Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Chandrayaan-3 : ચંદ્રયાન-3 સ્પેસક્રાફ્ટે મોકલી ચંદ્રની પહેલી ઝલક, ISROએ શેર કર્યો VIDEO

ચંદ્રયાન-3 મિશન ચંદ્રની ભ્રમણ કક્ષામાં અવકાશયાનમાં લાગેલા કેમેરા દ્વારા ચમકતા ચંદ્રની તસ્વીર ISRO દ્વારા ટ્વિટર પર આ જબદરસ્ત વીડિયો, તસ્વીર વાયરલ   ભારતના ચંદ્રયાન-3 મિશને ચંદ્રની પ્રથમ તસવીર મોકલી છે. ISROના ચંદ્રયાન-3 મિશન માટે બનાવવામાં આવેલા ટ્વિટર હેન્ડલ પરથી...
07:20 AM Aug 07, 2023 IST | Hiren Dave

 

ભારતના ચંદ્રયાન-3 મિશને ચંદ્રની પ્રથમ તસવીર મોકલી છે. ISROના ચંદ્રયાન-3 મિશન માટે બનાવવામાં આવેલા ટ્વિટર હેન્ડલ પરથી તેને ટ્વિટ કરવામાં આવ્યું છે. ચંદ્રયાન-3 મિશન અંતર્ગત ચંદ્રની પહેલી તસવીર સામે આવી છે. આ તસવીર અવકાશયાનમાં લાગેલા કેમેરા દ્વારા ક્લિક કરવામાં આવી હતી..આ વીડિયો  ISRO દ્વારા  ટ્વિટર કરવામાં આવ્યો  છે

આજે ચંદ્રયાનની ભ્રમણકક્ષા 10 થી 12 હજાર કિલોમીટરની ભ્રમણકક્ષામાં મૂકવામાં આવશે. તેની ભ્રમણકક્ષા 9 ઓગસ્ટે બપોરે 2.45 કલાકે 4 થી 5 હજાર કિલોમીટરની ભ્રમણકક્ષામાં બદલાશે. દરેક ચિત્ર સાથે ચંદ્ર મોટો અને ઘાટો થતો જોવા મળી રહ્યો છે. ડીઓર્બીટીંગ 18 અને 20 ઓગસ્ટના રોજ થશે. એટલે કે ચંદ્રની ભ્રમણકક્ષાનું અંતર ઘટશે. લેન્ડર મોડ્યુલ 100 x 35 કિમીની ભ્રમણકક્ષામાં જશે. આ પછી ચંદ્રયાનનું લેન્ડિંગ 23મીએ સાંજે 5.47 કલાકે કરવામાં આવશે.

આ પહેલા ચંદ્રની ભ્રમણકક્ષામાં સ્થાપિત કરવામાં આવ્યું હતું

આ પહેલા ચંદ્ર તરફ ઝડપથી આગળ વધી રહેલા ચંદ્રયાન-3એ શુક્રવારે એટલે કે 4 જુલાઈએ પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું બે તૃતીયાંશથી વધુ અંતર કાપ્યું હતું. એક દિવસ પછી એટલે કે 5 ઓગસ્ટે તે ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ્યું. ચંદ્રયાન-3 14 જુલાઈના રોજ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું.

ધીમે-ધીમે ચંદ્રની આસપાસ તેની ભ્રમણકક્ષાનું અંતર ઘટશે

ઈસરોના વૈજ્ઞાનિકોએ ચંદ્રયાનની ઝડપ 2 અથવા 1 કિલોમીટર પ્રતિ સેકન્ડ સુધી ઘટાડી દીધી છે. આ ઝડપને કારણે તે ચંદ્રની ભ્રમણકક્ષાને પકડવામાં સફળ રહ્યો. હવે ધીમે-ધીમે ચંદ્રની આસપાસ તેની ભ્રમણકક્ષાનું અંતર ઘટશે અને તેને દક્ષિણ ધ્રુવની નજીક ઉતારવામાં આવશે.

ભારત ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરનાર ચોથો દેશ બનશે

ચંદ્રયાન-3ને તેની સફર પૂર્ણ કરવામાં વધુ 18 દિવસ લાગશે. 23મી ઓગસ્ટે સોફ્ટ લેન્ડિંગનો આ તબક્કો સૌથી મહત્વપૂર્ણ છે. ચંદ્રયાન-2 સોફ્ટ લેન્ડિંગમાં જ નિષ્ફળ ગયું હતું. અમેરિકા, ચીન અને રશિયા પછી ભારત ચોથો દેશ છે જેણે ચંદ્ર પર પોતાનું યાન મોકલ્યું છે. જો 23 ઓગસ્ટનું સોફ્ટ લેન્ડિંગ સફળ થશે, તો ભારત ચંદ્રની દક્ષિણ સપાટી પર યાન ઉતારનાર પ્રથમ દેશ બનશે. લેન્ડિંગ પર આ યાન એક ચંદ્ર દિવસ માટે કામ કરશે, જે પૃથ્વી પરના 14 દિવસ બરાબર છે.

આ પણ  વાંચો-CHANDRAYAAN-3 UPDATE : ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચતાની સાથે જ ચંદ્રયાને મોકલ્યો આ સંદેશ, જાણો વૈજ્ઞાનિકોએ શું કહ્યું…

 

Tags :
chandrayaanChandrayaan-3First images of the moon
Next Article