા અપેક્ષા ભારત તરફથી વધવા લાગી છે. જેનું પહેલું પ્રમાણ જાપાન તરફથી મળ્યું છે. ભારતની ISRO અને જાપાનની સ્પેસ એજન્સી JAXA મિશન મૂન હેઠળ ભાગીદારીનો સેતુ બાંધી ચંદ્રસુધીની સફર સર કરવાની તૈયારી કરી રહ્યું છે.  મહત્વનું છે કે વિશ્વની ચાર મોટી સ્પેસ એજન્સીઓ જે જોઈન્ટ કોલબ્રેટિવ મિશન તરીકે કામ કરશે, જેમાં અમેરિકાની નાસા, યુરોપની ઈએસ્સા તેમજ જાપાનની જેસ્ઝા તથા ઈસરોનો સમાવેશ થાય છે,સ્પેસ એજન્સીઓ દ્વારા એવું સ્પેસક્રાફ ચંદ્રના સાઉથ પોલ પર મોકલવામાં આવશે જેની કેપેબિલિટિ એ અત્યાર સુધીના બધા જ ચંદ્રયાન મિશનથી વધારે હશે.

Advertisement

હવે વાત Lunar Polar Exploration Missionની કરીએ તો લ્યુપેક્ઝ નામથી ઓળખાતા આ મિશનને લઈ અનેક સવાલ થઈ રહ્યા છે જેમ કે મિશનનું બેનર ચંદ્રયાન બેનર હેઠળ હશે, લૂનર પોલર એક્સપ્લોરેશનમાં ભાગ લેનાર એજન્સીઓ આ મિશન પ્રોગ્રામમાં શું યોગદાન આપશે ?, તેમજ મિશનની સફળતા બાદ ગ્લોબલ ડેવલોપમેન્ટમાં ભારતનું સ્થાન ક્યાં હશે ?.. મહત્વનું છે કે અત્યાર સુધી જેટલા પણ ચંદ્રયાન મિશન થયા તેમાં ઈક્વિપમેન્ટથી લઈ મેન્યુફેક્ચર અને ડિઝાઈન સુધીમાં નાના મોટા ભાગ ઈસરો દ્વારા જ બનાવવામાં આવ્યા છે,જ્યારે લૂનર પોલર એક્સપ્લોરેશન મિશન ઈસરોની કેપિસિટીથી થોડું અલગ માનવામાં આવી રહ્યું છે.  કેમ કે આમા અન્ય દેશની એજન્સીઓ પણ જોડાઈ રહી છે.

Advertisement

માર્ચ 2018માં બંને સ્પેસ એજન્સીઓએ એક ફિયાઝબિલિટિ રિપોર્ટ સબમિટ કર્યો

Lunar Polar Exploration Missionની તૈયારીઓ એ ચંદ્રયાન મિશન 2 પહેલા જ થઈ ગઈ હતી..ડિસેમ્બર 2018માં ઈસરો અને જાપાન સ્પેસ એજન્સી જેસ્ઝાએ એક જોઈન્ટ મિશન ડેફિનેશન રિવ્યું મુક્યું હતું જેમાં કહેવાયું હતું કે જો ઈસરોનું ચંદ્રયાન મિશન 2 સફળ થશે તો જાપાન તેના આગામી મિશન પર કામ કરશે પરતું ચંદ્રયાન 2 ક્રેશ થતા આ મિશનને હોલ્ડ પર રાખવામાં આવ્યું હતું..જોકે ક્રેશ લેન્ડિંગ બાદ થોડા સમયમાં ઈસરોએ મિશન ચંદ્રયાન 3 લોન્ચ કર્યું અને સૌથી ઓછા ખર્ચમાં મિશન સફળ રહ્યું હતું વર્ષ 2017માં ઈસરો અને જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન સ્પેસ એજન્સી 'જેસ્ઝા' સાથે એક ઈમ્લિમેન્ટેટશન અરેજમેન્ટ સાઈન કરવામાં આવ્યું જેમાં મિશનની પ્રિ-ફેઝ A અને ફેઝ A પર કામ શરૂ કરવા ત્રણ મહિના પ્લાનિંગ અને સ્ટડી કર્યા પછી માર્ચ 2018માં બંને સ્પેસ એજન્સીઓએ એક ફિયાઝબિલિટિ રિપોર્ટ સબમિટ કર્યો હતો..

દુનિયાનો દરેક દેશ ચાંદ પર જવાનું સ્વપ્ન જોઈ રહ્યો છે.

આજે દુનિયાનો દરેક દેશ ચાંદ પર જવાનું સ્વપ્ન જોઈ રહ્યો છે.  ચાંદ પર માનવ વસવાટની શક્યાતાઓ શોધી રહ્યો છે. ત્યારે મિશન લૂનર પોલર એક્સપ્લોરેશનો મુખ્ય ઉદ્દેશ ચાંદની ધરતી સાઉથ પોલ પર પાણી શોધવાનો અને તેની ક્લોલિટીનું અધ્યાન કરવાનો છે કેમ કે માનવના વસવાટ પહેલા એ જાણવું જરૂરી છે કે ચાંદની ધરતી પર રિસોર્સિસ કેટલા છે, શું ખરેખર ત્યાં માનવ વસવાટ શક્ય છે કે નહીં એ માટે તેનું અધ્યયન જરૂરી છે.. આ માટે લૂનર પોલર એક્સપ્લોરેશન મહત્વનું માનવામાં આવે છે..

ઈસરોનું મિશન ચંદ્રયાન 3 સાઉથ પોલ પર પાણીનો શોધ કરી રહ્યું છે

મહત્વનું છે કે ઈસરોનું મિશન ચંદ્રયાન 3 સાઉથ પોલ પર પાણીનો શોધ કરી રહ્યું છે, પ્રજ્ઞા રોવરે માટી અને કેમિકલ કોમ્પોઝિંશનું સંશોધન પણ શરૂ કરી દીધું છે ત્યારે સવાલ એ છે કેમ લૂનર પોલર એક્સપ્લોરેશન મિશન જરૂરી છે, કારણ એ છે કે ચંદ્રયાનનું વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞા રોવર જે જગ્યાએ ઉતર્યું છે એ જગ્યા સાઉથ પોલ નથી બલ્કે સાઉથ પોલ પાસેની જગ્યા છે.. જ્યારે ચંદ્રના સાઉથ પોલમાં આઈસના મોટો સ્ત્રોત હોવાનું અનુમાન છે..અને સાઉથ પોલ પર હંમેશા અંધારુ રહે છે એટલે ત્યાં ક્યારે પણ દિવસ થતો નથી.. ચંદ્રયાનના લેન્ડર અને રોવર ખાસિયત એ છે કે તે માત્ર સૂર્ય પ્રકાશની હાજરીમાં કામ કરી શકે છે..જ્યારે ચંદ્રની ધરતી પર એક દિવસ પૃથ્વીના 14 દિવસ બરાબર હોય છે.. એટલે તેના મિશન ચંદ્રયાન 3 ના અધ્યન માટે પણ 14 દિવસનો અંતરાલ જોવા મળે છે.

અમેરિકા, યુરોપ અને જાપાન અને ભારત આ મિશનમાં જોડાયા

ઈસરો અને જાપાન વચ્ચે મૂન મિશનને લઈ વર્ષ 2019માં નાસાએ પણ આ જોઈન્ટ મિશનમાં ભાગ લેવા ઈચ્છા વ્યક્ત કરી અને 24 સપ્ટેમ્બર 2019માં નાસાના લૂનર પોલર એક્સપ્લોરેશન મિશન માટે પ્રયાસ શરૂ કર્યા હતા. આમ અમેરિકા, યુરોપ અને જાપાન અને ભારત આ મિશનમાં જોડાયા છે.. ત્યારે આ લૂનર પોલર એક્સપ્લોરેશન મિશન કયો દેશ શું યોગદાન આપે તે અંગે જાણકારી પણ આપી દેવાઈ છે, જેમ કે રિસર્ચ અને સંશોધન કરવું, ઈક્વિપમેન્ટ અને સાધનો તૈયાર કરવા.. વિવિધ દેશ દ્વારા ઈક્વિપમેન્ટ તૈયારીઓ શરૂ કરી દેવાઈ એવા અહેવાલ સામે આવતા રહે છે..મહત્વનું છે કે લૂનરના સાઉથ પોલર સૂર્ય પ્રકાશ પહોંચતો નથી તો તેનું તાપમાન પણ -180 ડિગ્રી જેટલું રહે છે, આમ સૂર્ય પ્રકાશની ગેરહાજરીમાં અને ઓછા તાપમાને કામ કરી શકે એવા ઈક્વિપમેન્ટ તૈયાર કરવાનું દેશોને કહેવામાં આવ્યું છે.  ઈસરો ઓછા ખર્ચમાં સારી ગુણવત્તા યુક્ત ઈક્વિપમેન્ટ તૈયાર કરવાની ક્ષમતા ધરાવે છે, ત્યારે ઈસરોને એક મેઝર ઈક્વિપમેન્ટ તૈયાર કરવાની જવાબદારી સોંપવામાં આવી છે જ્યારે રોવરનું કામ જાપાનની જેસ્ઝાને સોંપવામાં આવ્યું છે, મહત્વનું છે કે ઓછા ખર્ચમાં ઈસરો મંગળ અને મૂન પર પહોંચ્યું છે ત્યારે લૂનર પોલર એક્સપ્લોરેશન મિશન માટે લેન્ડર 350 કિલોના પે લોડ્સને સંભાળી શકે તેવા લેન્ડરની ડિઝાઈન અને મેન્યુફેક્ચરની જવાબદારી ઈસરોને સોંપાઈ છે. અહીં મહત્વનું એ છે કે ચંદ્રયાન મિશન 3 માં પ્રજ્ઞાન રોવર વજન 26 કિલોનું હતું તો આગામી પ્રોજેક્ટ માટે જાપાનું રોવર ભારતાના લેન્ડર વધુ વજન વાળું પણ હોઈ શકે છે. આ સિવાય પણ ઈસરો અનેક એવા ઈક્વિપમેટ તૈયાર કરવાની જવાબદારી સોંપવામાં આવી છે

ન્યૂટ્રોન સ્પેક્ટ્રોમીટર જમીનમાં હાઈડ્રોજનને સ્કેન કરવાનો પ્રયાસ કરશે.

જેમકે હવે તમને એક એક પાર્ટ્સને સવિસ્તાર સમજાવીએ તો. ગ્રાઉન્ડ પેનેટ્રીટિંગ રડાર દોઢ મીટર જમીન નીચે સ્કેન કરીને તેના ડેટાને ધરતી પર મોકલશે. ન્યૂટ્રોન સ્પેક્ટ્રોમીટર જમીનમાં હાઈડ્રોજનને સ્કેન કરવાનો પ્રયાસ કરશે.  જ્યારે અલ્ફા પાર્ટિકલ્સ જમીનમાં આલ્ફા પાર્ટિકલ્સની જાણકારી મેળવશે તો લુનર ઈલેક્ટ્રોટેટિક ડસ્ટ એક્સપ્રિમેન્ટ લુનર સાઉથ પોલમાં જમીન પર ડસ્ટ પાર્ટિકલ્સનું અધ્યયન કરશે. જે ભારત દ્વારા તૈયાર કરવામાં આવનાર છે .  આ સાથે જ લો એનર્જી ગામા રે સ્પેક્ટ્રોમીટર જે મુનની લો ડિટેક્ટ કરી તેનું અધ્યન કરશે જે ભારત તૈયાર કરશે.  આ સિવાલ બીજા ઘણા એવા ઈક્વિમેન્ટ છે જે ઈસરો દ્વારા તૈયાર કરવામા આવનાર છે, એટલે કહીં શકાય કે ભારતનું યોગદાન લૂનર પોલર એક્સપ્લોરેશનમાં માત્ર લેન્ડર પ્રોવાઈડ કરવા જેટલું નથી બલ્કે આ મિશનમાં ઈસરોનું યોગદાન ઘણા બધા એવા ઈક્વેમેન્ટ પ્રોવાઈડ કરવાનું છે જેની મદદ વગર લૂનર પોલર એક્સપ્લોરેશનમાં પાણીની શોધ કરવી શક્ય નથી.

મહત્વનું છે કે ઈસરો અને જાપાન સંયુક્ત ઉપક્રમે લૂનર પોલર એક્સપ્લોરેશન મિશને લોકોમાં જિજ્ઞાસા વધારી છે. લૂનર પોલર મિશનની પ્રોગ્રેસ જાણવા એપ્રિલ 2023માં જાપાનની ટીમ ભારત આવી હતી, ઈસરોની એકબાદ એક સફળતા બાદ ઘણા લોકો ઈસરો અને જાપાનના આ મિશનને ચંદ્રયાન 4 મિશન તરીકે ઓળખાવી રહ્યા છે, હાલ ભારતનું વૈશ્વિક કક્ષાએ પ્રભુત્વ જોતા એવું લાગી રહ્યું છે કે આવનાર સમયમાં લૂનર પોલર એક્સપ્લોરેશન મિશનને ચંદ્રયાન 4 મિશન નામ આપવામાં આવે તો નવાઈ નહીં. લૂનર પોલર એક્સપ્લોરેશન મિશન એ આગામી વર્ષ 2025 કે 2026માં લોન્ચ કરવામાં આવે એવી શક્યાતાઓ સેવાઈ રહી છે.

આ  પણ  વાંચો -હવે આવતીકાલે રમાશે ભારત-પાકિસ્તાનની મેચ, શું કાલે પણ નડશે વરસાદનું વિઘ્ન ?

Tags :
Advertisement

.