Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Chandrayaan-3 : લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન સાથે ઈસરો આજે ફરી સંપર્ક સાધવાનો કરશે પ્રયાસ

ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર લેન્ડ કરનારા ભારતના લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન સાથે ઈસરો આજે ફરી સંપર્ક સાધવાનો પ્રયાસ કરી શકે છે. ઈસરોના અમદાવાદ સ્થિત અંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર (SAC)ના ડિરેક્ટર નિલેશ દેસાઈએ કહ્યું કે જો ભાગ્ય સાથ આપશે તો બંનેનો...
chandrayaan 3   લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન સાથે ઈસરો આજે ફરી સંપર્ક સાધવાનો કરશે પ્રયાસ

ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર લેન્ડ કરનારા ભારતના લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન સાથે ઈસરો આજે ફરી સંપર્ક સાધવાનો પ્રયાસ કરી શકે છે. ઈસરોના અમદાવાદ સ્થિત અંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર (SAC)ના ડિરેક્ટર નિલેશ દેસાઈએ કહ્યું કે જો ભાગ્ય સાથ આપશે તો બંનેનો ન ફક્ત ફરી સંપર્ક કરાશે પણ તેમના ઉપકરણોનો ઉપયોગ પણ કરવામાં આવશે.

Advertisement

ઈસરોએ આ વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરને બે અને ચાર સપ્ટેમ્બરે સંપૂર્ણપણે ચાર્જ કર્યા બાદ સ્લીપ મોડમાં નાખી દીધા હતા કેમ કે ચંદ્ર પર રાત્રિ થઈ ગઈ હતી જેમાં ભયાનક ઠંડી અને વિકિરણોનો સામનો કરવો પડે છે. એસએસસી ઈસરો માટે અંતરિક્ષમાં કામ કરતા ઉપકરણો તૈયાર કરે છે. તેણે જ ચંદ્રયાન-3 માટે કેમેરા સિસ્ટમ અને ખતરાની સૂચના આપતી સેન્સર પ્રણાલી વિકસિત કરી હતી.

Advertisement

કેટલું તાપમાન સહન કર્યું?

દેસાઈ અનુસાર છેલ્લાં 20 દિવસોમાં લેન્ડર-રોવરે માઈનસ 120થી 200 ડિગ્રી સેલ્સિયસ જેટલી ઠંડીનો પારો સહન કર્યો હતો. હવે પૃથ્વીના સમય અનુસાર 20 સપ્ટેમ્બરની સાંજથી ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર સૂર્યોદય શરૂ થઈ ગયું છે. વિક્રમ અને પ્રજ્ઞાનના સોલર પેનલ પણ તેમની બેટરી ધીમે ધીમે ચાર્જ કરવા લાગશે. ઈસરોની યોજના છે કે આજે તેને રિવાઈવ કરવામાં આવે.

Advertisement

આ  પણ  વાંચો -AGRA : ફતેહપુર સિકરીના સ્મારક પર લાકડાની રેલિંગ તૂટી, ફ્રેન્ચ મહિલા પ્રવાસીનું મોત

Tags :
Advertisement

.